Warfare
રિવૉલ્વર
રિવૉલ્વર : જુઓ બંદૂક.
વધુ વાંચો >રિહગ્વે, મેથ્યૂ બંકર
રિહગ્વે, મેથ્યૂ બંકર (જ. 3 માર્ચ 1895, ફૉર્ટ મનરો, વર્જિનિયા; અ. 1993) : અમેરિકન લશ્કરના ચીફ-ઑવ્-સ્ટાફ. 1917માં તે અમેરિકન મિલિટરી અકાદમીમાંથી સ્નાતક થયા અને તેમની પ્રથમ 25 વર્ષની મિલિટરી કારકિર્દી દરમિયાન અધિકારીના દરજ્જા મારફત ક્રમશ: સ્ટાફમાં નિમણૂક પામ્યા. 1943ના જુલાઈમાં સિસિલીના આક્રમણ દરમિયાન તેમને યુદ્ધમાં પ્રથમ અમેરિકન વિમાની હુમલાના આયોજન…
વધુ વાંચો >રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન
રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન (જ. 12 ડિસેમ્બર 1875, એસ્ચેર્સ્લેબેન, મેગ્ડેબર્ગ, જર્મની; અ. 24 ફેબ્રુઆરી 195૩, હૅનોવર) : જર્મન ફીલ્ડ-માર્શલ. તેઓ જર્મન લશ્કરી અધિકારી કૉરના પિતા સમાન અને હિટલરના વડપણ હેઠળના પ્રશિયન જનરલોની જૂની પરંપરાના છેલ્લા અધિકારી હતા. ઉમરાવ પરિવારમાં જન્મ. ઇમ્પીરિયલ આર્મીમાં અધિકારીનો દરજ્જો પામ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે…
વધુ વાંચો >રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન
રૉકોસોવ્સ્કી, કૉન્સ્ટાન્ટિન (જ. 21 ડિસેમ્બર 1896, વેલિકિય લુકી, રશિયા; અ. 3 ઑગસ્ટ 1968) : સોવિયેત યુનિયનના માર્શલ. પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તે ઝારિસ્ટ લશ્કરમાં જોડાયા. 1917ની ક્રાન્તિ દરમિયાન તેઓ રેડ ગાર્ડમાં જોડાયા. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે સામ્યવાદી પક્ષમાં તેમને નિમણૂક મળી અને માર્શલનો હોદ્દો પ્રાપ્ત કર્યો (1944). બીજા વિશ્વયુદ્ધ…
વધુ વાંચો >રૉમેલ, અર્વિન
રૉમેલ, અર્વિન (જ. 15 નવેમ્બર 1891, વુર્ટેમ્બર્ગ હિડેનહિમ; અ. 14 ઑક્ટોબર 1944, હેરલિંગેન) : વિરલ, હિંમતવાન અને બાહોશ જર્મન સેનાપતિ. એક શિક્ષકનો પુત્ર. તે 1910માં માત્ર 19 વર્ષની વયે સૈન્યમાં જોડાયો, 1912માં લેફ્ટનન્ટ બન્યો. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તે 23 વર્ષનો હતો. પાયદળ ટુકડીમાં પોતાની કાબેલિયતને કારણે બહાદુરી માટેનો ‘આયર્ન-ક્રૉસ’ તેણે…
વધુ વાંચો >લશ્કરી કવાયત
લશ્કરી કવાયત : લશ્કરના સૈનિકો દ્વારા એકસાથે કરવામાં આવતું શિસ્તબદ્ધ સામૂહિક સંચલન. તેના અનેક ઉદ્દેશો હોય છે. સૈનિકી વ્યાયામનો તે એક પ્રકાર હોય છે. સૈનિક માટે શારીરિક તંદુરસ્તી એક અત્યંત મહત્વની બાબત ગણવામાં આવે છે. સંપૂર્ણ શારીરિક તંદુરસ્તી વગર કોઈ પણ લશ્કર દુશ્મનનો સામનો કરી શકે નહિ તથા આત્મરક્ષણ પણ…
વધુ વાંચો >લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ
લૉરેન્સ, ટૉમસ એડ્વર્ડ (જ. 15 ઑગસ્ટ 1888, ટ્રેમૅડૉક, કૉર્નેર્વોન્શાયર, વેલ્સ; અ. 19 મે 1935, ક્લાઉડ્ઝ હિલ, ડૉર્સેટ, ઇંગ્લૅન્ડ) : લશ્કરી વ્યૂહરચનાના નિષ્ણાત અને યુદ્ધસમયે દંતકથારૂપ બની ગયેલા અંગ્રેજ વાયુદળના અફસર, જાંબાઝ સાહસવીર, શિલ્પસ્થાપત્યના અભિજ્ઞ સંશોધક અને પુરાતત્ત્વવિદ, ‘લૉરેન્સ ઑવ્ અરેબિયા’ તરીકે નામના પામેલા અંગ્રેજ લેખક. તેઓ ખાડીના દેશોના જાણકાર અને…
વધુ વાંચો >વિજય
વિજય : નિર્ણાયક યુદ્ધમાં શત્રુપક્ષને સંપૂર્ણપણે પરાસ્ત કરવા પાછળનો મુખ્ય હેતુ. કેટલાંક યુદ્ધો એવાં હોય છે કે જેમાં કોઈ નિર્ણાયક પરિણામ આવતાં પહેલાં જ બંને પક્ષોની સમજૂતીથી યુદ્ધનો અંત લાવવામાં આવે છે અને તેમાં વિજય કે પરાજયની બાબત અનિર્ણીત રહે છે. આ પરિસ્થિતિ મહદ્અંશે યુદ્ધ-તહકૂબી અથવા યુદ્ધબંધી માટેના લિખિત અથવા…
વધુ વાંચો >વિનાશિકા
વિનાશિકા : સમુદ્રમાં થતા યુદ્ધ દરમિયાન ઉપયોગમાં લેવાતું લડાયક જહાજ. તેનું મુખ્ય કાર્ય મોટાં લડાયક જહાજો તથા વ્યાપારી વહાણોને શત્રુ પક્ષના આક્રમણથી રક્ષણ આપવાનું હોય છે. વળી તેને દુશ્મનના દરિયાકાંઠાના વિસ્તાર પર બૉંબમારો કરવાનું; દરિયામાં આવાગમન કરતાં અને મુશ્કેલીમાં મુકાતાં મિત્ર-પક્ષનાં જહાજોને રાહત આપવાનું તથા મિત્રપક્ષનાં જળ-સ્થળ/ઉભયચારી વિમાનોને અવતરણ દરમિયાન…
વધુ વાંચો >વિમાનવાહક જહાજ
વિમાનવાહક જહાજ : લડાયક વિમાનોને વહન કરી તેનાં ઉડ્ડયન અને ઉતરાણને શક્ય અને સહેલું બનાવનારું અત્યંત શક્તિશાળી જહાજ. તેનો સૌથી ઉપલો માળ વિશાળ સપાટી ધરાવતી વિમાનપટ્ટી (air strip) ધરાવતો હોવાથી તે ‘ફ્લૅટ ટૅપ્સ’ (flat-taps) અથવા ‘ફ્લૅટ ડેક’ (flat-deck) નામથી પણ ઓળખાતાં હોય છે. વિશ્વમાં સૌથી પહેલું વિમાનવાહક જહાજ 1925માં અમેરિકાએ…
વધુ વાંચો >