Sociology

લઘુમતી અને લઘુમતીવાદ

લઘુમતી અને લઘુમતીવાદ : લઘુસંખ્યક જૂથ કે જે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપક અને પ્રમુખ સમૂહ(dominant group)થી અલગ તરી આવે છે. શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહના અડધા ભાગથી પણ નાનો અંશ તે લઘુમતી. આ લઘુમતી આમ તો બહુમતીની સાથે કે નજીક એક જ રાજકીય વિસ્તારની…

વધુ વાંચો >

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના…

વધુ વાંચો >

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી)

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી) (જ. ડિસેમ્બર 1903, નવસારી; અ. 2001) : વીસમી સદીના સૌથી વધુ નોંધપાત્ર મુફતી. તેમણે રાંદેર- (જિલ્લો સૂરત)ના દારુલ ઉલૂમ હુસૈનિયામાં રહીને એક આલિમે દીન અને મુફતી તરીકે મુસ્લિમ કોમ તથા દેશની આગવી સેવા બજાવી છે. તેઓ કાદરી-સૈયદ કુળના નબીરા અને હજરત અબ્દુલ કાદર જીલાનીના વંશજ હતા. તેમના…

વધુ વાંચો >

લાન્ઝા, ડેલ વાસ્તો

લાન્ઝા, ડેલ વાસ્તો (જ. ? 1901, સેન વીટો ડી. નૉર્મન્ની, ફ્રાન્સ; અ. ? 1983, સ્પેન) : ફ્રાન્સના ગાંધી તરીકે જાણીતા અને ભારત બહાર ગાંધીવિચાર અને વ્યવહારનો ફેલાવો કરનાર નિષ્ઠાવાન ફ્રેંચ માનવતાવાદી ચિંતક અને સમાજસેવક. પિતૃપક્ષે સિસિલી અને માતૃપક્ષે બેલ્જિયમના રાજવંશમાં પેદા થયા હતા, પરંતુ નાનપણથી તેમને જીવનનું રહસ્ય શોધવામાં રસ…

વધુ વાંચો >

લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર)

લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર) (જ. 23 ઑગસ્ટ 1845, નારદીપુર, ગુજરાત; અ. 12 ઑક્ટોબર 1912, અમદાવાદ) : ગુજરાતના નામાંકિત સમાજસેવક, સમાજસુધારક અને સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી. તેઓ ન્યાતે વિસનગરા નાગર ગૃહસ્થ હતા. એમના પિતા ઉમિયાશંકર દવે અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ બાદ, આગળ અભ્યાસનો પિતાએ વિરોધ કરવાથી ઘર છોડી, સ્કૉલરશિપથી અભ્યાસ ચાલુ…

વધુ વાંચો >

લાલા લજપતરાય

લાલા લજપતરાય (જ. 28 જાન્યુઆરી 1865, લુધિયાણા, પંજાબ; અ. 17 નવેમ્બર 1928, લાહોર, પાકિસ્તાન) : ભારતના મહાન સ્વાતંત્ર્ય-સેનાની, આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન 1877માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને…

વધુ વાંચો >

લીનાબહેન મંગળદાસ

લીનાબહેન મંગળદાસ (જ. 18 ઑગસ્ટ 1915, અમદાવાદ) : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં બાળકલ્યાણ પ્રવૃત્તિ ચલાવતા ‘શ્રેયસ’ વિદ્યાસંકુલનાં સ્થાપક. ધનિક કુટુંબમાં જન્મ. પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. તેમના વડવા મગનભાઈ શેઠે ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. એ વારસો લીનાબહેને ‘શ્રેયસ’ વિદ્યાકીય સંકુલ દ્વારા જાળવી રાખ્યો…

વધુ વાંચો >

લે ડક થો

લે ડક થો (જ. 11 ઑક્ટોબર 1911, નાગ હા પ્રાંત, ઇન્ડોચાયના; અ. 13 ઑક્ટોબર 1990, હેનૉઇ, વિયેટનામ) : વિયેટનામ યુદ્ધનો અંત લાવવા માટે સફળ રીતે વાટાઘાટો કરનાર તથા વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે મેળવનાર વિયેટનામના મુત્સદ્દી. મધ્યમ વર્ગના પરિવારમાં ઉત્તર વિયેટનામના એક નાનકડા ગામડામાં જન્મ. મૂળ નામ ફાન દિન…

વધુ વાંચો >

લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ

લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી  મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું…

વધુ વાંચો >

લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી

લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…

વધુ વાંચો >