Sociology
સામાજિક સમસ્યા
સામાજિક સમસ્યા : સમાજના સભ્યો માટે સર્જાતી એવી અનિચ્છનીય સ્થિતિ, જેને સુધારી શકાય તેમ છે એવું લોકો માનતા હોય છે. સામાન્ય લોકોમાં સામાજિક સમસ્યાઓ અંગે ‘સમાજજીવનની વણઊકલી તથા અવગણી પણ ન શકાય તેવી સહિયારી મુશ્કેલીઓ’ તેવા અર્થધ્વનિવાળી સમજ પ્રવર્તતી જોવા મળે છે. આધુનિક સામાજિક વિજ્ઞાનોમાં, ખાસ કરીને સમાજશાસ્ત્રમાં, સામાજિક સમસ્યાની…
વધુ વાંચો >સામાજિક સંઘર્ષ
સામાજિક સંઘર્ષ : વ્યક્તિઓ વચ્ચે અને જૂથો વચ્ચે વિવિધ સ્વરૂપે પ્રવર્તતા સંઘર્ષો. સામાજિક આંતરક્રિયાના એક સ્વરૂપ તરીકે સામાજિક સંઘર્ષ માનવ-સમાજમાં સાર્વત્રિક છે. આર્થિક તથા રાજકીય અથડામણો, યુદ્ધો, હુલ્લડો, દુશ્મનાવટભરી બદનક્ષી/ગાલિપ્રદાન, કોર્ટોમાં મુકદ્દમા રૂપે ચાલતી તકરારો વગેરે જેવાં અનેકવિધ રૂપોમાં સંઘર્ષ પ્રગટ થાય છે. તદુપરાંત ગુલામી, વેઠ કે શોષણને લગતા વ્યવહારોમાં…
વધુ વાંચો >સારડા હરવિલાસ
સારડા, હરવિલાસ (જ. 3 જૂન 1867, અજમેર, રાજસ્થાન; અ. 1952) : પ્રખર સમાજસુધારક, વિદ્વાન અને બાળલગ્નપ્રતિબંધક ધારાના જનક. તેમના પિતા હરનારાયણ સારડા અજમેરની ગવર્નમેન્ટ કૉલેજના ગ્રંથાલયી અને વડાકારકુન હોવા ઉપરાંત સંસ્કૃતના વિદ્વાન હતા. એથી ફાજલ સમયમાં તેઓ ઉપનિષદ, ગીતા અને યોગવસિષ્ઠ જેવા સંસ્કૃત ગ્રંથોના અભ્યાસમાં રત રહેતા અને તેના પઠન-પાઠનનો…
વધુ વાંચો >સારાભાઈ અનસૂયાબહેન
સારાભાઈ અનસૂયાબહેન : જુઓ અનસૂયાબહેન સારાભાઈ.
વધુ વાંચો >સારાભાઈ મૃદુલાબહેન
સારાભાઈ મૃદુલાબહેન : જુઓ મૃદુલા સારાભાઈ.
વધુ વાંચો >સિમેલ જ્યૉર્જ
સિમેલ, જ્યૉર્જ (જ. 1858; અ. 1918) : જર્મન તત્વચિંતક અને સમાજશાસ્ત્રી. જ્યૉર્જ સિમેલ જન્મે યહૂદી હતા; પરંતુ પાછળથી તેઓ લ્યૂથેરાન ખ્રિસ્તી બન્યા હતા. સમગ્ર જીવનકાળ દરમિયાન તેમનાં વિદ્વત્તાપૂર્ણ 31 નાનાંમોટાં પુસ્તકો અને 256 નિબંધો/લેખો પ્રકાશિત થયાં હતાં. તેમનાં 100 જેટલાં લખાણોનો અન્ય ભાષાઓમાં અનુવાદ થયો હતો. આવા એક પ્રખર વિચારક…
વધુ વાંચો >સિંગ રાજેન્દ્ર
સિંગ, રાજેન્દ્ર (જ. 1957, ઉત્તરપ્રદેશ) : જળસંપત્તિના સંગ્રહ માટે સાધારણ ખર્ચની પદ્ધતિઓ વિકસાવી જનસમુદાયનું નેતૃત્વ કરી, રાજસ્થાનના સૂકા પ્રદેશોને હર્યાભર્યા કરનાર અને 2002ના મૅગ્સેસે ઍવૉર્ડ વિજેતા જનસેવક. ઉત્તરપ્રદેશના જમીનદાર કુટુંબમાં જન્મેલા સિંગ અલ્લાહાબાદ યુનિવર્સિટીની હિંદી વિષય સાથેની અનુસ્નાતક ઉપાધિ ધરાવે છે. આ સાથે તેઓ આયુર્વેદિક તબીબ છે અને ઋષિકુલ આયુર્વેદિક…
વધુ વાંચો >સિંધસભા (1882)
સિંધસભા (1882) : સિંધમાં નવચેતનાનો સંચાર કરવા સ્થપાયેલી સંસ્થા. સન 1843માં અંગ્રેજોએ સિંધ કબજે કર્યા બાદ ત્યાં નવયુગનું મંડાણ થયું હતું. શિક્ષણનો પ્રસાર વધતાં અને પ્રબુદ્ધ લોકોને નવયુગનાં એંધાણ દેખાતાં સદીઓથી વિધર્મી શાસન તળે કચડાયેલા સમાજમાં પ્રસરેલાં દરિદ્રતા, અંધવિશ્ર્વાસ અને કુરિવાજો નિવારવા આ પ્રબુદ્ધ લોકોએ જાગૃતિ દર્શાવી હતી. કોલકાતામાં બ્રહ્મોસમાજ…
વધુ વાંચો >સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ)
સિંહસભા (19મી સદીનો ઉત્તરાર્ધ) : પંજાબી સાહિત્યને લગતી ચળવળ. હિંદુઓના મુખ્ય સમુદાયમાંથી શીખોને જુદા તારવી શકાય તેવી તેમની ધાર્મિક અને સામાજિક જીવનની વિશેષતાઓને પ્રગટ કરીને તેમની આગવી ઓળખ ઊભી કરવાનો આ ચળવળનો ઉદ્દેશ હતો. આ નવી શીખ સંસ્કૃતિના માધ્યમ તરીકે પરંપરાગત હિંદી તથા ઉર્દૂને બદલે પંજાબી ભાષા અપનાવવાનું આવશ્યક ગણવામાં…
વધુ વાંચો >