Sports

પ્રિથિપાલસિંહ

પ્રિથિપાલસિંહ (જ. 28 જાન્યુઆરી 1932, પંજાબ; અ. 20 મે 1989, પંજાબ) : ભારતના મહાન હૉકી-ખેલાડી. તેમણે સતત ત્રણ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેઓ સમગ્ર  વિશ્વમાં ‘પેનલ્ટી-કૉર્નરના રાજા’ તરીકે પ્રખ્યાત છે; કારણ કે પેનલ્ટી- કૉર્નર લેવામાં તેઓ અત્યંત કુશળ હતા. 1958માં તેઓ સૌપ્રથમ ભારત તરફથી રમ્યા હતા. ત્યારબાદ 1959માં તેઓ…

વધુ વાંચો >

ફરેઇરા, માઇકલ

ફરેઇરા, માઇકલ (જ. 1 ઑક્ટોબર 1938) : ભારતના અગ્રણી બિલિયર્ડ ખેલાડી. 16 વર્ષની ઉંમરે બિલિયર્ડ રમવાનું શરૂ કર્યું હતું અને 10 વર્ષ પછી 26 વર્ષની ઉંમરે 1964માં તેનું પરિણામ પ્રાપ્ત થયું. 1964માં ન્યૂઝીલૅન્ડમાં રમાયેલ વિશ્વ બિલિયર્ડ ચૅમ્પિયનશિપમાં તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે 1964…

વધુ વાંચો >

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ (1883) : ભારતના પાટનગર દિલ્હીમાં આવેલું એ નામનું સ્ટેડિયમ. તે 40થી 45 હજાર પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવે છે. મુહમદ તઘલખના ઉત્તરાધિકારી ફિરોજશાહ (1351–1388) તઘલખે ફિરોજાબાદ વસાવ્યું. તે પરથી તે સ્થળ ફિરોજશાહ કોટલા તરીકે પ્રસિદ્ધ છે. દિલ્હીના કેટલાક અગ્રણીઓ અને કેટલાંક દેશી રજવાડાંઓના રાજવીઓએ મળીને 1883માં ફિરોજશાહ કોટલા…

વધુ વાંચો >

ફિલિપ્સ, માર્ક કૅપ્ટન

ફિલિપ્સ, માર્ક કૅપ્ટન (જ. 1948, ઇંગ્લૅન્ડ) : પ્રિન્સેસ ઍનના અગાઉના પતિ અને નામાંકિત નિષ્ણાત અશ્વચાલક. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી અને 1969માં ‘ક્વીન્સ ડ્રગૂન ગાર્ડ્ઝ’માં જોડાયા. 1973માં તેઓ પ્રિન્સેસ ઍન (પ્રિન્સેસ રૉયલ) સાથે લગ્નગ્રંથિથી જોડાયા; પણ 1992માં તેમનાથી છૂટાછેડા લીધા. 1970થી 1976 સુધી તેઓ બ્રિટિશ અશ્વારોહી ટુકડીના નિયમિત સભ્ય…

વધુ વાંચો >

ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ

ફિશર, રૉબર્ટ (બૉબી) જેમ્સ (જ. 9 માર્ચ 1943, શિકાગો; અ. 17 જાન્યુઆરી 2008, આઇસલૅન્ડ) : શતરંજ અથવા ચેસની રમતમાં વિશ્વવિજેતા બનનાર સમર્થ ખેલાડી. 1949માં બૉબી ફિશરનું કુટુંબ ન્યૂયૉર્ક રાજ્યના બ્રુકલિન શહેરમાં વસવા આવ્યું ત્યારે બૉબી ફિશરથી છ વર્ષ મોટી એની બહેન જોન ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાંથી પ્લાસ્ટિકનો ચેસનો સેટ પોતાના નાના ભાઈને…

