Allopathy
ઍન્ડર્સ જૉન
ઍન્ડર્સ જૉન (જ. 10 ફેબ્રુઆરી 1897, વેસ્ટહાર્ટફૉર્ડ કનેક્ટિકટ, યુ.એસ.; અ. 8 સપ્ટેમ્બર 1985, વોટરફોર્ડ, કનેક્ટિકટ, યુ.એસ. ) : ફિઝિયૉલૉજી અને મેડિસિન માટેના નોબેલ પારિતોષિકના (1954) ફ્રેડ્રિક ચૅપમૅન રૉબિન્સ તથા થૉમસ હક્સલે વેલર સાથેના સહવિજેતા. તેમનો વિષય હતો પોલિયોમાયલાઇટિસ રોગ કરતા વિષાણુ(virus)નું ચેતાપેશી સિવાયની પેશીમાં સંવર્ધન (culture). તેમણે અંગ્રેજી સાહિત્યના અભ્યાસ…
વધુ વાંચો >એન્ડોર્ફિન અને એન્કિફેલિન
એન્ડોર્ફિન અને એન્કિફેલિન : 5થી 31 ઍમિનોઍસિડવાળા શરીરમાં જ બનતા 10થી 15 (અંત:જનીય endogenous) અફીણાભ (opioids) પેપ્ટાઇડ અણુઓ. તે મૉર્ફિન કરતાં અલગ રાસાયણિક બંધારણ ધરાવે છે, પરંતુ અફીણાભ સ્વીકારકો (opioid receptors) સાથે સંયોજાઈને કોષમાં પ્રવેશે છે. તેમનાં ત્રણ મુખ્ય કાર્યો છે : (1) પીડાનાશન, (2) ચેતાવાહક (neurotransmitter) તરીકે અને (3)…
વધુ વાંચો >એપેન્ડિસાઇટિસ
એપેન્ડિસાઇટિસ (આંત્રપુચ્છશોથ) : એપેન્ડિક્સના ચેપજન્ય શોથ-(inflammation)થી થતો સોજો. નાના આંતરડાના મોટા આંતરડા સાથેના જોડાણ પાસે આવેલા પાતળા, 3થી 5 સેમી. લાંબા પૂંછડી જેવા અવયવને એપેન્ડિક્સ કે આંત્રપુચ્છ કહે છે. પેટમાં આંત્રપુચ્છનું સ્થાન નાભિની જમણી તથા નીચેની બાજુએ હોય છે. ઐતિહાસિક નોંધ : ઇંગ્લૅન્ડની જાણીતી વેસ્ટમિન્સ્ટર અને સેંટ જ્યૉર્જ હૉસ્પિટલના સાર્જન્ટ…
વધુ વાંચો >ઍમિલૉઇડતા (amyloidosis)
ઍમિલૉઇડતા (amyloidosis) : ‘ઍમિલૉઇડ’ નામના અસ્ફટિક (amorphous) તંતુમય પ્રોટીન કોષોની આસપાસ જમા થવાથી થતો અપહ્રાસકારી (degenerative) વિકાર. મગજના corpora amylacea નામના વિસ્તારની જેમ આ પદાર્થ પણ લ્યુગોલ-(lugol)ના આયોડિનથી અભિરંજિત થતો હોવાથી જર્મન રોગવિદ્યાવિદ વિશોર્વે 1854માં ભૂલથી તેને ‘સ્ટાર્ચ જેવો પદાર્થ’ અથવા ‘ઍમિલૉઇડ’ નામ આપ્યું. તે વિવિધ રોગોમાં થતો વિકાર છે…
વધુ વાંચો >ઍલર્જી
ઍલર્જી : શરીરની પેશીઓને હાનિકારક પ્રતિરક્ષાલક્ષી પ્રતિક્રિયાઓ (immune reactions). શરીરની આ વિકારયુક્ત પ્રતિક્રિયાશીલતા-(altered reactivity)ના અંગ્રેજી શબ્દો પરથી વોન પિર્કેએ ‘ઍલર્જી’ શબ્દ બનાવ્યો હતો. કોઈ સમયે કોઈ બાહ્યપદાર્થના સંસર્ગમાં અવાય ત્યારે તેને ઓળખીને તેનો નાશ કરવા શરીર વિશિષ્ટ રસાયણો બનાવે છે. આવા સમયે બહારના દ્રવ્યને પ્રતિજન (antigen) અને તેનો પ્રતિકાર કરતા…
