Sports
ઓવેન્સ, જેસી
ઓવેન્સ, જેસી (જ. 12 સપ્ટેમ્બર 1913, ડેન્વિલ, આલાબામા, યુ.એસ.; અ. 31 માર્ચ 1980, ફિનિક્સ, ઍરિઝોના) : વીસમી સદીના વિખ્યાત અમેરિકન દોડવીર; મૂળ નામ જેમ્સ ક્લીવલૅન્ડ ઓવેન્સ. કપાસ પકવનાર સાધારણ કુટુંબમાં જન્મ. કપાસનો પાક નિષ્ફળ જતાં ઑવેન્સકુટુંબ આલાબામા છોડીને ક્લીવલૅન્ડ આવ્યું. ગરીબાઈમાં ભણવાની સાથોસાથ ઑવેન્સે બૂટપૉલિશ માટેની દુકાનમાં કામ કરેલું. શાળામાં…
વધુ વાંચો >ઔલી સ્કીઇંગ કેન્દ્ર
ઔલી સ્કીઇંગ કેન્દ્ર : હિમાલયના ચમોલી ગઢવાલમાં આવેલું બરફ પરની રમતોનું જાણીતું કેન્દ્ર. ઉત્તરાખંડ રાજ્યના ચમોલી જિલ્લામાં આવેલા ગામ જોષીમઠથી 16 કિમી. દૂર આવેલું આ કેંદ્ર એશિયાભરમાં વિખ્યાત છે. ભૂતપૂર્વ ઉત્તરપ્રદેશના ચમોલી જિલ્લાનું પ્રથમ અને દેશનું નવું, બરફીલા ઢોળાવોવાળું આ હિમક્રીડા કેંદ્ર દુનિયાના નકશામાં તેજ ગતિએ ઊભરી રહ્યું છે. ઔલીના…
વધુ વાંચો >કપિલદેવ રામલાલ નિખંજ
કપિલદેવ, રામલાલ નિખંજ (જ. 6 જાન્યુઆરી 1959, ચંદીગઢ) : ક્રિકેટની રમતમાં વિશ્વનો ઉત્કૃષ્ટ ઑલ રાઉન્ડર, ઝડપી ગોલંદાજ અને આક્રમક બૅટ્સમૅન તથા ભારતીય ક્રિકેટ ટીમનો ચોત્રીસ ટેસ્ટમાં સુકાની. ટેસ્ટ 115, રન 4,689 (સરેરાશ 36.45), વિકેટ 401 (સરેરાશ 29.67), ટેસ્ટ સદી 7, શ્રેષ્ઠ જુમલો 163, શ્રીલંકા વિરુદ્ધ કાનપુર ખાતે 1986-87. શ્રેષ્ઠ ગોલંદાજી…
વધુ વાંચો >કપ્તાન વસંતરાવ
કપ્તાન, વસંતરાવ (જ. 5 ફેબ્રુઆરી 1905, વડોદરા; અ. 25 સપ્ટેમ્બર 1974, વડોદરા) : આજીવન વ્યાયામપ્રવર્તક, વડોદરામાં ‘ગુજરાત ક્રીડામંડળ’ સંસ્થાના સ્થાપક અને સંચાલક તથા સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભ વિદ્યાનગર)ના પૂર્વ શારીરિક શિક્ષણ-નિયામક (1951-1963). જન્મ મહારાષ્ટ્રી કુટુંબમાં; પિતા બળવંતરાવ; માતા રાધિકાબાઈ. વડોદરામાં તાત્યાસાહેબ સહસ્રબુદ્ધેના શિષ્ય અને નારાયણ ગુરુની પરંપરાની કુસ્તીના તેઓ પારંગત હતા.…
વધુ વાંચો >કરમાકર, દીપા
