Sociology
કારા, મણિબહેન
કારા, મણિબહેન (જ. 1905, મુંબઈ; અ. 1979) : ભારતનાં અગ્રણી મજૂરનેતા. કાપડનો વ્યાપાર કરતા ઉચ્ચ મધ્યમવર્ગી પરિવારમાં જન્મ. પિતા આર્યસમાજના સભ્ય અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા. સમાજસુધારણાના તેઓ પ્રખર હિમાયતી હતા. માધ્યમિક શિક્ષણ મુંબઈની સેન્ટ કોલંબા હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષામાં નપાસ થવાથી પિતાએ મણિબહેનને આગળ ભણવા ઇંગ્લૅન્ડ મોકલ્યાં, જ્યાં…
વધુ વાંચો >કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર)
કાળે, રાવજી રામચંદ્ર (રાવબહાદુર) (જ. 8 ઑગસ્ટ 1868, વિટે, સાતારા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 17 જાન્યુઆરી 1936, સાતારા) : મહારાષ્ટ્રના સંસ્કૃત પંડિત, કાયદાશાસ્ત્રી, સમાજસુધારક, મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલના પૂર્વ સભાસદ તથા પુણે ખાતેની ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પૉલિટિક્સ ઍૅન્ડ ઇકૉનોમિક્સના દાતા અને સંસ્થાપક. મૂળ નામ પુરુષોત્તમ, પરંતુ નાનપણમાં પરિવારમાં તેમને રાવજી, રાવ, રાવબા…
વધુ વાંચો >કિરાત (મૉંગોલોઇડ)
કિરાત (મૉંગોલોઇડ) : પ્રાચીન સમયમાં ઉત્તરાપથમાં વસતી એક અનાર્ય જાતિ. આ લોકો પીળો વર્ણ, ચપટો ચહેરો, ઊપસેલા ગાલ, બદામી આકારની આંખો અને શરીર તેમજ ચહેરા પર ખૂબ ઓછી રુવાંટી ધરાવતા હતા. આ લોકોની બે શાખાઓ મળે છે : (1) પૂર્વ મૉંગોલ અને (2) તિબેટી મૉંગોલ. પૂર્વ મૉંગોલમાં (અ) લાંબા માથાવાળા…
વધુ વાંચો >કિંગ્સલી ડેવિસ
કિંગ્સલી ડેવિસ (જ. 20 ઑગસ્ટ 1988; અ. 27 ફેબ્રુઆરી 1997) : યુ.એસ.ની યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા(બર્કલી)માં સોશિયૉલોજીના ફૉર્ડ પ્રોફેસર. તે ઇન્ટરનૅશનલ પૉપ્યુલેશન ઍન્ડ અર્બન રિસર્ચ નામની સંશોધન-સંસ્થાના અધ્યક્ષ હતા. તેમનાં બે પ્રકાશનો વિશ્વખ્યાત થયેલાં : ‘વર્લ્ડ અર્બનાઇઝેશન’ (1950-1970), વૉલ્યૂમ 1 : બેઝિક ડેટા ફૉર સિટીઝ, કન્ટ્રિઝ ઍન્ડ રીજિયન્સ, તથા વૉલ્યૂમ 2…
વધુ વાંચો >કુટુંબકલ્યાણ કાર્યક્રમ
કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…
વધુ વાંચો >કુટુંબનિયોજન
કુટુંબનિયોજન : સુયોજિત સીમિત કુટુંબની રચના. પ્રાપ્ત સંજોગોમાં દંપતી જેટલાં સંતાનોનું યોગ્ય રીતે ભરણપોષણ તથા ઉછેર કરી શકે તેટલાં સંતાનોની સમયબદ્ધ પ્રજોત્પત્તિ દ્વારા સ્વૈચ્છિક રીતે અને સભાનતાપૂર્વક ઇષ્ટ કદની કુટુંબરચના એટલે કુટુંબનિયોજન. કુટુંબનું કદ સીમિત રાખવું એ તેનો મર્યાદિત (નકારાત્મક) હેતુ ખરો, પરંતુ વ્યાપક અર્થમાં પોતાના કુટુંબને સુખ, શાંતિ અને…
વધુ વાંચો >કેળકર – લક્ષ્મીબાઈ ‘મૌસીજી’
કેળકર, લક્ષ્મીબાઈ ‘મૌસીજી’ (જ. 6 જુલાઈ 1905, સાતારા, મહારાષ્ટ્ર; અ. 27 નવેમ્બર 1978, નાગપુર) : અગ્રણી સામાજિક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રસેવિકા સમિતિનાં સંસ્થાપક. મૂળ નામ કમલ દાતે. પિતા ભાસ્કરરાવ કેન્દ્ર સરકારના નાગપુર ખાતેના એકાઉન્ટન્ટ જનરલના કાર્યાલયમાં નોકરી કરતા હતા. માતાનું નામ યશોદાબાઈ. વતન સાતારા જિલ્લાનું બાવદાન ગામ. તેમના દાદા રામચંદ્ર…
વધુ વાંચો >કોમ્ત ઑગસ્ત
કોમ્ત, ઑગસ્ત (જ. 19 જાન્યુઆરી 1798, મૉંત પેલિયર, દ. ફ્રાન્સ; અ. 5 સપ્ટેમ્બર 1857, પૅરિસ) : સમાજશાસ્ત્રના જન્મદાતા અને તેનો વ્યાપક ફેલાવો કરનાર ફ્રાન્સના પ્રસિદ્ધ વિચારક. આખું નામ કોન્ત ઈઝીદોર ઑગસ્ત મારિયા ફ્રાંસિસ ઝેવિયર્સ. ‘સમાજશાસ્ત્ર’ શબ્દ તથા તે વિજ્ઞાનનાં વિષયવસ્તુ અને પદ્ધતિની સર્વપ્રથમ ચર્ચા તેમણે કરી. તેથી તેમને ‘સમાજશાસ્ત્રના પિતા’…
વધુ વાંચો >કોયાજી બાનુ જહાંગીર
કોયાજી, બાનુ જહાંગીર (જ. 7 સપ્ટેમ્બર 1917, મુંબઈ; અ. 15 જુલાઈ 2004, પુણે) : ‘પદ્મભૂષણ’ અને 1993ના વર્ષના રેમન મૅગ્સેસે પારિતોષિક-વિજેતા તબીબ, મહિલાઉત્કર્ષ, બાળવિકાસ અને જાહેરસેવાઓના ક્ષેત્રે મહારાષ્ટ્ર રાજ્યમાં અનન્ય પ્રદાન કરનાર પારસી મહિલા. તેમના દાદા ભરૂચની ગ્રામીણ શાળાના આચાર્ય. પિતા પેસ્તનજી કાપડિયા વ્યવસાયે સ્થપતિ અને માતા બાપઈમાઈ નસરવાનજી મિસ્ત્રી…
વધુ વાંચો >