Tamil literature
સલાઈ ઇલન્તિરાયન
સલાઈ ઇલન્તિરાયન (જ. 1930, સલાઈનૈનાર પલ્લિવસલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ કવિ, નિબંધકાર અને વિવેચક. સાહિત્યિક જગતમાં તેઓ ઉપર્યુક્ત તખલ્લુસથી ઓળખાતા. પલયમકોટ્ટઈમાં શરૂનું શિક્ષણ લીધા બાદ તેમણે ચેન્નાઈ (મદ્રાસ) પ્રેસિડેન્સી કૉલેજમાંથી એમ.એ. (1954), એમ.લિટ્. (1956) અને તમિળ કહેવતો અને સમાજ પરના શોધપ્રબંધ દ્વારા પીએચ.ડી.ની પદવી મેળવી (1970). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં…
વધુ વાંચો >સંતોષમ, વી. જી.
સંતોષમ, વી. જી. (જ. 15 ઑગસ્ટ 1936, અલગપ્પાપુરમ્, જિ. તિરુનેલ્વેલી, તામિલનાડુ) : તમિળ કવિ અને લેખક. વીજીપી ગ્રૂપ ઑવ્ કંપનીઝ, તામિલનાડુના અધ્યક્ષ. તેમણે તમિળમાં કુલ 21 ગ્રંથો આપ્યા છે. તેમાં નોંધપાત્ર છે : ‘ઉલગમ ચુત્રી વન્ધોમ’ પ્રવાસકથા; ‘અરુમાઈ અન્નાચી’ ચરિત્રકથા; ‘સંતાન ચિંતનાઇગલ’ નિબંધસંગ્રહ; ‘સંતોષ કવિતાઇગલ’, ‘તમિળે પોત્રી’, ‘મૂવદિયાર’, ‘સંતોષ તેન્દ્રલ’…
વધુ વાંચો >સંબંધ મુદલિયાર, પમ્મલ
સંબંધ મુદલિયાર, પમ્મલ (જ. 1873; અ. 1964) : તમિળ રંગભૂમિના પિતા. માત્ર 18 વર્ષની વયે તેમણે 1891માં ‘સગુણ વિલાસ સભા’ નામના અવેતન રંગભૂમિ જૂથની સ્થાપના કરી. તેની શરૂઆત ફક્ત 7 સભ્યોથી કરી, જે ક્રમશ: એક શક્તિશાળી અને અતિ પ્રભાવશાળી સંસ્થા બની. લોક-રંગભૂમિનાં જૂથો દ્વારા શેરીના નાકે કે ખુલ્લાં મેદાનોમાં તેમજ…
વધુ વાંચો >સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્
સિર્પી, બાલસુબ્રહ્મણ્યમ્ (જ. 29 જુલાઈ 1936, આતુપોલ્લાચી, જિ. કોઇમ્બતૂર, તામિલનાડુ) : તમિળ કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઓરુ ગિરામત્તુ નદી’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અન્નામલાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ.એ. અને મદ્રાસ (ચેન્નાઈ) વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી અને રશિયન ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. તમિળ ઉપરાંત…
વધુ વાંચો >સિલા નેરાંગલિલ સિલા મનિથાર્ગલ (1970)
સિલા નેરાંગલિલ સિલા મનિથાર્ગલ (1970) : તમિળ લેખક ડી. જયકાંતન્ (જ. 1934) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1972ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમનો ઉછેર સામ્યવાદી પક્ષની કચેરીમાં થયો હતો અને ત્યાં તેમણે આપમેળે શિક્ષણ મેળવ્યું. જુદી જુદી નાનીમોટી કામગીરી બજાવ્યા પછી તેઓ સ્વતંત્ર લેખક તરીકે બહાર આવ્યા. તેઓ…
વધુ વાંચો >સુબ્રમણ્યમ્ કા. ના.
સુબ્રમણ્યમ્, કા. ના. (જ. 1912, વાલાનગૈમાન, તમિલનાડુ; અ. 1988) : તમિળના પ્રતિભાસંપન્ન લેખક, વિવેચક અને નવલકથાકાર. તેમને તેમના વિવેચનાત્મક નિબંધસંગ્રહ ‘ઇલક્કીયથુક્કા યા ઇયક્કમ્’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી હતી. તેઓ ‘ઇન્ડિયન ઑથર’ નામક સામયિકના સંસ્થાપક-સંપાદક હતા તેમજ તેમણે…
વધુ વાંચો >સુંદરમ્ કે. એસ. આધવન
સુંદરમ્, કે. એસ. આધવન (જ. 1942, કલ્લીદૈક્કુરિચી, જિ. તિન્નેવેલી, તામિલનાડુ; અ. 1981) : તમિળ વાર્તાકાર તથા નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘મુદાલિલ ઇરાવુ વરમ’ માટે 1988ના વર્ષનો મરણોત્તર કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે બી.એસસી. કર્યા પછી નૅશનલ બુક ટ્રસ્ટના સહ-સંપાદક તરીકે કામગીરી કરી હતી. તેમણે 3 નવલકથાઓ અને…
વધુ વાંચો >સોમસુંદરમ્ મી. પા.
સોમસુંદરમ્, મી. પા. (જ. 17 જૂન 1921, મીનાક્ષીપુરમ્, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ; અ. 15 જાન્યુઆરી 1999) : તમિળ ભાષાના નવલકથાકાર. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ઑલ ઇન્ડિયા રેડિયોના મુખ્ય કાર્યક્રમ-નિર્માતા તરીકે નિવૃત્ત; માનાર્હ નિયામક, મ્યુઝિક કૉલેજ, તમિળ ઈસાઈ સંગમ, ચેન્નાઈ; સંપાદક, ‘કલ્કી’, તમિળ સાપ્તાહિક, 1954—1956; સભ્ય, સલાહકાર બોર્ડ, સધર્ન લૅંગ્વેજિઝ…
વધુ વાંચો >