Sports
વાલેરી, બ્રૂમેલ
વાલેરી, બ્રૂમેલ (જ. 14 એપ્રિલ 1942, સાઇબીરિયા) : ઊંચી કૂદના વિશ્વવિખ્યાત રમતવીર. તેમનું આખું નામ વાલેરી નિકોલાએવિચ બ્રૂમેલ હતું. નાનપણથી જ તેમને ઊંચી કૂદમાં ખૂબ જ રસ હતો અને તેથી જ તેમણે 11 વર્ષની વયથી જ ઊંચી કૂદનો અભ્યાસ શરૂ કર્યો હતો. લોકોમાં આ જાતની આમ ધારણા પણ હતી કે…
વધુ વાંચો >વાંસકૂદકો (pole vault)
વાંસકૂદકો (pole vault) : એક પરંપરાગત લોકપ્રિય રમત. વાંસકૂદકાની રમતનો સૌપ્રથમ ઉલ્લેખ લ્યુનસ્ટર નામની પ્રાચીન બુકમાંથી મળે છે. આયર્લૅન્ડમાં યોજાતા વાર્ષિક ‘ટીએલ્ટિયન’ રમતોત્સવમાંની પાંચ રમતોમાં આ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આયર્લૅન્ડમાંથી આ રમત સ્કૉટલૅન્ડમાં ગઈ અને ત્યાંથી ઇંગ્લૅન્ડ અને ઉત્તર અમેરિકામાં પ્રચાર પામી હતી. જર્મનીમાં 1785માં શારીરિક શિક્ષણ તજ્જ્ઞ…
વધુ વાંચો >વિઝડન, જૉન
વિઝડન, જૉન (જ. 5 સપ્ટેમ્બર 1826, બ્રાઇટન, સસેક્સ; અ. 5 એપ્રિલ 1884, વેસ્ટમિન્સ્ટર, લંડન, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી અને ક્રિકેટ ઇતિહાસકાર. અત્યારે સૌથી ખ્યાતનામ બનેલ વિઝડન ક્રિકેટર્સ ઑલ્મનૅકના તેઓ સ્થાપક હતા, જે સૌપ્રથમ 1864માં બહાર પડાયું હતું. તેઓ ઠીંગણા કદના હતા પણ સસેક્સ માટે તેઓ અગ્રણી ગોલંદાજ હતા અને…
વધુ વાંચો >વિઝી : મહારાજકુમાર ઑફ વિજયાનગરમ્
વિઝી : મહારાજકુમાર ઑફ વિજયાનગરમ્ (જ. ?; અ. 12 ડિસેમ્બર 1965, બનારસ) : ભારતના સુપ્રસિદ્ધ ક્રિકેટ ખેલાડી. ભારતના ક્રિકેટજગતમાં ‘વિઝી’ના હુલામણા નામથી જાણીતા રાજવી મહારાજકુમાર ઑવ્ વિજયાનગરમનું પૂરું નામ સર ગજપતિરાજ વિજય આનંદ હતું. ભારતીય ક્રિકેટનું તેઓ આગવું વ્યક્તિત્વ હતા. 1936માં ઇંગ્લૅન્ડ-પ્રવાસ માટે તેઓ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન નિમાયા હતા.…
વધુ વાંચો >વિનેસ ઇલ્સવર્થ
વિનેસ ઇલ્સવર્થ (જ. 28 સપ્ટેમ્બર 1911, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.) : અમેરિકાના 1930ના દાયકાના પ્રભાવક ટેનિસ ખેલાડી. તેઓ ટેનિસ-બૉલને અત્યંત જોશથી ફટકારવા માટે જાણીતા બન્યા. તેમની સર્વિસ તથા ફોરહૅન્ડ ખતરનાક હતાં. તેઓ કેવળ 19 વર્ષના હતા ત્યારે તેઓ 1931 યુ.એસ. સિંગલ્સમાં વિજેતા બન્યા. પછીના વર્ષે યુ.એસ. વિજયપદક જાળવી રાખવા ઉપરાંત…
