Warfare

ફરસી

ફરસી : પ્રાચીન કાળથી યુદ્ધમાં વપરાતું પરંપરાગત શસ્ત્ર. તે કુહાડીના ઘાટનું લાંબા હાથાવાળું હોય છે. તેનું પાનું મુખ્યત્વે પોલાદનું અને હાથો લાકડાનો હોય છે. શત્રુ પર સહેજ દૂરથી ઘા થઈ શકે તે માટે તેનો હાથો કુહાડીના હાથા કરતા લાંબો રાખવામાં આવે છે. શત્રુ પર જીવલેણ હુમલો થઈ શકે તે માટે…

વધુ વાંચો >

ફ્રિગેટ

ફ્રિગેટ : વળાવિયા તથા ચોકિયાત તરીકે તથા દુશ્મનનાં જહાજો ઉપર અચાનક છાપો મારવા માટે વપરાતું પ્રમાણમાં નાનું યુદ્ધજહાજ. સોળમી સદીમાં ભૂમધ્ય સમુદ્ર ઉપરના મોટાભાગના દેશોમાં આ નામનું જહાજ નાનાં, ઝડપી, હલેસાં અને સઢોથી ઝડપથી ખેપ કરતા યુદ્ધજહાજ તરીકે પણ ઓળખાતું. તે વિનાશિકા (destroyer) કરતાં નાનું, ઓછું શક્તિશાળી અને ઓછું ખર્ચાળ…

વધુ વાંચો >

બખ્તર

બખ્તર : યુદ્ધ દરમિયાન અથવા અન્યત્ર હુમલાથી બચવા પહેરાતું શરીરરક્ષક કવચ. પ્રાચીન કાળમાં લાકડીના માર કે કુહાડા જેવા સાધનથી અપાતા ફટકાની તીવ્રતા ઘટાડવા માટે લોકો પ્રાણીઓની ખાલ પહેરતા. ત્યારબાદ યુદ્ધભૂમિ પર શત્રુના સૈનિકોના સામસામા સશસ્ત્ર હુમલાથી બચવા માટે સૈનિકો બખ્તર પહેરવા લાગ્યા. માણસની સંહારક શક્તિમાં જેમ જેમ વધારો થતો ગયો…

વધુ વાંચો >

બખ્તરિયાં વાહન

બખ્તરિયાં વાહન : શત્રુના હુમલા સામે રક્ષણ આપતાં બખ્તર ધરાવતાં વાહન. રણગાડી, લશ્કરનાં મોટર-વાહનો, નૌકાદળનાં જહાજો, લડાયક વહાણો  વગેરેના સંરક્ષણનો તેમાં સમાવેશ થાય છે. શત્રુ સામે યુદ્ધમાં ઉતારવા માટે ખાસ બનાવેલાં સ્વયસંચાલિત અથવા અન્ય વાહનો પર ધાતુનાં પતરાં બેસાડી તેમને શત્રુના હુમલાની અસરમાંથી મુક્ત રાખવામાં આવે છે ત્યારે તે વાહનોને…

વધુ વાંચો >

બરછી

બરછી : ભાલા જેવું પણ ભાલા કરતા કદમાં અને લંબાઈમાં નાનું પરંપરાગત હથિયાર. તે ધરાવનારને બરછીવાળો અથવા બરછીધારી સૈનિક તરીકે ઓળખવામાં આવે છે. તેનું ફળું મોટું અને લાકડીને છેડે જડેલું હોય છે; શત્રુ પર ઘોંચવાનો તેનો ભાગ તીર જેવો અણીદાર હોય છે અને તે પોલાદનું બનેલું હોય છે. નજીકથી હુમલો…

વધુ વાંચો >

બરાક, એહુદ

બરાક, એહુદ (જ. 1942, મિશમાર હાશરોન કૃષિ વસાહત) : ઇઝરાયલના બાહોશ લશ્કરી અધિકારી, પૂર્વ સેનાધ્યક્ષ તથા રાજકીય મુત્સદ્દી. ફરજિયાત લશ્કરી કાયદા (conscription) હેઠળ 1959માં દેશના લશ્કરમાં સૈનિક તરીકે જોડાયા ત્યારથી 1994 સુધીની કારકિર્દી દરમિયાન અનેક મહત્વનાં પદો પર કામ કર્યું, દા.ત., ટૅન્ક બ્રિગેડ કમાન્ડર, બખ્તરબંધ પાંખના ડિવિઝન કમાન્ડર, દેશની ખુફિયા…

વધુ વાંચો >

બંદૂક

બંદૂક : ખભાનો ટેકો લઈ ધાર્યા નિશાન પર ગોળીબાર કરવા માટેનું શસ્ત્ર. જુદા જુદા હેતુઓ માટે તેનો ઉપયોગ થતો હોય છે; દા.ત., લશ્કર, પોલીસ દળ અને અન્ય અર્ધલશ્કરી દળો તેનો ઉપયોગ હુમલો કરવા માટે અથવા તોફાને ચડેલા ટોળાને કાબૂમાં લેવા માટે કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો તેનો ઉપયોગ પ્રાણીઓનો…

વધુ વાંચો >

બંદૂકનો દારૂ

બંદૂકનો દારૂ (gun powder) : બંદૂકો અને તોપો ફોડવા માટે સૌપ્રથમ ઉપયોગમાં લેવાયેલ સ્ફોટક પદાર્થ. તે ‘શ્યામચૂર્ણ’ (black powder) તરીકે ઓળખાતો. આલ્ફ્રેડ નોબેલે 1863માં પ્રવાહી નાઇટ્રોગ્લિસરીનનો ખડકો ફોડવા માટે ઉપયોગ કર્યો ત્યાં સુધી આ એક જ વિસ્ફોટક હતો. તે ઘણુંખરું 75 % સૉલ્ટ પીટર (પોટૅશિયમ નાઇટ્રેટ), 15 % કોલસો (charcoal)…

વધુ વાંચો >

બાર્બી, ક્લૉસ

બાર્બી, ક્લૉસ (જ. 1913, બૅડ ગૉડઝ્બર્ગ, જર્મની; અ. 1991) : વિવાદાસ્પદ બનેલા નાઝી નેતા. તેઓ લિયૉનના હત્યારા તરીકે પણ ઓળખાય છે. 1931માં તેઓ ‘હિટલર યૂથ’ નામે ઓળખાતા જૂથમાં જોડાયા. તેઓ નેધરલૅન્ડ્ઝ, રશિયા અને છેલ્લે લિયૉન ખાતે ‘ગેસ્ટાપો’ માટે કામગીરી બજાવતા હતા. આ બધાં સ્થળોએથી તેઓ હજારો લોકોને ઑસ્વિચના કૅમ્પ ખાતે…

વધુ વાંચો >

બેટૅલિયન

બેટૅલિયન : પાયદળનું પાયાનું સશસ્ત્ર વ્યૂહાત્મક તથા વહીવટી ઘટક. ચારથી પાંચ કંપનીઓ ધરાવતું લશ્કરી સંગઠન બેટૅલિયન કહેવાય તથા ઓછામાં ઓછી બે પણ ક્યારેક ચારથી પાંચ બેટૅલિયન ધરાવતા સશસ્ત્ર લશ્કરી સંગઠનને બ્રિગેડ કહેવામાં આવે છે, જેમાં આશરે પાંચ હજાર જેટલા સૈનિકો હોય છે. બેટૅલિયનમાં કેટલા સૈનિકો રાખવા તેનો નિર્ણય તેને યુદ્ધના…

વધુ વાંચો >