Allopathy
શ્વસનતંત્ર (માનવ)
શ્વસનતંત્ર (માનવ) વાતાવરણ અને લોહીની વચ્ચે પ્રાણવાયુ અને અંગારવાયુનો વિનિમય કરતું તંત્ર. શરીરના બધા જ કોષોને તેમના કાર્ય માટે તથા જીવતા રહેવા માટે ઑક્સિજન(પ્રાણવાયુ)ની જરૂર પડે છે. તેમની ઘણી ક્રિયાઓમાં કાર્બનડાયૉક્સાઇડ (અંગારવાયુ) ઉત્પન્ન થાય છે. તેનો વધારો થાય તો તે અમ્લીય સ્થિતિ (acidic condition) સર્જે છે. માટે તેનો ઝડપી અને…
વધુ વાંચો >શ્વાન થિયૉડોર
શ્વાન થિયૉડોર (જ. 1810; અ. 1882) : કોષસિદ્ધાંત(cell theory)નું પ્રતિપાદન કરનાર એક પ્રમુખ જર્મન દેહધર્મવિજ્ઞાની (physio-logist). બ્રિટિશ વિજ્ઞાની રૉબર્ટ હૂકે ઈ.સ. 1665માં બૂચ(cork)નો પાતળો ટુકડો કરી તેને પોતે બનાવેલ સૂક્ષ્મદર્શકની નીચે નિહાળ્યું. તેણે જોયું કે આ ટુકડો અનેક ખાના(compartments)નો બનેલો છે અને તેની ફરતે એક દીવાલ આવેલી છે. આ ખાનાના…
વધુ વાંચો >શ્વેતપ્રદર (leukorrhea)
શ્વેતપ્રદર (leukorrhea) : યોનિમાર્ગે વધુ પડતું પ્રવાહી પડવું તે. તેને સાદી ભાષામાં ‘પાણી પડવું’ પણ કહે છે. યોનિ (vagina) માર્ગે બહાર આવતા પ્રવાહીને યોનીય બહિ:સ્રાવ (vaginal discharge) પણ કહે છે. તેમાં યોનિની દીવાલ, ગર્ભાશય અને ગર્ભાશય-ગ્રીવા(cervix)માંના સામાન્ય સ્રાવો (secretions) હોય છે. ગર્ભાશય-ગ્રીવાને સામાન્ય ભાષામાં ગર્ભાશયનું મુખ પણ કહે છે. ગર્ભાશયમાંથી…
વધુ વાંચો >શ્વેતશલ્કતા (leukoplakia)
શ્વેતશલ્કતા (leukoplakia) : મોંઢાની અંદરની દીવાલમાં સફેદ ચકતી જેવો દોષવિસ્તાર. તે શૃંગિન (keratin) નામના દ્રવ્યનું વધુ ઉત્પાદન થાય તેવો મોંની અંદરની દીવાલના આવરણરૂપ અધિચ્છદ(epithelium)નો રોગ છે. સૂક્ષ્મદર્શક વડે તપાસતાં શૃંગી સ્તરમાં વિકાર ઉદ્ભવેલો હોય છે. તેને દુ:શૃંગસ્તરતા (dyskeratosis) કહે છે. લાદીસમ અધિચ્છદ એક રીતે સ્તરીકૃત (stratified) આવરણ બનાવે છે, જેમાં…
વધુ વાંચો >સગર્ભતા, અતિજોખમી
સગર્ભતા, અતિજોખમી (high risk pregnancy) : માતા, ગર્ભશિશુ (foetus) કે નવજાત શિશુ(neonate)ને જન્મ પહેલાં કે પછી માંદગી કે મૃત્યુનો ભય હોય અથવા તેવું જોખમ થવાની સંભાવના હોય તેવી સગર્ભતા (pregnancy). દરેક સગર્ભતા તથા પ્રસવ સમયે જોખમ રહેલું હોય છે; પરંતુ કેટલીક સ્થિતિઓમાં તેની સંભાવના વધે છે. આવું આશરે 20 %થી…
વધુ વાંચો >સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy)
સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy) : ગર્ભાશયના પોલાણને બદલે અન્ય સ્થળે ફલિત અંડકોષનું અંત:સ્થાપન થવું અને ગર્ભશિશુ રૂપે વિકસવું તે. ફલિત થયેલો અંડકોષ ભ્રૂણ તરીકે વિકસે માટે કોઈ યોગ્ય સપાટી પર સ્થાપિત થાય તેને અંત:સ્થાપન (implantation) કહે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ગર્ભાશયના ઘુમ્મટ(fundus)ની પાસે આગળ કે પાછળની દીવાલ પરની ગર્ભાશયાંત:કલા(endometrium)માં…
વધુ વાંચો >સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ
સગર્ભતા, પ્રસૂતિ અને સૂતિકાકાલ અનુક્રમે ગર્ભધારણ, શિશુજન્મ (પ્રસવ) અને તે પછીનો સમય. સ્ત્રીઓનો ગર્ભધારણશીલતાનો સમયગાળો (reproductive period) સ્ત્રીયૌવનારંભ-(menarche)થી ઋતુસ્રાવનિવૃત્તિ (menopause) સુધીનો ગણાય છે. સામાન્ય રીતે તે 13થી 45 વર્ષ સુધીનો સમયગાળો છે. સ્ત્રીનો અંડકોષ પુરુષના શુક્રકોષ દ્વારા ફલિત થાય અને તે ફલિતાંડનું સ્ત્રીના જનનમાર્ગમાં અંત:સ્થાપન (implantation) થાય ત્યારથી ગર્ભધારણનો કાળ…
વધુ વાંચો >સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy)
સગર્ભતા, બહુગર્ભી (multiple pregnancy) : એક ગર્ભાશયમાં એકસાથે એકથી વધુ ગર્ભનો વિકાસ થવો તે. જો 2 ગર્ભશિશુઓ વિકસે તો તેને જોડકાં (twins) કહે છે. જો 3 ગર્ભશિશુઓ હોય તો તેને ત્રિજોડ (triplets), 4 ગર્ભશિશુઓ હોય તો ચતુર્જોડ (quadruplets), 5 ગર્ભશિશુઓ હોય તો તેને પંચજોડ (quintupets) અથવા 6 ગર્ભશિશુઓ હોય તો…
વધુ વાંચો >સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum)
સગર્ભાવસ્થાનું અતિવમન (hyperemesis gravidarum) : સગર્ભા સ્ત્રીને અતિશય ઊલટીઓ થવી તે. ઊલટી થવાનાં સગર્ભાવસ્થા સિવાય પણ અનેક કારણો હોય છે. સગર્ભાવસ્થામાં જોવા મળતી ઊલટીના વિકારનાં કારણો સારણીમાં દર્શાવ્યાં છે : સારણી : સગર્ભા સ્ત્રીને થતી ઊલટીનાં કેટલાંક મહત્વનાં કારણો વિભાગ અને જૂથ ઉદાહરણો (અ) શરૂઆતની સગર્ભતા (1) સગર્ભતા સંબંધિત કારણો…
વધુ વાંચો >સગોત્રતા (consanguinity)
સગોત્રતા (consanguinity) : લોહીની સગાઈ અથવા સમાન પૂર્વજોને કારણે ઉદ્ભવતું સગપણ. માતા કે પિતાની સગાઈથી ઉદ્ભવતી સગોત્રતાને અનુક્રમે માતૃપક્ષી સગોત્રતા અને પિતૃપક્ષી સગોત્રતા કહે છે. તેનો સંબંધ વ્યક્તિગત સંબંધો, સામાજિક સંબંધો, કૌટુંબિક તથા આનુવંશિક રોગો અને વિકારો, કાયદાને સંબંધે લગ્ન તથા વારસાઈ હકના મુદ્દાઓ તથા ધાર્મિક અને નૈતિક વિચારણાઓ અને…
વધુ વાંચો >