બૅસી, ઍગસ્ટિનો મારિયા (જ. 1773, ઇટાલી; અ. 1856) : જાણીતા જીવવિજ્ઞાની અને જીવાણુવિજ્ઞાની. તેમણે પૅવિયા ખાતે અભ્યાસ કર્યો. પ્રાણીજગતના રોગો વિશે તેમણે જે સંશોધનકાર્ય કર્યું તેમાં લૂઇ પૅશ્ચર તથા રૉબર્ટ કૉકની કામગીરીના અંશત: પૂર્વસંકેત સાંપડી રહે છે.

1835માં તેમણે પુરવાર કર્યું હતું કે રેશમના કીડાનો ઉદભવ ફૂગ રૂપે થાય છે અને તે ચેપી હોય છે. તેમણે એ પણ પ્રતિપાદિત કર્યું કે બીજા કેટલાય રોગો અતિસૂક્ષ્મ જંતુઓ દ્વારા જ પ્રસરે છે.

મહેશ ચોકસી