Urdu literature
મિર્ઝા ખાન દાગ દહેલ્વી
મિર્ઝા ખાન દાગ દહેલ્વી (જ. 25 મે 1831, દિલ્હી; અ. 17 માર્ચ 1905, હૈદરાબાદ) : ઉર્દૂના ખ્યાતનામ કવિ. તેમનું નામ મિર્ઝાખાન નવાબ હતું. તેમના પિતા શમ્સુદ્દીનખાન નવાબ, લોહારૂ રિયાસતના નવાબ ઝિયાઉદ્દીનખાનના ભાઈ હતા. દાદાનું નામ એહમદહુસેન ખાન નવાબ હતું. દાગ દહેલ્વી રાજવી કુટુંબના નબીરા હતા. 7 વર્ષની ઉંમરે, તેમના પિતાના…
વધુ વાંચો >મિર્ઝા, ગાલિબ
મિર્ઝા, ગાલિબ : જુઓ ગાલિબ, અસદુલ્લાહખાન મિર્ઝા.
વધુ વાંચો >મિર્ઝા, ફરહતુલ્લા બેગ
મિર્ઝા, ફરહતુલ્લા બેગ (જ. 1884, દિલ્હી; અ. 27 એપ્રિલ 1947, હૈદરાબાદ) : ઉર્દૂ ગદ્યકાર અને હાસ્યલેખક. તેમણે ‘મૌલવી નઝીર એહમદ કી કહાની, કુછ ઉનકી કુછ મેરી ઝુબાની’ નામનો લેખ 1927માં લખીને ઉર્દૂમાં ખાકા-નિગારી(રેખાચિત્રો)નો પ્રારંભ કર્યો હતો. તેમના વડવા મુઘલ સમ્રાટ શાહઆલમ બીજાના સમયમાં તુર્કસ્તાનથી આવીને દિલ્હીમાં વસ્યા હતા. મિર્ઝાએ દિલ્હી…
વધુ વાંચો >મિર્ઝા મઝહર જાને જાનાન
મિર્ઝા મઝહર જાને જાનાન (જ. 3 માર્ચ 1699; અ. 7 જાન્યુઆરી 1781) : આ નામે જાણીતા સંત પુરુષ અને ઉર્દૂના આગવી શૈલીના કવિ. તેમનું નામ જાને જાં અને ઉપનામ ‘મઝહર’ હતું. તેમના પિતા મિર્ઝા જાને જાની (અ. 1717) ઔરંગઝેબના સમયમાં મનસબદાર અને ફારસી કવિ હતા. મિર્ઝા મઝહર અઢારમી સદીના ઉત્તર…
વધુ વાંચો >મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વા
મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વા (જ. 1858 લખનૌ; અ. 21 ઑક્ટોબર 1931) : ઉર્દૂ ભાષાના પ્રથમ પંક્તિના લેખક અને સાહિત્યકાર. તેઓ લખનઉના ઉચ્ચ કુટુંબના નબીરા હતા. તેમણે દેશવિદેશની શિક્ષણસંસ્થાઓમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું હતું. તેઓ રસાયણશાસ્ત્રના ખાસ અભ્યાસી હતા. તેમણે રૂરકી યુનિવર્સિટીમાંથી સિવિલ ઇજનેરીનો ડિપ્લોમા તથા એક અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી.…
વધુ વાંચો >મીર અનીસ
મીર અનીસ (જ. 1801, ફૈઝાબાદ; અ. 1874) : ઉર્દૂના ખ્યાતનામ મરસિયા-લેખક. આખું નામ મીર બબર-અલી અનીસ. તેમના પિતા મીર મુહમ્મદ મુસ્તહસન ખલીક પણ મરસિયા-લેખક હતા. પિતાની સાથે બાળપણમાં જ તેઓ લખનૌ જઈ વસ્યા હતા. તેમણે અરબી-ફારસી તથા ધાર્મિક ગ્રંથોના અભ્યાસની સાથે સાથે ઘોડેસવારીની તથા લશ્કરી તાલીમ પણ મેળવી હતી. તેમણે…
વધુ વાંચો >મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો)
મીર અમ્મન દેહલ્વી (ઓગણીસમો સૈકો) : ઉર્દૂ ગદ્યલેખક તથા કવિ અને ‘બાગ વ બહાર’ નામની દાસ્તાનના કર્તા. તેમનાં ઉપનામ ‘લુત્ફ’, ‘અમ્મન’ હતાં. તેમના વડવાઓ મુઘલ બાદશાહ હુમાયૂંના સમયથી રાજદરબારમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા. મીર અમ્મન દિલ્હીના છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહના સમયમાં થઈ ગયા. તેઓ દિલ્હીમાં જમીન-જાગીર ધરાવતા હતા, પરંતુ અહમદશાહ…
વધુ વાંચો >મીર ઝમીર
મીર ઝમીર [જ. –; અ. 18 જૂન 1865 (હિ. 23 મોહર્રમ 1282)] : ઉર્દૂના કવિ. તેમનું નામ મુઝફ્ફરહુસેન અને તેમનું કવિનામ ‘ઝમીર’ હતું. ઉર્દૂ સાહિત્ય-જગતમાં તે ‘મીર ઝમીર’ના નામે પ્રસિદ્ધ છે. તેમના પિતાનું નામ મીર કાદરહુસેન હતું. તેમની જન્મતારીખ વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. 10 વર્ષની નાની વયથી જ મીર…
વધુ વાંચો >મીર તકી મીર
મીર તકી મીર [1722, અકબરાબાદ (આગ્રા); અ. 1810] : મુહમ્મદ તકી મીર અથવા મીર તકી મીર ઉર્દૂ ભાષાના પ્રશિષ્ટ કવિઓમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા કવિ. તેમના જીવનનો સમકાલીન સમય દેશેમાં અવ્યવસ્થા અને અશાંતિનો હતો. સલ્તનતનો વિલય અને અંગ્રેજોના ઉદયનો એ જ કાળ હતો. તેમની નબળી કૌટુંબિક સ્થિતિ અને સમાજની દયનીય પરિસ્થિતિએ…
વધુ વાંચો >મીર તકી મીર (1954)
મીર તકી મીર (1954) : ઉર્દૂ લેખક ખ્વાજા અહમદ ફારૂકી(જ. 30 ઑક્ટોબર, 1917)નો અભ્યાસગ્રંથ. મીર તકી મીર વિશેનો આ સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ, વિસ્તૃત અને શ્રદ્ધેય ગ્રંથ લેખી શકાય; આ પૂર્વે કવિના જીવનકવન વિશે બહુ થોડા છૂટાછવાયા લેખો લખાયેલા મળે છે. પુસ્તકમાં પાંચ પ્રકરણો પાડવામાં આવ્યાં છે. પ્રથમ પ્રકરણમાં કવિનું જીવન તથા…
વધુ વાંચો >