Allopathy

એ.સી.ટી.એચ.

એ.સી.ટી.એચ. : અગ્ર પીયૂષિકા (pituitary) ગ્રંથિનો અધિવૃક્કબાહ્યક(adrenal cortex) માટેનો ઉત્તેજક અંત:સ્રાવ (adreno-corticotrophichormone, ACTH). 39 ઍમિનો ઍસિડપેપ્ટાઇડવાળો અને 45,000 અણુભારવાળો તેનો અણુ પ્રોએપિયોમિલેનોકોર્ટિન નામના એક મોટા અણુમાંથી બને છે. તેના ઍમિનો-ટર્મિનલ દ્વારા તે અધિવૃક્ક-બાહ્યકમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ, મિનરલોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજેનિક સ્ટીરૉઇડ જૂથના અંત:સ્રાવોનો લોહીમાં પ્રવેશ વધારે છે. તે નિશ્ચિત સ્વીકારો (receptors) સાથે જોડાઈને…

વધુ વાંચો >

ઍસ્બેસ્ટૉસતંતુતા

ઍસ્બેસ્ટૉસતંતુતા (asbestosis) : ઍસ્બેસ્ટૉસના તાંતણાથી થતો શ્વસનતંત્રનો રોગ. ઍસ્બેસટૉસ તંતુમય ખનિજ પદાર્થ છે અને તે કૅનેડા, રશિયા અને દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં મળી આવે છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક અને રાજસ્થાનમાં તેની ખાણો આવેલી છે, પરંતુ ત્યાં તેનું ઘણું ઓછું ઉત્પાદન થાય છે. હાઇડ્રેટેડ કૅલ્શિયમ-મૅગ્નેશિયમ સિલિકેટ સહિતના છ પ્રકારના તંતુમય સિલિકેટને ઍસ્બેસ્ટૉસના…

વધુ વાંચો >

એહર્લિક પૉલ

એહર્લિક, પૉલ (જ. 14 માર્ચ 1845, સ્ટ્રેહલન, સિલેશિયા, પ્રુશિયા; અ. 20 ઑગસ્ટ 1915, બેડહેમ્બર્ગ વૉર ડર હોહે, જર્મની) : ‘ફિઝિયૉલૉજી અને મેડિસિન’ના નોબેલ પારિતોષિક(1908)ના એલી મેચનીકોફ સાથે સહવિજેતા. સંશોધનનો વિષય હતો ઉપદંશ(syphilis)ની સૌપ્રથમ અસરકારક ચિકિત્સા. આ જર્મન તબીબી વિજ્ઞાનીએ લોહી અને તેના રોગો, પ્રતિરક્ષાવિદ્યા (immunology) અને રસાયણચિકિત્સા(chemotherapy)ના વિષયોમાં મૂળભૂત સંશોધન…

વધુ વાંચો >

ઑઇલર ઉલ્ફ ફૉન

ઑઇલર ઉલ્ફ ફૉન (જ. 7 ફેબ્રુઆરી 1905, સ્ટૉકહોમ; અ. 9 માર્ચ 1983, સ્ટૉકહોમ) : ચેતાઆવેગો(nerve impulses)ની પ્રક્રિયાના અભ્યાસ માટે અલાયદી તકનીક શોધવા બદલ 1970માં બ્રિટિશ બાયૉફિઝિસિસ્ટ સર બર્નાર્ડ કાટ્ઝ અને યુ.એસ.ના બાયૉકેમિસ્ટ જુલિયસ ઍક્સલરોડ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના નોબેલ પારિતોષિકના વિજેતા સ્વીડિશ વિજ્ઞાની. તેમના પિતા હાન્સ ફૉન ઑઇલર ચૅમ્પિલને પણ 1929માં નોબેલ…

