Allopathy
ક્ષય, મણકાનો
ક્ષય, મણકાનો : જુઓ ક્ષય, હાડકાં અને સાંધાનો.
વધુ વાંચો >ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો
ક્ષય, મૂત્રમાર્ગ અને જનનમાર્ગનો : મૂત્રપિંડ તથા મૂત્રમાર્ગના અન્ય અવયવો તથા જનનમાર્ગમાં ક્ષયનો રોગ થવો તે. ફેફસાં પછી ક્ષય રોગથી અસર પામતો બીજો મહત્વનો અવયવ મૂત્રપિંડ છે. ઘણી વખત પ્રાથમિક ચેપ સમયે જ મૂત્રપિંડ અસરગ્રસ્ત થાય છે. મૂત્રપિંડમાં ચેપજન્ય વિસ્તાર (infective focus) લાંબા સમય સુધી સુષુપ્ત (dormant) રહે છે. તે…
વધુ વાંચો >ક્ષય, લસિકાગ્રંથિઓનો
ક્ષય, લસિકાગ્રંથિઓનો : ગળા અને અન્ય ભાગની લસિકાગ્રંથિઓ(lymph nodes)ના ક્ષયનો રોગ. ગળામાં તે સૌથી વધુ જોવા મળે છે અને તેને ગુજરાતીમાં કંઠમાળ પણ કહે છે, જ્યારે અંગ્રેજીમાં તેને scrofula અથવા King’s evil કહે છે. એમ. બોવાઇન તથા એમ. ટ્યૂબર્ક્યુલૉસિસ પ્રકારના જીવાણુથી તે થાય છે અને તેનું મહત્ત્વનું કારણ પાસ્ચ્યુરાઇઝ્ડ ન…
વધુ વાંચો >ક્ષય, હાડકાં અને સાંધાનો
ક્ષય, હાડકાં અને સાંધાનો : હાડકાં અને હાડકાંના સાંધાનો ક્ષય થવો તે. પ્રાગ્-ઐતિહાસિક સમયમાં પણ તેનું અસ્તિત્વ હતું. તે સમયે કરોડના મણકામાં પોટનો ક્ષય રોગ થવાથી પીઠમાં ઢેકો (gibbus) થતો હતો. હાલ પણ કરોડના મણકાનો ક્ષય (tuberculous spondylitis) જ હાડકાંમાં સૌથી વધુ થતો ક્ષયજન્ય વિકાર છે. પુખ્ત વયે પીઠ અને…
વધુ વાંચો >ક્ષારપાણી પેય ચિકિત્સા
ક્ષારપાણી પેય ચિકિત્સા : બાળકોમાં પાતળા ઝાડા થવાથી શરીરનું પ્રવાહી અને ક્ષાર ઘટી જાય ત્યારે તે માટે મોં વાટે આપવાની સારવાર. બાળકોમાં ઘણી વાર ઝાડા-ઊલટીની બીમારી થાય છે. ક્યારેક તે જીવલેણ પણ બની શકે. શરીરમાંનું પ્રવાહી ઘટી જાય ત્યારે નિર્જલન (dehydration) થાય છે. પ્રાથમિક સારવાર તરત અને ઘરે જ શરૂ…
વધુ વાંચો >ક્ષીણતા
ક્ષીણતા (atrophy) : સંપ્રાપ્ત (acquired) કારણોસર કોષ, પેશી, અવયવ કે શરીરના કોઈ એક ભાગના કદમાં ઘટાડો થવો તે. જ્યારે મૂળભૂત રીતે જ કોઈ પેશી, અવયવ કે ઉપાંગ વિકસે નહિ તો તેને અવિકસન (aplasia) અથવા અલ્પવિકસન (hypoplasia) કહે છે; પરંતુ મૂળ કદ સામાન્ય હોય અને ત્યાર પછી તેમાં ઘટાડો થાય તો…
વધુ વાંચો >ક્ષેપકપટ છિદ્ર
ક્ષેપકપટ છિદ્ર : હૃદયના નીચલાં ખાનાં જમણા અને ડાબા ક્ષેપક(ventricle)ની વચ્ચે એક પડદો હોય છે, જેના તંતુમય ભાગમાં ક્યારેક એક છિદ્રની વિકૃતિ જોવા મળે છે. ગર્ભાશયમાં થતા ગર્ભના વિકાસ દરમિયાન આ ખામી થવાથી, બાળકમાં પછી હંમેશને માટે રહી જાય છે. આ કાણાને લઈને પ્રાણવાયુયુક્ત લોહી, અલ્પપ્રાણવાયુયુક્ત લોહી સાથે બંને ક્ષેપકોમાં…
વધુ વાંચો >ખરજવું
ખરજવું (eczema) : ચામડીના શોથજન્ય (inflammatory) વિકારોનો એક પ્રકાર. તેને કારણે દર્દીને ખૂજલી, લાલાશ, ફોતરી વળવી (scaling) અને નાની ફોલ્લી અને પાણી ભરેલા ફોલ્લા (papulo-vesicles) થાય છે. તેમાં ચામડીના ઉપલા સ્તરમાં લોહીની નસોની આસપાસ સોજો આવે છે અને લસિકાકોષો-(lymphocytes)નો ભરાવો થાય છે. કેટલાક નિષ્ણાતો ખરજવું અને ત્વચાશોથ(dermatitis) એમ બંને શબ્દોને…
વધુ વાંચો >ખસ
ખસ (scabies) : સાર્કોપ્ટીસ સ્કેબિઆઈ (Sarcoptes scabiei) નામના ખૂજલી-જંતુ(itchmite)થી થતો ચામડીનો રોગ. તેને ખૂજલી રોગ પણ કહે છે. તે યુદ્ધ, સામાજિક ઊથલપાથલ તથા ગરીબી સાથે સંકળાયેલો રોગ છે અને તેથી પશ્ચિમી જગતમાં દર 12થી 15 વર્ષે તેનો વાવર અથવા વસ્તીવ્યાપી ઉપદ્રવ (epidemics) ફેલાય છે. રોજ સ્નાન ન કરનારાને તે વધુ…
વધુ વાંચો >ખંડોષ્ઠ અને ખંડતાલુ
ખંડોષ્ઠ અને ખંડતાલુ (cleft lip and palate) : હોઠ અને તાળવામાં ફાડ હોવી તે. તે એક જનીનીય કુરચના (genetic malformation) છે જેમાં હોઠમાં ફાડ હોય છે. ક્યારેક સાથે સાથે કઠણ કે મૃદુ તાળવામાં પણ ફાડ હોય છે. તેનું પ્રમાણ દર 1 હજાર જીવિત જન્મતાં બાળકોમાં એકનું છે. તે છોકરાઓમાં વધુ…
વધુ વાંચો >