Sociology
મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય
મહેતા, પુષ્પાબહેન જનાર્દનરાય (જ. 21 માર્ચ 1905, પ્રભાસ પાટણ; અ. 2 એપ્રિલ 1988, અમદાવાદ) : સમાજસેવા અને નારીકલ્યાણના ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરનાર. અને ગુજરાતની અનેક સમાજકલ્યાણની સંસ્થાઓના આદ્ય સ્થાપક. સંસ્કારી વડનગરા કુટુંબમાં પિતા હરપ્રસાદ દેસાઈ અને માતા હેતુબહેનનાં પુત્રી પુષ્પાબહેનને ગળથૂથીમાંથી જ સ્વદેશીની ભાવના અને ઉદાત્ત વિચારોનો વારસો મળ્યો હતો.…
વધુ વાંચો >મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ
મહેતા, બબલભાઈ પ્રાણજીવનદાસ (જ. 10 ઑક્ટોબર 1910, સાયલા (સૌરાષ્ટ્ર); અ. 27 સપ્ટેમ્બર 1981, થામણા) : જાણીતા ગાંધીવાદી કાર્યકર, સ્વાતંત્ર્ય સૈનિક અને લોકસેવક. એક વર્ષની ઉંમરે જ પિતાને ગુમાવતાં માતાની છત્રછાયા હેઠળ ઊછર્યા. સુઘડતા, કરકસર, ઉદ્યોગપરાયણતા જેવા ગુણોનો વારસો માતા પાસેથી મળેલો. પ્રારંભિક શિક્ષણ હળવદ તથા મુંબઈમાં. નાનપણથી જ સંગીત અને…
વધુ વાંચો >મહેતા, રમા
મહેતા, રમા (જ. 1923, નૈનિતાલ, ઉ. પ્ર.; અ. 1978) : પ્રખ્યાત ભારતીય અંગ્રેજી નવલકથાકાર અને સમાજશાસ્ત્રી. તેમને તેમની નવલકથા ‘ઇન્સાઇડ ધ હવેલી’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. તેમણે લખનૌની ઇસાબેલા થૉબર્ન કૉલેજમાંથી બી.એ. થયા બાદ દિલ્હી યુનિવર્સિટીમાંથી તત્વજ્ઞાન વિષયમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ અમેરિકામાં મિશિગન…
વધુ વાંચો >મહેતા, રમેશ સુમંત
મહેતા, રમેશ સુમંત (જ. 1906, અમદાવાદ; અ. 1998) : રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સુવિખ્યાત પર્યાવરણવિદ્. ગુજરાતના જાણીતા સમાજસુધારક, દેશસેવક તથા શિક્ષણકાર. ડૉ. સુમંત મહેતા તથા શારદાબહેનના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમનો અભ્યાસ અમદાવાદ, વડોદરા અને કરાંચીમાં થયો હતો. તેમણે સિવિલ એન્જિનિયરિંગની ઉપાધિ 1931માં મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી હતી અને માસ્ટર્સ ડિગ્રી…
વધુ વાંચો >મહેતા, વિદ્યાબહેન
મહેતા, વિદ્યાબહેન (જ. 1921, અમદાવાદ; અ. ? અમદાવાદ) : સ્વાતંત્ર્ય-સેનાની અને અગ્રણી સામાજિક કાર્યકર. પિતા છક્કડભાઈ શાહને રેંટિયાપ્રવૃત્તિ અને ખાદી અંગેના કામમાં ઊંડો રસ હતો. તેમના પિતાની બનાવેલી રૂની પૂણીઓ યરવડા જેલમાં ગાંધીજી ઉપયોગમાં લેતા. પિતાની સાથે આ પુત્રી પણ ગાંધીઆશ્રમની પ્રાર્થનાઓમાં ભાગ લેતી. આમ વિદ્યાબહેને બાલ્યાવસ્થામાં જ ખાદી, રેંટિયો…
