Sports
રિક્ટર, ઉર્લિક
રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ…
વધુ વાંચો >રિગર્ટ ડૅવિડ
રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં…
વધુ વાંચો >રિચર્ડસન, ટૉમ
રિચર્ડસન, ટૉમ (જ. 11 ઑગસ્ટ 1870, બાઇફ્લીટ, સરે; અ. 2 જુલાઈ 1912, સેંટ ઝાં દ આર્વે, ફ્રાન્સ) : ઇંગ્લૅન્ડના કુશળ ક્રિકેટ-ખેલાડી. તેઓ સુદૃઢ બાંધો ધરાવતા ઝડપી ગોલંદાજ હતા. 1890ના દાયકામાં તેઓ કારકિર્દીની ટોચે હતા, ત્યારે તેઓ વિશ્વના સુંદર ગોલંદાજ લેખાતા હતા. 1892માં તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અને પછીના જ વર્ષે…
વધુ વાંચો >રિચર્ડસન, રિચી
રિચર્ડસન, રિચી (જ. 7 માર્ચ 1952, ફાઇવ આઇલૅન્ડ્ઝ, ઍન્ટીગ્વા, વેસ્ટ ઇંડિઝ) : ઍન્ટીગ્વાના ક્રિકેટ-ખેલાડી. તેઓ અત્યંત પ્રભાવશાળી જમણેરી બૅટ્સમૅન બન્યા. તેઓ તેમના સાથી વિવિયન રિચડર્ઝના પગલે વેસ્ટ ઇંડિઝના કપ્તાન બન્યા. તેઓ દૃઢ નિર્ણયશક્તિ ધરાવતા હતા અને તેમણે વેસ્ટ ઇંડિઝનાં રાષ્ટ્રોમાં કપ્તાન તરીકેની કારકિર્દીનો સફળતાપૂર્વક આરંભ કર્યો. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે…
વધુ વાંચો >રિચર્ડ્ઝ, બૉબ
રિચર્ડ્ઝ, બૉબ (જ. 20 ફેબ્રુઆરી 1926, શૅમ્પેઇન, ઇલિનૉઇ, યુ.એસ.) : ઍથલેટિક્સના અમેરિકન ખેલાડી. 1948માં તેમણે પાદરી તરીકેના દીક્ષા-સંસ્કાર લીધા હતા અને તેઓ ‘ધ વૉલ્ટિંગ વિકર’ (વાંસ-કૂદકાના પાદરી) તરીકે જાણીતા થયા હતા. 1950ના પ્રારંભિક દાયકાના તેઓ વાંસ-કૂદકાના સર્વોત્તમ ખેલાડી (pole vaulter) હતા. તેઓ ઓલિમ્પિક રમતોત્સવના વિજયપદકના વિજેતા 1952 અને 1956માં, પૅન-અમેરિકન…
વધુ વાંચો >રિચર્ડ્સ, વિવિયન
રિચર્ડ્સ, વિવિયન (જ. 7 માર્ચ 1952, સેંટ જૉન્સ, ઍન્ટીગ્વા) : વેસ્ટ ઇન્ડિઝના વિશ્વવિખ્યાત ક્રિકેટર. ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં જે કેટલાક ઝંઝાવાતી અને આક્રમક બૅટધરો થઈ ગયા, તેમાં વિવિયન રિચર્ડ્સનું નામ મોખરે છે. ટેસ્ટ-ક્રિકેટમાં વિવ રિચર્ડ્સ કે વિવિયન રિચર્ડ્સના હુલામણા નામે ઓળખાયેલા રિચર્ડ્સનું પૂરું નામ છે ઈસાક વિવિયન ઍલેક્ઝાંડર રિચર્ડ્સ. એક સમયે ટેસ્ટ-ક્રિકેટ…
વધુ વાંચો >રીડ, જૉન
રીડ, જૉન (જ. 3 જૂન 1928, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ક્રિકેટ-ખેલાડી. નૉર્ધન ડિસ્ટ્રિક્ટ્સ સામે વેલિંગ્ટન વતી 1963માં 296 રનના દાવમાં તેમણે વિશ્વવિક્રમ રૂપે 15 છક્કા લગાવીને દડાને જોરદાર રીતે ફટકારવાના પોતાના કૌશલ્યની પ્રતીતિ કરાવી હતી. ટેસ્ટ-કારકિર્દીનો આરંભ તેમણે 1940માં ઇંગ્લૅન્ડ સામે કર્યો અને ત્યારથી માંડીને તેઓ ન્યૂઝીલૅન્ડ વતી ઉત્તરોત્તર 58…
વધુ વાંચો >રીડ, ફિલ
રીડ, ફિલ (જ. 1 જાન્યુઆરી 1939, લુટન બેડફર્ડશાયર, યુ.કે.) : મોટર-સાઇક્લિંગના યુ.કે.ના ખેલાડી. તેઓ મોટર-સાઇક્લિંગના 8 વખત વિશ્વ-ચૅમ્પિયન બન્યા – 1964–65, 1968 અને 1971માં 2,500 સીસી, પર; 1973 –79માં એમવી માટે 500 સીસી પર અને 1977માં હૉન્ડા માટે ફૉર્મ્યુલા-I પર. 1961થી 1975 દરમિયાનની તેમની કારકિર્દી દરમિયાન તેઓ 52 વાર ગ્રૅન્ડ…
વધુ વાંચો >રીડ, રૉબિન
રીડ, રૉબિન (જ. 20 ઑક્ટોબર 1899, પેટીગ્રુ, આર્કન્સો, યુ.એસ.; અ. 20 ડિસેમ્બર 1978, સાલેમ, ઑરેગન) : વિશ્વયુદ્ધ પૂર્વેના યુગના સૌથી મહાન – કદાચ સદાકાળ માટેના સૌથી મહાન અમેરિકન કુસ્તીબાજ. હાઇસ્કૂલથી શરૂ થયેલી અને ઑરેગન રાજ્યમાં સાતત્યપૂર્વક ચાલુ રહેલી તેમની કારકિર્દીમાં તેઓ કદી પરાજિત થયા નહોતા. 1921–22 અને 1924માં તેઓ ઍમેટર…
વધુ વાંચો >રુરુબા રોમન
રુરુબા રોમન (જ. 25 નવેમ્બર 1942, જ્યૉર્જિયન વિલેજ, જ્યૉર્જિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના કુસ્તીબાજ. 196૩થી 1970ના દરેક વર્ષે 6૩ અથવા 69 કિગ્રા. ગ્રેકૉ-રોમન કુસ્તીમાં સોવિયેટ ચૅમ્પિયન બન્યા, 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેટ (6૩ કિગ્રા.) સ્પર્ધામાં રૌપ્યચંદ્રકના વિજેતા બન્યા અને 1968માં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1966થી તેઓ 5 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અપરાજિત…
વધુ વાંચો >