Sociology

શ્રીકાંત, લક્ષ્મીદાસ મંગળદાસ

શ્રીકાંત, લક્ષ્મીદાસ મંગળદાસ (જ. 1897, મુંબઈ; અ. 7 જાન્યુઆરી 1990, દાહોદ) : ભીલ સેવા મંડળ(દાહોદ)ના પ્રમુખ, મુંબઈ ધારાસભાના સભ્ય, ભારત સરકારના પછાત વર્ગોના કમિશનર અને ગુજરાત હરિજન સેવક સંઘના પ્રમુખ. લક્ષ્મીદાસનો જન્મ મુંબઈના ગર્ભશ્રીમંત વૈષ્ણવ મંગળદાસ શ્રીકાંતને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ મુંબઈમાં લઈને મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

શ્રીનિવાસ, એમ. એન.

શ્રીનિવાસ, એમ. એન. (જ. 16 નવેમ્બર 1916, મૈસૂર; અ. 30 નવેમ્બર 1999) : ભારતના અગ્રણી નૃવંશશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી. એમ. નરસિમ્હાચાર શ્રીનિવાસે શાળા-કૉલેજનું શિક્ષણ મૈસૂરથી લીધું હતું. એમણે ઈ. સ. 1936માં સ્નાતકની પદવી સામાજિક તત્વજ્ઞાનના વિષયમાં મેળવી. 1939માં અનુસ્નાતકની પદવી મેળવી, જેમાં તેમણે જી. એસ. ઘૂર્યેના સાંનિધ્યમાં શોધનિબંધ ‘મૅરેજ ઍન્ડ ફૅમિલી…

વધુ વાંચો >

શ્રોફ, કાંતિસેન

શ્રોફ, કાંતિસેન (જ. 3 જાન્યુઆરી 1923, માંડવી  કચ્છ) : ભારતના જાણીતા ઔદ્યોગિક પ્રતિષ્ઠાન ‘એક્સેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, ઍન્વાયરન્મૅન્ટ ઍન્ડ મૅનેજમેન્ટ’ના ધ્યેયવાદી ચૅરમૅન તથા ગુજરાતના કચ્છ પ્રદેશની કાયાપલટ કરવા પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર. પિતાનું નામ ચતુર્ભુજ કરસનદાસ. તેઓ વ્યાવસાયિક કારકિર્દીના આરંભમાં વતન માંડવી ખાતે અને ત્યાર બાદ મુંબઈમાં કાપડનો વેપાર કરતા હતા.…

વધુ વાંચો >

શ્રોફ, ચંદાબહેન

શ્રોફ, ચંદાબહેન (જ. 27 ફેબ્રુઆરી 1933, માંડલ, ગુજરાત) : કચ્છના પરંપરાગત ભરતકામના કસબને આર્થિક પગભરતાનું સાધન બનાવતી પ્રથમ શ્રુજન (ચંદાબહેનની બે પુત્રવધૂઓનાં ‘શ્રુતિ’ અને ‘રંજન’ નામોમાંથી અનુક્રમે ‘શ્રુ’ તથા ‘જન’ લઈને બનાવેલું નામ) સંસ્થાના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી, અભિયાન સંસ્થાનાં ટ્રસ્ટી અને આખાય કચ્છનાં ‘કાકી’. માતા સકરીબહેન. પિતા સકરચંદભાઈ પૂરા…

વધુ વાંચો >

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના)

સક્સેના, આર. એન. (રામનરેશ સક્સેના) (જ. 12 જૂન 1909, લખીમપુર, ખેરી, ઉત્તરપ્રદેશ) : સમાજશાસ્ત્રના અધ્યાપક. તેમણે લખનૌમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. સક્સેનાએ એમ.એ. (1932); પીએચ.ડી. (1937) અને ડી.લિટ.(1947)ની પદવી લખનૌ યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ભારતના વિદ્વાન સમાજવૈજ્ઞાનિકો જેવા કે રાધાકમલ મુખરજી, ડી. પી. મુખરજી, ધીરેન્દ્રનાથ મજમુદાર વગેરે પાસેથી તેમણે શિક્ષણ મેળવ્યું…

વધુ વાંચો >

સગપણ-સંબંધ

સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…

વધુ વાંચો >

સતી

સતી : મૃત પતિની પાછળ તેની જ ચિતામાં બળી મરનાર સ્ત્રી. અગાઉ લોકોમાં માન્યતા હતી કે જે સ્ત્રી સતી થાય તે તેત્રીસ કરોડ વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગનું સુખ ભોગવે છે અને આ મુદત પૂરી થયે ઉત્તમ કુળમાં જન્મીને એ જ પતિ પ્રિયતમને પરણે છે. સતી થનારી સ્ત્રી કપાળમાં…

વધુ વાંચો >

સત્યપ્રકાશ

સત્યપ્રકાશ : જુઓ કરસનદાસ મૂળજી

વધુ વાંચો >

સદવિચાર પરિવાર

સદવિચાર પરિવાર : સમાજસેવાની વિવિધ પ્રવૃત્તિઓ કરતું એક બિનસરકારી સંગઠન. ગુજરાત તેની સ્વૈચ્છિક સેવાસંસ્થાઓ થકી ઊજળું છે. જીવદયાના પ્રભાવી મૂલ્યવાળી સમાજરચનામાં કેટલાક ‘વૈષ્ણવજનો’એ આ મૂલ્યને ઉજાગર કરવાનું મિશન સ્વીકાર્યું અને પોતપોતાની રીતે પ્રવૃત્તિઓ શરૂ કરી. શરૂમાં વ્યક્તિગત રીતે થતું કામ વિસ્તરતું ગયું તેમ તેમ સંસ્થાકીય સ્વરૂપ બંધાતું ગયું. વૈષ્ણવજનના વિચારદેહ…

વધુ વાંચો >

સમજાવટ (અં. persuation, counselling)

સમજાવટ (અં. persuation, counselling) : તાર્કિક રજૂઆત વડે અન્ય વ્યક્તિને કંઈક કરવા માટે કે માનવા માટે પ્રેરવી તે. જો અન્ય વ્યક્તિ સમક્ષ પોતાના વિચારો રજૂ કરતી વખતે એક કરતાં વધારે ખ્યાલોને પરસ્પર સુસંગત રીતે વ્યક્ત કરવામાં આવે તો એ વિચારો કે ખ્યાલો એ વ્યક્તિને ગળે ઊતરી જાય છે. પરિણામે એ…

વધુ વાંચો >