કરમાકર, દીપા (જ. 9 ઑગસ્ટ 1993, અગરતલા, ત્રિપુરા, ભારત) : ઑલિમ્પિક્સમાં ભાગ લેનારાં ભારતનાં પ્રથમ જિમ્નાસ્ટ. દીપાએ છ વર્ષની ઉંમરથી જિમ્નાસ્ટિક્સની તાલીમ લેવી શરૂ કરી દીધી હતી. તેના પિતા દુલાલ કરમાકર વેઇટલિફ્ટિંગના કોચ હતા. પિતાની ઇચ્છા હતી કે તેમની નાની દીકરી દીપા જિમ્નાસ્ટિક્સની તાલીમ લે. દીપાએ શાળાકીય શિક્ષણ અભોયનગર નઝરુલ…
વધુ વાંચો >કર્ણીસિંહ શાર્દૂલસિંહ
કર્ણીસિંહ શાર્દૂલસિંહ (જ. 21 એપ્રિલ 1924, બિકાનેર; અ. 6 સપ્ટેમ્બર 1988, દિલ્હી) : નિશાનબાજીમાં ટ્રૅપ-શૂટિંગની સ્પર્ધાના ભારતના શ્રેષ્ઠ ખેલાડી. 28 વર્ષની વયે નૅશનલ શૂટિંગ સ્પર્ધામાં ભાગ લીધો. એ પછી અમેરિકામાં કુશળ પ્રશિક્ષક પાસે તાલીમ લઈને ભારત આવ્યા. પાંચમી રાષ્ટ્રીય શૂટિંગ સ્પર્ધામાં સોમાંથી 93 નિશાન વીંધીને રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો અને એ…
વધુ વાંચો >કાડર્સ નેવિલ
કાડર્સ નેવિલ (જ. 3 એપ્રિલ 1888, લૅન્કેશાયર; અ. 27 ફેબ્રુઆરી 1975, લંડન, ઇંગ્લૅન્ડ) : ક્રિકેટના સમીક્ષક-લેખક. તેમનાં રોમાંચક, કાવ્યરૂપ લાગતાં, આકર્ષક, પરિપૂર્ણ ગદ્ય લખાણમાંથી અનેક લેખકો અને મહાનુભાવો અવતરણો ટાંકે છે. 10 વર્ષે પગવાટ ચિત્રકાર, 13 વર્ષે શાળામાં છાપાં વેચી તથા હાથગાડી હાંકી ગુજરાન ચલાવતા. શ્રુઝબરી શાળામાં મધ્યમ ઝડપી બોલર…
વધુ વાંચો >કાર્પૉવ, આનાતોલી
કાર્પૉવ, આનાતોલી (જ. 5 મે 1951, લેનિનગ્રાડ, રશિયા) : રશિયાનો વિશ્વવિજેતા ચેસખેલાડી. પિતા ચેસના અચ્છા ખેલાડી હતા તેથી તેમને રમતા જોઈને નિયમપૂર્વક રમતાં શીખ્યા. સાતમા વર્ષે તો સ્કૂલના મોટી ઉંમરના ચેસના વિદ્યાર્થી-ખેલાડીઓ સામે રમવા લાગ્યા. તેરમે વર્ષે ઑલ યુનિયન સ્કૂલમાં તે સૌથી નાના ખેલાડી હતા. એક વર્ષ પછી રશિયાનાં આગળ…
વધુ વાંચો >કાર્લ, લૂઇસ
કાર્લ, લૂઇસ (જ. 1 જુલાઈ 1961, બર્મિંગહામ, યુ.એસ.એ.) : દોડ અને કૂદ (ટ્રૅક ઍન્ડ ફિલ્ડ)નો વીસમી સદીનો વિશ્વનો શ્રેષ્ઠ ખેલાડી. કાર્લ લૂઇસે લાંબા કૂદકાની પ્રારંભિક તાલીમ તેના પિતા વિલિયમ લૂઇસ પાસેથી મેળવી. તેના માતા એવલિન લૉલી લૂઇસ વિઘ્નદોડના અને એના મોટા ભાઈ ફૂટબૉલ ખેલાડી હતાં; જ્યારે તેની બહેન કૅરોલ લૂઇસ…
વધુ વાંચો >