વધુ વાંચો >

ઑક્ઝોટ્રોફ

ઑક્ઝોટ્રોફ (auxotroph) : વિશિષ્ટ પોષકતત્વના પ્રાશનથી ઉદભવતો ઉત્પરિવર્તક (mutant). આ પોષકતત્વો સામાન્યપણે ઍમિનોઍસિડ, વિટામિન, પ્યૂરિન કે પિરિમિડાઇન સ્વરૂપે રહેલાં હોય છે. જોકે આ પોષકતત્વો કોષની અંદર પ્રવેશી શકે તો જ ઉત્પરિવર્તન શક્ય બને છે. કોઈક વાર આ ઉત્પરિવર્તકોમાં પ્રત્યાવર્તન (reversion) લાવી શકાય છે, જેને પરિણામે વિશિષ્ટ પોષકતત્વની જરૂરિયાત ન હોય…

વધુ વાંચો >

ઑક્સીન

ઑક્સીન : જુઓ અંત:સ્રાવો.

વધુ વાંચો >

ઑચોઆ, સીવીરો

ઑચોઆ, સીવીરો (જ. 24 સપ્ટેમ્બર 1905, લુઆર્કા, સ્પેન; અ. 1 નવેમ્બર 1993, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ આણ્વિક જૈવશાસ્ત્રી (molecular biologist). બાયૉકેમિસ્ટ આર્થર કોનબર્ગ સાથે ફિઝિયૉલૉજી-મેડિસિનના 1959ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1929માં મૅડ્રિડ યુનિવર્સિટીમાંથી એમ.ડી. થયા પછી ગ્લાસ્ગો, બર્લિન અને લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ હેડનબર્ગની યુનિવર્સિટીમાં સ્નાયુની બાયૉકેમિસ્ટ્રી અને ફિઝિયૉલૉજીનો અભ્યાસ…

વધુ વાંચો >

ઑટો મેયરહોફ

ઑટો મેયરહોફ (જ. 12 એપ્રિલ 1884, હૅનોવર, જર્મની; અ. 6 ઑક્ટોબર 1951, ફિલાડેલ્ફિયા, યુ.એસ.) : જર્મન જૈવરસાયણશાસ્ત્રી. સ્નાયુમાં ચયાપચય(metabolism)ની રાસાયણિક પ્રતિક્રિયાઓ પર સંશોધન માટે 1922માં આર્ચિબાલ્ડ વિવિયન હિલ સાથે ફિઝિયૉલોજી/મેડિસિનના નોબેલ પારિતોષિકના સહવિજેતા. સ્નાયુનું કાર્ય સમજવા માટે તેનું ‘ગ્લાયકોજન લૅક્ટિક ઍસિડ ચક્ર’ પાયાનું પ્રદાન ગણાય; જોકે પાછળથી તેના પર વિશેષ…

વધુ વાંચો >

ઑર (માનવ)

ઑર (માનવ) : સગર્ભાવસ્થા દરમિયાન માતા અને તેના ગર્ભ વચ્ચે પોષક દ્રવ્યો, ચયાપચયી કચરો તથા પ્રાણવાયુ અને અંગારવાયુની આપ-લે માટે વિકસતું અંગ. તેને મેલી પણ કહે છે. તે ગર્ભધારણના સત્તરમા દિવસથી શરૂ થઈને ત્રણ મહિના સુધીમાં પૂરેપૂરી વિકસે છે. તે ગોળ અને ચપટી હોય છે. તેની માતા તરફની (ગર્ભાશયી) સપાટી…

વધુ વાંચો >

ઓરી

ઓરી (measles, rubeola) : તાવ, ખાંસી, શરદી, નેત્રકલાશોથ (conjuctivitis) અને ચામડી તથા શ્લેષ્મકલા (mucosa) પર નાના ડાઘા અને ફોલ્લીરૂપ સ્ફોટ (rash) કરતો ઉગ્ર અને અતિશય ચેપી વિષાણુજન્ય (viral) રોગ. દસમી સદીમાં રહેઝેસે (Rhezes) અને સત્તરમી સદીમાં સિડેન્હામે (Sydenham) તેનું વર્ણન કર્યું હતું. વળી 1905 અને 1911માં પ્રયોગો દ્વારા જાણી શકાયું…

વધુ વાંચો >