વધુ વાંચો >વિમ્બલ્ડન સ્પર્ધા
વિમ્બલ્ડન સ્પર્ધા : વિશ્વમાં ટેનિસની સૌથી પ્રતિષ્ઠિત સ્પર્ધા. તે ટેનિસ જગતમાં ‘ઓલિમ્પિક્સ’ જેટલી લોકપ્રિયતા ધરાવે છે. એટલા માટે જ જ્યારથી ટેનિસનો ખેલાડી હાથમાં રૅકેટ પકડતો થાય છે ત્યારથી જ તે વિમ્બલ્ડનમાં રમવાની ઘેલછા રાખે છે. ઇંગ્લૅન્ડમાં લંડન પાસે આવેલા ‘વિમ્બલ્ડન’ નામના પરામાં આ ટુર્નામેન્ટ યોજાય છે અને તેથી જ તે…
વધુ વાંચો >વિરેન લૅસી
વિરેન લૅસી (જ. 22 જુલાઈ 1949, મિસ્કિર્તા, ફિનલૅન્ડ) : ફિનલૅન્ડના મહાન ખેલાડી. તેઓ 1972 અને 1976માં 5,000 મી. અને 10,000 મી.ની દોડ – એ બંનેમાં ઑલિમ્પિકમાં વિજયી નીવડ્યા. તેઓ દોડવા માટેની તમામ શક્તિ અને કૌશલ્ય ધરાવતા હતા. તેમની ઝડપ ઘણી વધારે હતી અને દોડના છેલ્લા તબક્કામાં તો તેઓ ખૂબ વેગીલા…
વધુ વાંચો >વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન)
વિલિસ, બૉબ (વિલિસ રૉબર્ટ જ્યૉર્જ ડિલૅન) (જ. 30 મે 1949, સંડરલૅન્ડ, ડરહૅમ, યુ.કે.) : આંગ્લ ક્રિકેટ ખેલાડી. તેમની વેધક ઝડપી ગોલંદાજીને પરિણામે તેઓ આંગ્લ ટીમના ગોલંદાજી-આક્રમણમાં અગ્રેસર બની રહ્યા હતા. તેમની સૌથી ઉત્તમ ગોલંદાજી તે 1981માં હેડિંગ્લે ખાતેની 843ની ગોલંદાજી. તેના પરિણામે ઇંગ્લૅન્ડ ઑસ્ટ્રેલિયા પર 18 રનથી અણધાર્યો વિજય મેળવી…
વધુ વાંચો >વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ
વિલૅન્ડર મૅટ્સ અર્ને ઑલૉફ (જ. 22 ઑગસ્ટ 1964, સ્વીડન) : સ્વીડનના ટેનિસ-ખેલાડી. વિચક્ષણ પ્રતિભા ધરાવતા કિશોરાવસ્થાના ટેનિસ ખેલાડી. 17 વર્ષ અને 288 દિવસની ઉંમરે 1982માં તેઓ ફ્રેન્ચ ઓપન સ્પર્ધાના વિજેતા બન્યા. પુરુષોની એકલ (singles) સ્પર્ધાના ‘ગ્રૅન્ડ સ્લૅમ’ના વિજેતા બનનાર તેઓ એ સમયે સૌથી નાની વયના ખેલાડી હતા. વળી ઓપન ટેનિસના…
વધુ વાંચો >વિલૅસ ગીર્લેમો
વિલૅસ ગીર્લેમો (જ. 17 ઑગસ્ટ 1952, બૂએનૉસ આઇરિસ, આર્જેન્ટિના) : દક્ષિણ અમેરિકાના એક મહાન ટેનિસ-ખેલાડી. 1981માં તેમની રમતના મુખ્ય પ્રભાવને કારણે જ આર્જેન્ટિના ડેવિસ કપની અંતિમ સ્પર્ધા સુધી પહોંચી શકેલું. તેમનો સૌપ્રથમ મહત્વનો વિજય તે 1974ની ‘માસ્ટર્સ’ની રમતોમાં. 1977માં તેઓ ફ્રેન્ચ વિજયપદકના વિજેતા બન્યા. તેઓ યુએસ અને દક્ષિણ આફ્રિકન વિજયપદકના…
વધુ વાંચો >