Warfare

બેયોનેટ

બેયોનેટ : પાયદળ સૈનિકની બંદૂકની નળીના મોઢા પર બેસાડવામાં આવતું ખંજર જેવું હથિયાર. સામસામી લડાઈ દરમિયાન તેનો ઉપયોગ થાય છે. બંદૂકની સાથે હોવાથી બેયોનેટ એ એક વધારાનું હથિયાર ગણવામાં આવે છે. 1490માં ફ્રાન્સના બાયોને નગરમાં તેનો આવિષ્કાર થયેલો હોવાથી આ હથિયાર બાયોનેટ નામથી જાણીતું થયું છે. મૂળ તેની લંબાઈ એક…

વધુ વાંચો >

બોઅર યુદ્ધો

બોઅર યુદ્ધો : દક્ષિણ આફ્રિકામાં અંગ્રેજો અને બોઅરો વચ્ચે થયેલાં યુદ્ધો. ઈ.સ. 1815ના વિયેના-સંમેલનમાં થયેલી સમજૂતી મુજબ ઇંગ્લૅન્ડને દક્ષિણ આફ્રિકાનું કેપ કૉલોની નામનું ડચ સંસ્થાન મળ્યું હતું. ત્યાં રહેતા ડચ ખેડૂતો બોઅરો કહેવાતા. તેમને અંગ્રેજોની સત્તા હેઠળ રહેવાનું પસંદ ન હોવાથી, તેમણે પોતાની ડચ સંસ્કૃતિનું રક્ષણ કરવા ત્યાંથી સ્થળાંતર કરી,…

વધુ વાંચો >

બૉમ્બ

બૉમ્બ : વિસ્ફોટ દ્વારા વિનાશ વેરતું શસ્ત્ર. તે વિસ્ફોટક દ્રવ્ય, સળગી ઊઠે તેવા પદાર્થો, અથવા વાયુ ધરાવતું એવું પાત્ર હોય છે કે જેને સીધું પડવા દઈને, દૂર ફેંકીને અથવા એક જગાએ ગોઠવીને તેની સાથે જોડેલી વિસ્ફોટક કળ (exploding device) વડે ફોડી શકાય છે. બૉમ્બની ડિઝાઇન તેના વપરાશ – આતંકવાદીઓ કે…

વધુ વાંચો >

ભાલો

ભાલો : પાયદળ અને ઘોડેસવાર સૈનિકોનું પ્રાચીન અને પરંપરાગત શસ્ત્ર. સંસ્કૃત શબ્દ ‘ભલ્લા’ (ભાલાનું પાનું) પરથી ‘ભાલો’ અથવા ‘ભાલું’ શબ્દ ઊતરી આવ્યો છે. ભાલો એ એકમાત્ર એવું શસ્ત્ર છે જેની મૂળ બનાવટમાં કોઈ ફેરફાર થયેલ નથી. ભાલાના ત્રણ ભાગ હોય છે : (1) ભાલાનું માથું કે ઉપરનો ભાગ જે સામાન્ય…

વધુ વાંચો >

મશીનગન

મશીનગન : એક યાંત્રિક શસ્ત્ર. તે જલદ ગતિએ ગોળાબારુદ છોડીને દુશ્મન પર સતત મારો કરી શકે છે. જ્યાં સુધી આ શસ્ત્રમાંનો ઘોડો દબાવી રાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી ગોળીઓ છૂટ્યા જ કરે છે. એક કરતાં વધુ નાળ ધરાવતી મશીનગનની સર્વપ્રથમ શોધ 1718માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. ત્યારબાદ 1862માં રિચર્ડ ગૅટલિંગ જે…

વધુ વાંચો >

માણેકશા (ફીલ્ડ માર્શલ)

માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન…

વધુ વાંચો >

માનસિક યુદ્ધ

માનસિક યુદ્ધ : પોતાના સૈનિકો તથા આમ પ્રજાનો જુસ્સો વધારવા તથા શત્રુપક્ષના સૈનિકો અને તેના હસ્તકની પ્રજાનો જુસ્સો છિન્નભિન્ન કરવા માટે યોજાતી યુક્તિઓ. તેની પાછળ મુખ્ય ધારણાઓ હોય છે કે જે પ્રજા કે જે લશ્કરની ધૈર્યભાવના કે ચારિત્ર્યબળ ઊંચું હોય તે જ પ્રજા કે લશ્કર વાસ્તવિક યુદ્ધમાં વિજય મેળવવા સમર્થ…

વધુ વાંચો >

મિસાઇલ

મિસાઇલ : રૉકેટ-સંચાલિત બૉમ્બની જેમ ઊડતું પ્રક્ષેપાસ્ત્ર. કેટલાંકનો આકાર રૉકેટ જેવો હોય છે તો કેટલાંક વિસ્ફોટકોથી સુસજ્જ રૉકેટો ધરાવતાં હોય છે. માનવરહિત મિસાઇલો સ્વયંસંચાલિત હોય છે, જે પોતાનાં નિર્ધારિત લક્ષ્યો પર ધસી જતાં હોય છે. કેટલાંક મિસાઇલો હાલતાંચાલતાં નિશાનોનો પીછો કરી તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવતાં હોય છે. કેટલાંક મિસાઇલો…

વધુ વાંચો >

મૉડેલ, વાલ્ટર

મૉડેલ, વાલ્ટર (જ. 1891; અ. 21 એપ્રિલ 1945) : જર્મનીના નાઝી લશ્કરના બાહોશ સેનાપતિ અને હિટલરના વિશ્વાસુ સાથી. નાઝી શાસન હેઠળ લશ્કરના જે અધિકારીઓને ઉચ્ચ હોદ્દાઓ પર વિશેષ બઢતીઓ આપવામાં આવી હતી તેમાં જનરલ મૉડેલનો સમાવેશ થયો હતો. લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે તેમની કારકિર્દી બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ધ્યાનાર્હ રહી…

વધુ વાંચો >

મૉન્ટકામ, લૂઈ જોસેફ

મૉન્ટકામ, લૂઈ જોસેફ (જ. 28 ફબ્ર્રુઆરી 1712, કેન્ડિયાક, દક્ષિણ ફ્રાન્સ; અ. 14 સપ્ટેમ્બર 1759) : ફ્રાન્સના મેજર જનરલ, ઉમરાવના પુત્ર. 15 વર્ષની ઉંમરે પાયદળમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયા. 17મા વર્ષે કૅપ્ટન બન્યા, 6 વર્ષ બાદ તેમને ઉમરાવપદ મળ્યું. તે સાથે વારસામાં ભારે દેવું પણ મળ્યું. જોકે લગ્ન પછી આર્થિક સ્થિતિ…

વધુ વાંચો >