Sports
કૅરમ
કૅરમ : ઘરમાં બેસીને રમી શકાય તેવી રમત. કૅરમ બોર્ડ 76.20 સેમી. સમચોરસ લીસી સપાટીનું હોય છે, જેના ચારેય ખૂણે કૂટીઓ ઝીલવાનાં પૉકેટ હોય છે અને મધ્યમાં 15.24 સેમી. વ્યાસનું મોટું વર્તુળ અને તેની અંદર કૂટીના માપનું નાનું વર્તુળ હોય છે. 9 કાળી, 9 સફેદ અને 1 રાતી એમ કુલ…
વધુ વાંચો >કૉન્ટ્રૅક્ટર નરી
કૉન્ટ્રૅક્ટર, નરી (જ. 7 માર્ચ 1934, ગોધરા) : ભારતના ટેસ્ટ ક્રિકેટના સમર્થ ડાબોડી ઓપનર તથા કપ્તાન. આખું નામ નરીમાન જમશેદજી. તેમની ક્રિકેટ કારકિર્દીનો અંત 1962ના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં બીજી ટેસ્ટ બાદ આવી ગયો. બીજી ટેસ્ટ બાદ બાર્બાડોસમાં બ્રિજટાઉન ખાતે બાર્બાડોસ ટીમ સામેની એક મૈત્રી-ક્રિકેટ મૅચમાં ઝંઝાવાતી ફાસ્ટ બોલર ચાર્લી ગ્રિફિથના…
વધુ વાંચો >કોહલી, વિરાટ
કોહલી, વિરાટ (જ. 5 નવેમ્બર 1988, દિલ્હી) : ભારતીય ક્રિકેટના સર્વશ્રેષ્ઠ સુકાની. પિતાનું નામ પ્રેમ કોહલી, માતાનું નામ સરોજ કોહલી અને પત્નીનું નામ અનુષ્કા શર્મા (હિંદી ફિલ્મની હીરોઇન.) વિરાટ કોહલી શરૂઆતથી જ ક્રિકેટમાં રુચિ ધરાવતા હતા. આ બાબત તેના પિતાને ખબર પડતા માત્ર 9 વર્ષની વયે જ પશ્ચિમ દિલ્હીની ક્રિકેટ…
વધુ વાંચો >ક્રોન્જે, હૅન્સી
ક્રોન્જે, હૅન્સી (જ. 25 સપ્ટેમ્બર 1969, બ્લૉચફૉન્ટીન, દક્ષિણ આફ્રિકા; અ. 1 જૂન 2002, ક્રૅડોક પીક, રીપબ્લીક ઑફ સાઉથ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનો પૂર્વ કપ્તાન અને ‘મૅચ-ફિક્સિગં’ના ગુનાસર ક્રિકેટની રમતમાંથી આજીવન હાંકી કાઢવામાં આવેલ પૂર્વ ઑલ-રાઉન્ડર. પોતાના જન્મસ્થાન ખાતે શિક્ષણ આપતી અને પ્રતિષ્ઠા ધરાવતી ગ્રે કૉલેજમાંથી 1987માં મૅટ્રિકની પરીક્ષા…
વધુ વાંચો >ક્લૉડિયસ, લેસ્લી
ક્લૉડિયસ, લેસ્લી (જ. 25 માર્ચ 1927, બિલાસપુર; અ. 20 ડિસેમ્બર 2012, કોલકાતા) : સતત ચાર ઑલિમ્પિક સ્પર્ધામાં (1948-60) ભાગ લેનારા ભારતીય હૉકી ટીમના રાઇટ-હાફ ખેલાડી. આખું નામ લેસ્લી વોલ્ટર ક્લોડિયસ. બિલાસપુરની રેલવે સ્કૂલમાં જુનિયર કેમ્બ્રિજ સુધી અભ્યાસ. 1946માં 19 વર્ષની વયે બી. એન. રેલવેની હૉકી ટીમના સેન્ટર-હાફ ખેલાડી ઈજાગ્રસ્ત થતાં…
વધુ વાંચો >ખટાઉ, ટિંગુ
ખટાઉ, ટિંગુ : ભારતના વિક્રમસર્જક તરણવીર. બાળપણમાં ‘ટિંગુ’ના હુલામણા નામે જાણીતા ડી. ડી. ખટાઉના પગમાં ખામી જણાતાં તબીબોએ તરવાની કસરત કરવાની સલાહ આપી. પરિણામે 3 વર્ષની ઉંમરથી ટિંગુનો નાતો તરણ સાથે જોડાયો. મહારાષ્ટ્ર રાજ્યની અને મુંબઈ યુનિવર્સિટીની ચાર વર્ષ સુધી ચૅમ્પિયનશિપ મેળવી. 1967માં રાષ્ટ્રીય સ્પર્ધામાં તરણના ત્રણ વિભાગમાં તેણે નવા…
વધુ વાંચો >ખન્ના, દિનેશ
ખન્ના, દિનેશ ( જ. 4 જાન્યુઆરી 1943, ગુરદાસપુર, પંજાબ) : બૅડમિન્ટનના ભારતના અર્જુન ઍવૉર્ડવિજેતા. જન્મ પંજાબમાં. શિક્ષણ ચંડીગઢમાં. બી.એસસી. થયા બાદ એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ગમાં પાસ થઈને ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશનમાં જોડાયા. 1956માં સૌપ્રથમ જુનિયર નૅશનલ બૅડમિન્ટન ચૅમ્પિયનશિપમાં રમ્યા અને તે વખતે તેમની ટીમ રાષ્ટ્રીય વિજેતા બની. 1962માં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ટીમ તરફથી મલયેશિયામાં…
વધુ વાંચો >ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા)
ખલી ધ ગ્રેટ (દિલીપસિંગ રાણા) (જ. 25 ઑગસ્ટ 1972, ધિરાણા, હિમાચલ પ્રદેશ) : ભારતના કુસ્તીબાજ. તે હિમાચલ પ્રદેશના ધિરાણા ગામના વતની છે. માતા-પિતા અને સાત ભાઈબહેનોનો પરિવાર. કુટુંબના સભ્યો મજૂરી કરીને ભરણપોષણ કરતા. બે ટંક ખાવાના પણ સાંસા. બે ઓરડાના મકાનમાં નવ જણનો સમાવેશ કરવો પડતો. શિક્ષણ નહિવત્, પણ ખલીની…
વધુ વાંચો >