વધુ વાંચો >મહેતા, શારદાબહેન
મહેતા, શારદાબહેન (જ. 26 જૂન 1882, અમદાવાદ; અ. 13 નવેમ્બર 1970) : સમાજસુધારક, સ્વાતંત્ર્યસૈનિક, મહિલા-ઉત્કર્ષનાં પ્રણેતા. શિક્ષિત મધ્યમ વર્ગના નાગર પરિવારમાં જન્મેલાં શારદાબહેનના પિતા તે ગોપીલાલ મણિલાલ ધ્રુવ. તેમની માતા બાળાબહેન ગુજરાતના પ્રસિદ્ધ સામાજિક સુધારક ભોળાનાથ સારાભાઈ દિવેટિયાનાં પૌત્રી હતાં. શારદાબહેને 1897માં મૅટ્રિક અને 1901માં લૉજિક અને મૉરલ ફિલૉસૉફી વિષયો…
વધુ વાંચો >માથુર, કૃપાશંકર
માથુર, કૃપાશંકર (જ. 1929; અ. 21 સપ્ટેમ્બર 1977, લખનૌ) : ભારતીય સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. 1951માં તેમની નિમણૂક લખનૌ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર અને નૃવંશશાસ્ત્રના અધ્યાપક તરીકે કરવામાં આવી. ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી, કૅનબરામાંથી પીએચ. ડી.ની પદવી (1960) પ્રાપ્ત કરી. તેમણે કરેલા સંશોધનકાર્યનું પુસ્તક…
વધુ વાંચો >માર્ગારેટ કઝિન્સ
માર્ગારેટ કઝિન્સ (જ. 1878, અ. 1954) : ભારતને વતન તરીકે સ્વીકારનાર મહિલાવાદી નેત્રી. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેના લગાવને કારણે તેઓ શ્રીમતી ઍની બિસેન્ટના કાર્યમાં જોડાતાં તેમને ભારત આવવાની તક સાંપડી. ભારતમાં આવી ઍની બિસેન્ટના જમણા હાથ બની તેઓ મહિલા-ઉત્કર્ષના કાર્યમાં જોડાયાં. તેમના પતિ જેમ્સ કઝિન્સે – ‘જયરામ કઝિન્સ’ તરીકે જાણીતા પણ…
વધુ વાંચો >માવળંકર, પુરુષોત્તમ ગણેશ
માવળંકર, પુરુષોત્તમ ગણેશ (જ. 3 ઑગસ્ટ 1928, અમદાવાદ) : જાણીતા સમાજસેવક, કેળવણીકાર અને નીડર સાંસદ. પિતા ગણેશ વાસુદેવ માવળંકર સ્વાતંત્ર્યસેનાની, અગ્રણી ધારાશાસ્ત્રી, ભારતની પ્રથમ લોકસભાના અધ્યક્ષ તથા રાષ્ટ્રકુટુંબના પ્રથમ ભારતીય અધ્યક્ષ તરીકે ભારતમાં અને ભારત બહાર જાણીતા બનેલા. માતા સુશીલા સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત લોકસભાનાં પૂર્વસભ્ય હતાં. ‘પી. જી.’ અથવા ‘અણ્ણાસાહેબ’…
વધુ વાંચો >મિલ્સ, ચાર્લ્સ રાઇટ
મિલ્સ, ચાર્લ્સ રાઇટ [જ. 28 ઑગષ્ટ 1916, વીકો, ટેક્સાસ; અ. 20 માર્ચ 1962, વેસ્ટ ન્યાક(West Nyack), ન્યૂયૉર્ક] : વીસમી સદીના પાંચમા અને છઠ્ઠા દાયકામાં અમેરિકન સમાજના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રદાન કરનાર અમેરિકન સમાજશાસ્ત્રી. તેમણે ટૅક્સાસ તથા વિસ્કૉન્સિન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો હતો તથા વિસ્કૉન્સિન અને મેરિલૅન યુનિવર્સિટીઓમાં અધ્યાપન કર્યું હતું. 1946–62ના ગાળામાં…
વધુ વાંચો >