Sociology

લોખંડે, એન. એમ.

લોખંડે, એન. એમ. (જ. ?; અ. ?): ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરી દેશમાં મજૂર મંડળોનો પાયો નાંખનાર શ્રમજીવી કાર્યકર. આખું નામ નારાયણ મેઘજી લોખંડે. તે પોતે મુંબઈના એક કારખાનામાં કામ કરતા હતા. 1875ના અરસામાં તત્કાલીન મુંબઈ ઇલાકાનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોને કામના સ્થળે જે ભયજનક અને અમાનવીય ગણાય તેવા…

વધુ વાંચો >

લોહિયા, રામમનોહર

લોહિયા, રામમનોહર (જ. 23 માર્ચ 1910, અકબરપુર, જિ. ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 12 ઑક્ટોબર 1967, દિલ્હી) : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન. તેમના પૂર્વજો લોખંડની ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા હોવાથી પરિવારનું નામ લોહિયા પડ્યું. મૂળ વતન મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ. પરંતુ વ્યવસાયને કારણે અયોધ્યા…

વધુ વાંચો >

લોંગોવાલ, હરચંદસિંઘ

લોંગોવાલ, હરચંદસિંઘ (જ. 2 જાન્યુઆરી 1932, ગદિરા, સંગરૂર જિલ્લો, પંજાબ; અ. 20 ઑગસ્ટ 1985, શેરપુરમાં હત્યા) : શિરોમણિ અકાલી દળના પ્રમુખ. ચાર ભાઈઓ અને ચાર બહેનોના બહોળા કુટુંબમાં જન્મેલા હરચંદસિંઘને બાળપણથી ધાર્મિક શિક્ષણ લેવા પ્રોત્સાહિત કરવામાં આવેલા. તેથી પરંપરાગત શિક્ષણ મેળવવાથી તેઓ દૂર રહ્યા. તેઓ ભટિંડા જિલ્લાના મૌજો ગામે જોધસિંગના…

વધુ વાંચો >

વકફ (wakf)

વકફ (wakf) : મુસ્લિમ કાયદામાં ટ્રસ્ટ જેવી વિભાવના ધરાવતી ધર્માદા સંસ્થા. વકફની કોઈ સંપૂર્ણ વ્યાખ્યા નથી. પ્રવૈધિક ભાષામાં વકફ એટલે રોકાણ અથવા અટકાયત. પ્રિવી કાઉન્સિલે ‘હેદયા’માં અબુ હનીફાના શિષ્યોએ અને ‘વકફ વેલિડેટિંગ ઍક્ટ, 1913’માં એની વ્યાખ્યા કરી છે એ પ્રમાણે જ્યારે કોઈ મુસ્લિમ વ્યક્તિ એની કોઈ પણ પ્રકારની મિલકત મુસ્લિમ…

વધુ વાંચો >

વજ્રયાન

વજ્રયાન : બૌદ્ધ ધર્મનો તાન્ત્રિક સંપ્રદાય. તાન્ત્રિક બૌદ્ધ સાધનાનું ઉદભવસ્થાન ધાન્યકટક યા શ્રીપર્વત મનાય છે. તે દક્ષિણમાંથી બંગાળ-બિહારમાં પ્રસરી અને પાલ રાજાઓના સમયમાં ઈસવી સનની આઠમીથી તેરમી શતાબ્દી સુધી ત્યાં વિકસી અને અસ્તિત્વ ધરાવતી રહી. બૌદ્ધ તાન્ત્રિક સાધનાના ત્રણ સંપ્રદાયો છે : વજ્રયાન, કાલચક્રયાન અને સહજયાન. વજ્રયાનના બે મહત્વના ગ્રન્થો…

વધુ વાંચો >

વડોદરા રાજ્ય પ્રજામંડળ

વડોદરા રાજ્ય પ્રજામંડળ : વડોદરા રાજ્યના આગેવાનોએ પ્રજાને રાજકીય દૃષ્ટિએ જાગ્રત કરવા, નીડર કાર્યકરો તૈયાર કરવા તથા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા સયાજીરાવની રાહબરી હેઠળ જવાબદાર રાજ્યતંત્રની રચના કરવા માટે સ્થાપેલું મંડળ. 31મી ડિસેમ્બર 1916ના રોજ નવસારીમાં હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપદે પ્રથમ સંમેલન યોજીને તેમાં વડોદરા રાજ્ય પ્રજામંડળની સ્થાપના કરવાનો ઐતિહાસિક ઠરાવ થયો.…

વધુ વાંચો >

વણીકર, વિ. એ.

વણીકર, વિ. એ. (જ. 16 ડિસેમ્બર 1915, પેટલાદ, જિ. આણંદ; અ. 31 ઑક્ટોબર 1988, ડાંગ પ્રદેશ) : નિષ્ઠાવાન હિંદુત્વવાદી સામાજિક કાર્યકર અને જાણીતા રોગનિદાનશાસ્ત્રજ્ઞ. આખું નામ વિશ્વનાથ અનંત વણીકર. મૂળ વતન નાશિક (મહારાષ્ટ્ર). એમના પિતા મિકૅનિકલ એન્જિનિયર હતા. નાશિકથી અમદાવાદ તેઓ પરિવાર સાથે આવ્યા. વિશ્વનાથનો પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ અમદાવાદમાં…

વધુ વાંચો >

વન્દે માતરમ્

વન્દે માતરમ્ : ભારતની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સૈનિકોને સર્વોચ્ચ બલિદાનની પ્રેરણા પૂરી પાડનાર તથા સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રગીતની સમકક્ષ અધિકૃત દરજ્જો ધરાવનાર રાષ્ટ્રીય પ્રેરણાગાન. ‘વન્દે માતરમ્’ ગીત ભારતીય સંસ્કૃતિનું અણમોલ રત્ન છે. સ્વાતંત્ર્ય-સંગ્રામમાં લોકજાગૃતિ દ્વારા અને પ્રેરણા પૂરી પાડવાના હેતુથી દેશભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચૅટરજી…

વધુ વાંચો >

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis)

વય અને વિસ્તાર અધિતર્ક (age and area hypothesis) : વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં સજીવની જાતિના વિતરણને સમજાવતો અધિતર્ક. આ અધિતર્ક વિલિસે (1922) આપ્યો. તેમના મત પ્રમાણે કોઈ પણ જાતિના વિતરણનો આધાર તે જાતિની વય સાથે સંબંધિત છે. જો કોઈ એક નિશ્ચિત જાતિનો ઉદવિકાસીય ઇતિહાસ લાંબો હોય તો તેનું વિતરણ મોટા વિસ્તારોમાં…

વધુ વાંચો >

વર્ગ (સમાજશાસ્ત્ર)

વર્ગ (સમાજશાસ્ત્ર) : સામાજિક વિજ્ઞાનોમાં ‘વર્ગ’નો ખ્યાલ સંશોધનોમાં અને વિશ્ર્લેષણમાં વિવિધ રીતે પ્રયોજાય છે અને ઉપયોગમાં લેવામાં આવે છે. સમાજશાસ્ત્રીઓ સામાજિક સ્તરરચનાના એક સ્વરૂપ તરીકે વર્ગને સમજાવે છે. વર્ગ ઉપરાંત ભારતીય સમાજમાં જ્ઞાતિ અને મધ્યકાલીન યુરોપમાં એસ્ટેટ (જાગીર વ્યવસ્થા) સામાજિક સ્તરરચનાનાં અન્ય સ્વરૂપો છે. વર્ગ સહિતનાં આ તમામ સ્વરૂપો સામાજિક-આર્થિક…

વધુ વાંચો >