વધુ વાંચો >

ફૂટબૉલ

ફૂટબૉલ : પગ વડે દડાને રમવાની રમત. આ રમતમાં દડાને હાથ સિવાય શરીરના કોઈ પણ અવયવ વડે રમી શકાય છે. ફૂટબૉલની રમતની શરૂઆત ક્યારથી થઈ તે કહેવું મુશ્કેલ છે. તે અંગે મતમતાંતરો પ્રવર્તે છે. પાંચ સો વર્ષ પહેલાં પ્રાચીન ગ્રીસમાં ‘હારપેસ્ટમ’ તરીકે ફૂટબૉલની રમત જાણીતી હતી. ઘણા તજ્જ્ઞો એવું જણાવે…

વધુ વાંચો >

ફેડરર, રૉજર

ફેડરર, રૉજર (જ. 8 ઑગસ્ટ 1981, સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડનો દંતકથા સમાન ટેનિસ-ખેલાડી. રૉજર ફેડરરે 13 ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલો જીતીને ઇતિહાસ સર્જ્યો છે. તેમણે સૌથી પ્રથમ ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ 2003માં ‘વિમ્બલ્ડન’નું જીત્યું હતું. તેમણે પોતાનું પહેલું ગ્રૅન્ડસ્લૅમ ટાઇટલ જ ‘વિમ્બલ્ડન’નું જીતીને ટેનિસ-જગતમાં પદાર્પણ કર્યું હતું. તેમણે 2003થી 2007 દરમિયાન વિમ્બલ્ડન ચૅમ્પિયન રહીને પણ…

વધુ વાંચો >

ફેલ્પ્સ, માઇકેલ

ફેલ્પ્સ, માઇકેલ (જ. 30 જૂન 1985, મેરીલૅન્ડ રાજ્યનું બાલ્ટિમોર નગર, અમેરિકા) : અમેરિકાના વતની. વિશ્વવિખ્યાત તરણવીર. તેણે વર્ષ 2008માં ચીનના પાટનગર બેજિંગમાં આયોજિત ઑલિમ્પિક તરણ-સ્પર્ધાઓમાં સળંગ 8 સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કરીને અને તે દરેકમાં નવા વિશ્વવિક્રમો પ્રસ્થાપિત કરીને રમતગમતના ઇતિહાસમાં એક નવો અધ્યાય જોડ્યો છે. ‘બાલ્ટિમોર બુલેટ’ના હુલામણા નામથી ઓળખાતા આ…

વધુ વાંચો >

ફૉલોઑન

ફૉલોઑન : ક્રિકેટની રમતમાં પ્રતિસ્પર્ધી ટીમને તેમની બૅટિંગનો ક્રમ બદલી સતત બીજી વખત બૅટિંગ કરવાની ફરજ પાડવી તે. પાંચ દિવસની મૅચ માટે ફૉલોઑન માટે ઓછામાં ઓછા 200 રનની સરસાઈની જરૂર રહે છે. ત્રણ દિવસની મૅચ માટે 150 રનની સરસાઈ હોય તો સામેની ટીમ ફૉલોઑન થઈ શકે છે. બે દિવસની મૅચમાં…

વધુ વાંચો >

બટન, ડિક

બટન, ડિક (રિચાર્ડ બટનનું લાડકું નામ) (જ. 1929, અગલવુડ, ન્યૂ જર્સી) : આઇસ સ્કેટિંગના દક્ષ ખેલાડી. 1948–52માં તેઓ 5 વખત વિશ્વકક્ષાના ચૅમ્પિયન બન્યા. 1948 અને 1952ની ઓલિમ્પિક રમતોમાં તેઓ સુવર્ણચંદ્રક વિજેતા બન્યા. સતત નવીનતા પ્રદર્શિત કરનાર ખેલાડી તરીકે તેમજ ‘એબીસી’ ટેલિવિઝનના વૃત્તાંત સમીક્ષક તરીકે તેમણે અમેરિકામાં આ રમતને લોકભોગ્ય બનાવવામાં…

વધુ વાંચો >