Urdu literature

શાહ, ઇનાયત સૂફી

શાહ, ઇનાયત સૂફી (જ. 1656, મુલતાન, હાલ પાકિસ્તાનમાં; અ. 7 જાન્યુઆરી 1718) : ઝોકમિરાનપુર. સિંધના શાહ ઇનાયત તરીકે જાણીતા સૂફી કવિ. એક સમયે મુલતાન પર શાસન કરનાર લંગાહ પરિવારના મખ્દૂમ ફઝ્લ અલ્લાહના પુત્ર. તેમનો પરિવાર તત્કાલીન મુઘલ સૂબેદારે આપેલી જમીન પર બાથોરો (મિરાનપુર) ખાતે પાછળથી સ્થાયી થયેલો. ઇનાયતે મિરાનપુરમાં ફારસી…

વધુ વાંચો >

શાહ, હાતિમ

શાહ, હાતિમ (જ. 1691, દિલ્હી; અ. 1787, દિલ્હી) : ઉર્દૂ કવિ અને સંત. તેમનું ખરું નામ શેખ જહુર-ઉદ્-દીન ફતેહ-ઉદ્-દીન હતું. ‘હાતિમ’ તેમનું તખલ્લુસ છે. તેથી તેઓ ‘શાહ હાતિમ’ના નામથી વધુ જાણીતા હતા. તેઓ સાધનસંપન્ન પરિવારમાં જન્મ્યા હોવાથી યુવાનીમાં તેમણે વૈભવી જીવન ગુજાર્યું. તેઓ દિલ્હી દરબારના અમીર મલિકખાનના ધંધાદારી સૈનિક હતા…

વધુ વાંચો >

શિબ્લી, નુમાની

શિબ્લી, નુમાની (જ. 1857, બિન્દોલ, જિ. આઝમગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1914, અલીગઢ) : ઉર્દૂ અને ફારસીના પ્રખર વિદ્વાન લેખક અને કવિ. તેમનું મૂળ નામ મોહંમદ હબીબુલ્લાહ શિબ્લી હતું. ‘નુમાની’ તખલ્લુસ રાખવાને કારણે તેઓ શિબ્લી નુમાની તરીકે ઓળખાયા. તેમના પિતા જાણીતા વકીલ હતા. શિબ્લીએ મૌલવી શકરુલ્લાહ પાસે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ આઝમગઢમાં…

વધુ વાંચો >

શેખ, અલી મહાઈમી

શેખ, અલી મહાઈમી (અ. ઈ. સ. 1431) : અરબી કુળનો વિદ્વાન. તેનું નામ અલી બિન અહમદ મહાઈમી હતું. તેણે કુરાન ઉપર વિવેચન કરતો ગ્રંથ ‘તબસિરુર-રહમાન વા તયસિરુલ-મન્નાન’ (અથવા તક્સિરે-રહમાની) લખ્યો છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શેખ, ગુલામ મુહમ્મદ

શેખ, ગુલામ મુહમ્મદ : જૂનાગઢના બાબી શાસન સમયનો સ્થાનિક ઉર્દૂ તવારીખકાર. જૂનાગઢમાં બાબીઓનું સ્વતંત્ર શાસન સ્થપાતાં ત્યાં વિવિધ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો અને બ્રિટિશ સમયમાં ત્યાં ઉર્દૂ ભાષામાં રચનાઓ થઈ. તેમાં શેખ ગુલામ મુહમ્મદનો ફાળો વિશેષ હતો. તેમણે ઉર્દૂમાં ‘મિરાતે મુસ્તફાબાદ’ તથા ‘મિરાતે મોહમદી’ અને ગુજરાતીમાં ‘જૂનાગઢનો ઇતિહાસ’ લખ્યા છે. સોરઠનો…

વધુ વાંચો >

શૈદા, મુહમ્મદ આરિફ (મુલ્લા)

શૈદા, મુહમ્મદ આરિફ (મુલ્લા) (જ. ? ફતેહપુર સિક્રી, અ. 1669) : મુઘલ શહેનશાહ જહાંગીરના સમયના કવિ. મુલ્લા મુહમ્મદ આરિફ શૈદાના પિતા ઈરાનના મશહદ નગરથી હિંદ આવીને વસ્યા હતા. તેમનો સંબંધ પ્રખ્યાત તકલૂ કબીલા સાથે હતો. તેઓ શરૂઆતમાં ફતેહપુરમાં એક અમીરની સેવામાં રહ્યા હતા. તેમનું નિવાસસ્થાન કવિઓનું મિલનસ્થાન હતું. જોકે શરૂઆતમાં…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સક્સેના, રામબાબુ

સક્સેના, રામબાબુ (જ. 1897, બરેલી; અ. 1957) : ઉર્દૂના લેખક. તેઓ વિદ્વાનો તથા કવિઓના જાણીતા પરિવારમાં જન્મ્યા હતા. તેમનું અંગ્રેજીનું જ્ઞાન વિશાળ હતું. અરબી અને ઉર્દૂના પણ તેઓ ઉત્તમ જ્ઞાતા હતા. ‘મૉડર્ન ઉર્દૂ પોએટ્રી’ નામના અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તકમાં આધુનિક ઉર્દૂ કવિઓની વિગતે છણાવટ છે. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે મીર વિશે…

વધુ વાંચો >

સઘર નિઝામી

સઘર નિઝામી (જ. 1905, અલીગઢ; અ. 1984) : ઉર્દૂ કવિ અને પત્રકાર. તેમનું ખરું નામ મોહમ્મદ સમદ યાર ખાન સરદાર મોહમ્મદ અહમદ યાર ખાન હતું. તેમના દાદા નવાબ મોહમ્મદ અબ્દુર રહેમાન ખાન હરિયાણામાં ઝજ્જારના સૂબા હતા, જે 1857ના બળવામાં શહીદ થયા હતા. સઘર નિઝામીને અલીગઢમાં ખાનગી રીતે ઘેરબેઠાં શિક્ષણ મળેલું…

વધુ વાંચો >

સજ્જાદ હૈદર, યલદ્દમ

સજ્જાદ હૈદર, યલદ્દમ (જ. 1880, લખનૌ; અ. 11 એપ્રિલ 1943, લખનૌ) : ઉર્દૂ ગદ્યના શ્રેષ્ઠ શૈલીકાર અને ઉર્દૂ ટૂંકી વાર્તાના અગ્રયાયી. તેમણે 1901માં અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. 1904થી 1907 તેઓ બગદાદ ખાતે બ્રિટિશ કૉન્સલમાં તુર્કીના દુભાષિયા તરીકે અને 1908થી 1914 સુધી અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ સુલતાન અમીર યાકુબખાનના આસિસ્ટન્ટ પોલિટિકલ…

વધુ વાંચો >