વધુ વાંચો >ઍલર્જી, ઔષધીય
ઍલર્જી, ઔષધીય : દવાની ઍલર્જી (વિષમોર્જા) થવી તે. શરીરના પ્રતિરક્ષાતંત્ર (immune system) દ્વારા થતી પ્રતિક્રિયાને કારણે દવાની ઍલર્જી થાય છે. ક્યારેક દવા પ્રતિજન(antigen)રૂપે, અથવા શરીરમાંના પ્રોટીન સાથે સંયોજાઈને અર્ધપ્રતિજન(hapten)રૂપે, કાર્ય કરીને લસિકાકોષો (lymphocytes) દ્વારા ઉત્પન્ન થતાં પ્રતિદ્રવ્યો (antibiodes) સાથે પ્રતિક્રિયા કરે છે અથવા વિવિધ મારક કોષો વડે કોષીય (cellular) પ્રતિરક્ષાની…
વધુ વાંચો >એલિયન, ગરટરુડ બેલે
એલિયન, ગરટરુડ બેલે (જ. 23 જાન્યુઆરી 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 21 ફેબ્રુઆરી 1999, ચેપલ હિલ, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : 1988ના વર્ષના ઔષધ અને શરીરક્રિયાવિજ્ઞાનનાં નોબેલ પારિતોષિકનાં વિજેતા (જ્યૉર્જ હિંચિંગ્સ અને સર જેમ્સ બ્લૅકની ભાગીદારીમાં). અમેરિકન વૈજ્ઞાનિક અને પ્રાધ્યાપિકા. રૉબર્ટ અને બર્થાનાં પુત્રી. 1937માં બી. એ. (હંટર કૉલેજ) અને 1914માં એમ.…
વધુ વાંચો >ઍસિડપ્રતિકારક જીવો
ઍસિડપ્રતિકારક જીવો (acid-fast organisms) : બેઝિક અભિરંજકથી અભિરંજન કર્યા બાદ ઍસિડ ભેળવેલા કાર્બનિક દ્રાવણની અસરને પરિણામે રંગવિહીન ન થનાર બૅક્ટેરિયા. આ બૅક્ટેરિયાની કોષદીવાલમાં ચરબીયુક્ત માયકોનિક ઍસિડ હોય છે. આ બૅક્ટેરિયા માયો-બૅક્ટેરિયા તરીકે જાણીતા છે. આ બૅક્ટેરિયામાં બિનહાનિકારક બૅક્ટેરિયાથી માંડીને સંપૂર્ણ પરોપજીવીઓનો સમાવેશ થાય છે. બિનહાનિકારક Mycobacterium Smegma પાણી તથા જમીનમાં…
વધુ વાંચો >ઍસિડ-બેઝ સંતુલન
ઍસિડ-બેઝ સંતુલન (acid-base balance) : ધમનીમાંના લોહીનું અમ્લતાપ્રમાણ (pH) 7.38થી 7.42 વચ્ચે રાખવાની વ્યવસ્થા. શરીરમાં ચયાપચયી ક્રિયાઓથી, ખોરાકમાંના પદાર્થોના શોષણથી તથા રોગો કે વિકારોને લીધે ઍસિડ અને/અથવા આલ્કલીના ઉત્પાદન, ઉત્સર્ગ (excretion) કે ચયાપચયી ઉપયોગમાં ફેરફારો થાય તો તેમના પ્રમાણમાં વધઘટ થાય છે અને લોહીનું અમ્લતાપ્રમાણ બદલાય છે તથા ક્યારેક તે…
વધુ વાંચો >