Warfare
જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >ટૅન્ક
ટૅન્ક : પોલાદના અત્યંત મજબૂત બખ્તરી આવરણવાળી રણગાડી. તે ત્વરિત ગતિએ સ્થળાંતર કરનાર, લોખંડી ચક્રોને સમાંતર અને અનંત પાટા ઉપર ગતિ આપનાર, મોટા જથ્થામાં શક્તિશાળી દારૂગોળાને દૂરના કે નજીકના ધાર્યા નિશાન ઉપર પ્રહાર કરીને ફેંકનાર, મોટા નાળચાવાળી તોપને યુદ્ધભૂમિમાં સહેલાઈથી આમતેમ ફેરવનાર લશ્કરી વાહન છે. ત્રણ કે ચાર સૈનિકો દ્વારા…
વધુ વાંચો >ટેરી, એડવર્ડ
ટેરી, એડવર્ડ (જ. 1590, કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 8 ઑક્ટોબર 1660, ગ્રીનફર્ડ) : અંગ્રેજ પ્રવાસી. 1614માં વિદેશનો પ્રવાસ શરૂ કર્યો. લંડનની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનાં લશ્કરી વહાણોના કાફલાના વડા તરીકે 1615–1616માં ભારત આવેલો. મુઘલ વંશની પાદશાહતના દરબારમાંના એલચી સર ટૉમસ રોની ભલામણથી તે લશ્કરી પલટણનો વડો નિમાયો. તેણે ભારત-ભ્રમણ કરેલું. માંડવામાં પડાવ…
વધુ વાંચો >ટોકુગાવા
ટોકુગાવા : જાપાનનું એક શાસક કુટુંબ. 1192માં જાપાનના શહેનશાહે મિનામોટો યોરીટોમો નામના એક શક્તિશાળી લશ્કરી સેનાપતિને ‘શોગુન’(દેશરક્ષક)નો ઇલકાબ આપી તેને દેશના વહીવટ અને રક્ષણનું કામ સોંપ્યું હતું. એ પછી ‘શોગુન’ની સત્તા અને પ્રભાવ વધવા લાગ્યાં. એનો ઇલકાબ વંશપરંપરાનો બન્યો. યોરીટોમો પછી આશિકાગા અને હિદેયોશી નોંધપાત્ર શોગુનો થયા. 1603માં હિદેયોશીને દૂર…
વધુ વાંચો >ટોજો, હિડેકી
ટોજો, હિડેકી (જ. 30 ડિસેમ્બર 1884, ટોકિયો; અ. 23 ડિસેમ્બર 1948, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાનના વડાપ્રધાન અને લશ્કરના સેનાપતિ. લશ્કરી સ્ટાફ કૉલેજમાંથી 1915માં ઉત્તીર્ણ થયા હતા. તે ચુસ્ત અને કુશળ વહીવટકર્તા તથા યુદ્ધક્ષેત્રના કાબેલ સેનાપતિ હતા. 1937માં મંચૂરિયામાંના ક્વાન્ટુંગ લશ્કરના તે સેનાપતિ હતા. પૂર્વ એશિયામાં જાપાને જરૂર પડે…
વધુ વાંચો >ટૉર્પીડો
ટૉર્પીડો : નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે 30થી 40 નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા 3,500થી 9,000 મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી…
વધુ વાંચો >ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ
ટ્રફેલ્ગરનું નૌકાયુદ્ધ (21 ઑક્ટોબર 1805) : યુરોપમાં થયેલાં નેપોલિયનનાં યુદ્ધોમાં મહત્વનું નિર્ણાયક નૌકાયુદ્ધ. આ યુદ્ધને પરિણામે સો વર્ષથી પણ વધારે સમય સુધી બ્રિટને નૌકાદળને ક્ષેત્રે પોતાની સર્વોપરીતા સ્થાપિત કરી રાખી. સ્પેનની ટ્રફેલ્ગર ભૂશિરની પશ્ચિમે કેડિઝ બંદર અને જિબ્રાલ્ટરની સામુદ્રધુની વચ્ચે લડાયેલા આ યુદ્ધમાં ફ્રેંચ ઍડ્મિરલ પિયેર દ વીલનવના નેતૃત્વ હેઠળ…
વધુ વાંચો >ટ્રુડો, પિયર એલિયટ
ટ્રુડો, પિયર એલિયટ (જ. 18 ઑક્ટોબર 1919, મૉન્ટ્રિયલ, કૅનેડા; અ. 28 સપ્ટેમ્બર, 2000) : કૅનેડાના વિખ્યાત મુત્સદ્દી તથા વડાપ્રધાન. ફ્રેન્ચ તથા સ્કૉટિશ કુળના પિતા ચાર્લ્સ-એમિલી ટ્રુડો તથા માતા ગ્રેસ એલિયટના આ પુત્રનો ઉછેર સમૃદ્ધ કુટુંબમાં, ફ્રેન્ચ અને અંગ્રેજી દ્વિભાષી તથા દ્વિસાંસ્કૃતિક વાતાવરણમાં થયો હતો. કૅનેડાની મૉન્ટ્રિયલ યુનિવર્સિટીમાંથી 1943માં કાયદાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર…
વધુ વાંચો >ટ્રૂમૅન, હૅરી
ટ્રૂમૅન, હૅરી (જ. 8 મે 1884, લામાર, યુ.એસ.; અ. 26 ડિસેમ્બર 1972, કૅન્સાસ સિટી, યુ.એસ.) : અમેરિકાનાં સંયુક્ત રાજ્યોના 33મા પ્રમુખ. 1945થી 1953 સુધી પદ પર. જ્હૉન ઍન્ડરસન અને માર્થા એલન ટ્રૂમૅનનાં ત્રણ સંતાનો પૈકીના સૌથી મોટા પુત્ર. શરૂઆતનું શિક્ષણ ઇન્ડિપેન્ડન્સ (કૅન્સાસ) ખાતે, ર્દષ્ટિની ખામી, ઓછી ઊંચાઈ અને અનાકર્ષક દેખાવને…
વધુ વાંચો >ડ્રેક, ફ્રાન્સિસ
ડ્રેક, ફ્રાન્સિસ (જ. 1540/43, તાવિયેસ્ક; અ. 28 જાન્યુઆરી 1596, પોર્ટબેલો, પનામા) : એલિઝાબેથ યુગનો ઇંગ્લૅન્ડનો રાષ્ટ્રવીર, કાબેલ નૌકાધિપતિ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અંગ્રેજ વહાણવટી. તેનો જન્મ ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ પંથી અને કૅથલિકવિરોધી ખેડૂત પિતાને ત્યાં થયો હતો. તેર વરસની વયે એપ્રેન્ટિસ તરીકે સમુદ્રની ખેપમાં જોડાયેલ. તે 1566માં કેપ વર્ડે તથા…
વધુ વાંચો >