Tamil literature
ઐંકુરુનૂરુ
ઐંકુરુનૂરુ : તમિળ ભાષાના સંઘકાલીન ગણાતા આઠ પૈકીનો એક પદ્યસંગ્રહ. આ સંગ્રહમાં 3થી 6 પંક્તિઓનાં 500 પદ સંગૃહીત છે. સંગ્રહના પાંચ વિભાગ છે. આ પદોના ક્રમશ: ઓરમ, પોગિયાર, અમ્મૂવનાર, કપિલર, ઓદલો આંદૈયાર અને વેયનાર છે. મંગલાચરણનાં પદ વેરુમ્દેવનારે રચ્યાં છે. કૂડલૂર કિળાર નામે કવિએ ભિન્ન ભિન્ન કવિઓનાં પદોનો સંગ્રહ કર્યો…
વધુ વાંચો >ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી)
ઓટ્ટ કૂત્તર (બારમી શતાબ્દી) : તમિળના મધ્યકાલીન કવિ. એમની અસાધારણ કવિત્વશક્તિને કારણે વિદ્વાનોએ એમને ‘કવિચક્રવર્તી’ તથા ‘સર્વજ્ઞકવિ’ જેવી ઉપાધિઓ આપેલી. એમની પ્રસિદ્ધ કાવ્યકૃતિઓમાં ‘ઇટ્ટિ એયુપંદુ’, ‘મૂવરઉલા’, ‘તક્કયાગ ભરણી’, ‘અરુંબૈ તોળ્ળાયિરમ્’, ‘ગાંગેયન નાળાવિર કોવૈ’, ‘કુલોતુંગન ચોળન પિપ્ળૈત્તમમિળ’ ઇત્યાદિ છે. ‘કમ્બ રામાયણમ્’ના ઉત્તરકાંડની રચના ઓટ્ટ કૂત્તરે કરી હતી એમ વિદ્વાનો માને છે.…
વધુ વાંચો >કન્નડ હસન
કન્નડ હસન (જ. 24 જૂન 1927, સિરુકુડલપટ્ટી, જિ. રામનાથપુર, તમિલનાડુ; અ. 17 ઑક્ટોબર 1981, શિકાગો, ઇલિનોઇસ, યુ.એસ.) : તમિળ ભાષાના અગ્રણી કવિ-નવલકથાકાર. તેમની નવલકથા ‘ચેરામન કદલી’ને 1980ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમને કોઈ પ્રકારનું વિધિસર શિક્ષણ મળ્યું ન હતું. તેમણે 17 વર્ષની વયે પ્રથમ કાવ્યની રચના કરી હતી.…
વધુ વાંચો >કપિલર
કપિલર : ઈ. પૂ. બીજી સદીથી ઈસવી સનની બીજી સદીની વચ્ચેના તમિળ સાહિત્યના સંગમકાળના પ્રસિદ્ધ કવિ. કુશાગ્ર બુદ્ધિને કારણે નાની વયમાં જ તેમણે તમિળ સાહિત્ય તથા વ્યાકરણ વિશે સારું જ્ઞાન મેળવ્યું હતું. ત્રીજા સંઘના સભ્ય તરીકે એમને અવ્વેયાર અને ભરણર જેવા મહાન કવિઓ સાથે ઘનિષ્ઠ પરિચય થયો. એમના સમયના કેટલાક…
વધુ વાંચો >કલમ્બકમ્
કલમ્બકમ્ : તમિળ સાહિત્યપ્રકાર. ‘કલમ્બકમ્’નો શાબ્દિક અર્થ છે જાતજાતનાં ફૂલોથી ગૂંથેલી માળા. ‘કલમ્બકમ્’માં સાહિત્યિક તથા લોકગીતોની શૈલીનું મિશ્રણ છે. એ શૈલીમાં રચાયેલી પ્રસિદ્ધ રચનાઓ છે. ‘નંદિકલમ્બકમ્’, ‘તિરુક્કલમ્બકમ્’, ‘તિલ્લૈક્કલમ્બકમ્’, ‘મદુરૈ કલમ્બકમ્’, ‘નાકૈક્કલમ્બકમ્’, ‘સિરુવરંગકલમ્બકમ્’ વગેરે. એનો વધુ અને વધુ પ્રચાર થતાં ભક્તોએ પોતાના ઇષ્ટદેવની સ્તુતિ માટે આ કાવ્યપ્રકારનો ઉપયોગ કર્યો. આ પ્રકારમાં…
વધુ વાંચો >કલ્કિ
કલ્કિ [જ. 9 સપ્ટેમ્બર 1899, પુત્તમંગલમ (તામિલનાડુ); અ. 5 ડિસેમ્બર 1954, ચેન્નાઈ] : જાણીતા તમિળ લેખક, પત્રકાર, વાર્તાકાર અને નવલકથાકાર. મૂળ નામ રા. કૃષ્ણમૂર્તિ. એ કૉલેજમાં ભણતા હતા ત્યારે ગાંધીજીનું ‘અસહકાર આંદોલન’ (1921) શરૂ થયું. તેમણે આંદોલનમાં ઝંપલાવ્યું ને જેલમાં ગયા (1922, 1930, 1942). છૂટ્યા પછી કૉંગ્રેસ કાર્યાલયમાં કામ કરતાં…
વધુ વાંચો >કવિયરંગ કવિદૈ
કવિયરંગ કવિદૈ : તમિળ કાવ્યનો અર્વાચીન પ્રકાર. એનો પ્રચાર 1940 પછી થયો. કવિયરંગમ્, કવિસંમેલનની જેમ એક સામૂહિક આયોજન છે. એમાં કવિઓ પહેલેથી નિશ્ચિત કરાયેલા વિષય પર કવિતાપાઠ કરે છે. પરિસંવાદની જેમ ‘કવિયરંગમ્’માં ભાગ લેનારો કવિગણ એક જ વિષયનાં વિવિધ પાસાંનું કાવ્યમાં નિરૂપણ કરે છે. કવિયરંગ કવિદૈ(કવિયરંગમમાં વંચાતી કવિતા)માં વિષય તથા…
વધુ વાંચો >