Zoology
બેટસન, વિલિયમ
બેટસન, વિલિયમ (જ. 1861, વ્હિટ્બી યૉર્કશાયર; અ. 1926, લંડન) : આધુનિક જનીનવિદ્યા(genetics)નો પાયો નાંખનાર પ્રખર બ્રિટિશ વિજ્ઞાની. આદ્યશૂળત્વચીઓ (primitive echinodermis), એક જમાનામાં મેરુદંડી(chordates)ના પૂર્વજો હતા તેની સાબિતી તુલનાત્મક ગર્ભવિદ્યાના આધારે (1885) આપનાર બેટસન ડાર્વિનના ખાસ સમર્થક હતા. સતત ભિન્નતાને અધીન રહીને ઉત્ક્રાંતિ ઉદભવતી નથી; ઉત્ક્રાંતિનો પાયો અસતત (discontinuous) ભિન્નતામાં રહેલો…
વધુ વાંચો >બૅસી, ઍગસ્ટિનો મારિયા
બૅસી, ઍગસ્ટિનો મારિયા (જ. 1773, ઇટાલી; અ. 1856) : જાણીતા જીવવિજ્ઞાની અને જીવાણુવિજ્ઞાની. તેમણે પૅવિયા ખાતે અભ્યાસ કર્યો. પ્રાણીજગતના રોગો વિશે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તેમાં લૂઇ પૅશ્ચર તથા રૉબર્ટ કૉકની કામગીરીના અંશત: પૂર્વસંકેત સાંપડી રહે છે. 1835માં તેમણે પુરવાર કર્યું હતું કે રેશમના કીડાનો ઉદભવ ફૂગ રૂપે થાય છે…
વધુ વાંચો >બ્રિજેસ કૅલ્વિન બ્લૅકમન
બ્રિજેસ કૅલ્વિન બ્લૅકમન (જ. 1889 શુલ્ઝર ફૉલ્સ; અ. 1938, લૉસ ઍન્જેલિસ) : રંગસૂત્રોના આધારે આનુવંશિકતા અને લિંગ (heredity+sex) વિશેની માહિતી આપનાર અમેરિકન જનીનવિજ્ઞાની (geneticist). તેઓ મૉર્ગન ટૉમસ હંટના પ્રયોગશાળા-સહાયક તરીકે કોલંબિયા યુનિવર્સિટીમાં જોડાયા. મૉર્ગન સાથે તેમણે ફળમાખી (fruit fly) ડ્રોસોફાઇલા મેલાનોગૅસ્ટરના પરીક્ષણ માટે પ્રયોગને લગતી એક રૂપરેખા તૈયાર કરી અને…
વધુ વાંચો >બ્લિથ, ઍડવર્ડ
બ્લિથ, ઍડવર્ડ (જ. 1810, લંડન; અ. 1873) : જાણીતા પ્રકૃતિવિજ્ઞાની અને પ્રાણીવિજ્ઞાની. લંડનમાં તેઓ ઔષધનિર્માણના વ્યવસાયમાં પ્રવૃત્ત હતા, પરંતુ પક્ષીવિજ્ઞાનમાં એટલા બધા વ્યસ્ત રહેવા માંડ્યા કે તેમનો ધંધો સાવ બેસી ગયો. 1841થી 1962 દરમિયાન તેઓ બંગાળમાં એશિયાટિક સોસાયટીના મ્યુઝિયમના ક્યુરેટર રહ્યા. કેટલાંય પક્ષીઓને તેમનું નામ પણ આપવામાં આવ્યું છે; જેમ…
વધુ વાંચો >ભક્ષકકોષો
ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય…
વધુ વાંચો >ભક્ષણ
ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…
વધુ વાંચો >ભરવાડ
ભરવાડ (millepede) : ઉદરપ્રદેશના પ્રત્યેક ખંડમાં પગની બે જોડ ધરાવતું દ્વિપદી (diplopoda) વર્ગનું અને સામાન્યપણે સહસ્રપદી (millepoda) નામે ઓળખાતું સંધિપાદ સમુદાયનું એક પ્રાણી. ભરવાડની લંબાઈ 3 મિમી.થી 25 સેમી. જેટલી હોય છે અને કેટલાંક લાંબા કદનાં ભરવાડ પગની 380 જેટલી જોડ ધરાવે છે. ભરવાડ ગંધારી અવાવરું જગ્યાએ પથ્થર, લાકડાની નીચે…
વધુ વાંચો >ભારતની જૈવ વિવિધતા
ભારતની જૈવ વિવિધતા ભારતની સજીવ સૃષ્ટિમાં દેખાતું વૈવિધ્ય. આમ તો ભારત દેશ પ્રકૃતિ, આબોહવા, સમાજ, સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા માટે પ્રખ્યાત છે. મુખ્યત્વે ઉષ્ણ કટિબંધ (tropical) પ્રદેશના ભારત વિસ્તારનાં વિભિન્ન પ્રાકૃતિક અને આબોહવાકીય અનુકૂળ પરિબળોને લીધે સજૈવ સૃષ્ટિ અત્યંત વૈવિધ્યપૂર્ણ રહેલી છે. બૃહદ્ વિવિધતા (megadiversity) ધરાવતા જૂજ પ્રદેશોમાં ભારતની ગણના…
વધુ વાંચો >ભારવાહક પ્રાણીઓ
ભારવાહક પ્રાણીઓ : પ્રવાસ તથા માલસામાનની હેરફેરના મુખ્ય હેતુ માટે ઉપયોગમાં લેવાતાં પાલતુ પ્રાણીઓ. આ પ્રાણીઓનો સસ્તન વર્ગની ખરીવાળાં (angulata) પ્રાણીઓની શ્રેણી(order)ની બે ઉપશ્રેણી (suborder) સમક્ષુર (artiodactyla) અને વિષમક્ષુર(parissodactyla)માં સમાવેશ કરાયેલાં છે. પ્રાણીસૃષ્ટિમાં વિવિધ પ્રાણીઓ પરસ્પર આંતરક્રિયા દ્વારા એક સમતોલ પ્રાણીસમાજની રચના કરે છે; ઉદાહરણ તરીકે, સહજીવન (symbiosis), પારસ્પરિક જીવન…
વધુ વાંચો >ભિન્નતા
ભિન્નતા (variation) : એક જ જાતના હોવા છતાં તેના કોઈ પણ બે સભ્યો વચ્ચે અમુક અંશે દેખાતી વિવિધતા. સજીવોના શરીરમાં આવેલા જુદા જુદા પ્રકારનાં જનીન સંકુલો, સજીવના વિકાસ દરમિયાન સંકળાયેલો પાર્યાવરણિક તફાવત, ભૌગોલિક વિસ્તાર, આનુવંશિકતાની ક્રિયાવિધિ, અલગીકરણ (isolation) એમ અનેક કારણોસર ભિન્નતા ઉદભવે છે. ભિન્નતા પ્રત્યે સૌપ્રથમ ધ્યાન સજીવોની ઉત્ક્રાંતિના…
વધુ વાંચો >