Sociology

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ

પરીખ, મોહનભાઈ નરહરિભાઈ (જ. 24 ઑગસ્ટ 1922, અમદાવાદ; અ. 14 ઑક્ટોબર 1991, યુનાઇટેડ સ્ટેટ્સ) : ભૂદાન કાર્યકર, સૂર્યકૂકરના અને કૃષિ-ઓજારોના સંશોધક. તેમના પિતા નરહરિભાઈ પરીખ પ્રસિદ્ધ સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીવાદી લોકસેવક હતા. મોહનભાઈએ પ્રાથમિક શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં લીધું હતું. અમદાવાદમાં 1941માં કોમી હુલ્લડ થયું ત્યારે રવિશંકર મહારાજ સાથે મૃતાત્માઓની દુર્ગંધવાળી લાશો…

વધુ વાંચો >

પશ્ચિમીકરણ

પશ્ચિમીકરણ : ભારતીય સમાજમાં થઈ રહેલા પરિવર્તનની સમજૂતી આપવા માટેનો એક મહત્વનો ખ્યાલ. દોઢસો વર્ષથી વધારે સમયગાળાના અંગ્રેજ શાસનકાળને પરિણામે ભારતીય સમાજ અને સંસ્કૃતિનાં વિવિધ પાસાં પર તેની પ્રબળ અસર થઈ. શિક્ષણ, વહીવટ, અર્થકારણ, યંત્રવિજ્ઞાન, સંસ્થાઓ, વિચારસરણી તથા મૂલ્યોના ક્ષેત્રે પશ્ચિમના સમાજના પ્રભાવથી જે જે પરિવર્તનો આવ્યાં તેને ભારતીય સમાજનું…

વધુ વાંચો >

પંડિત કૃપાશંકર બહેચરદાસ

પંડિત, કૃપાશંકર બહેચરદાસ (જ. 1877, લાડોલ, તા. વિજાપુર; અ. 4 એપ્રિલ 1970, અમદાવાદ) : સ્વદેશીના પ્રચારક, ક્રાંતિકાર અને શિલ્પી. વિસનગરા નાગર જ્ઞાતિના બહેચરદાસ આજીવિકા મેળવવા સતારા જિલ્લાના તાસગાંવમાં રહેતા હોવાથી કૃપાશંકરનો બાળપણનો ઉછેર ત્યાં થયો. તેમના મોસાળ ભુજમાં રહી અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણી, ત્યાંના રાજકુમારોના શિક્ષક કેશવ હર્ષદ ધ્રુવની…

વધુ વાંચો >

પાટીલ નાના

પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)

પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…

વધુ વાંચો >

પારસન્સ ટૉલકૉટ

પારસન્સ, ટૉલકૉટ (જ. 13 ડિસેમ્બર 1902, કૉલારાડો સ્પ્રિંગ્ઝ, કૉલારાડો, યુ.એસ.; અ. 8 મે 1979, મ્યૂનિક, વેસ્ટ જર્મની) : જાણીતા અમેરિકન સમાજશાસ્ત્રી. પિતા એડ્વર્ડ પારસન્સ એ જ શહેરના ધાર્મિક સમુદાયના મિનિસ્ટર હતા. તેમણે સામાજિક સુધારક તરીકે સામાજિક સુધારણાના આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું આખું કુટુંબ સામાજિક સુધારણાના રંગે રંગાયેલું હતું.…

વધુ વાંચો >

પારેખ છગનલાલ

પારેખ, છગનલાલ (જ. 27 જૂન, 1894, રાજકોટ; અ. 14 ડિસેમ્બર, 1968 મુંબઈ) : દુ:ખી જનોના સંનિષ્ઠ સેવક. ‘છગનબાપા’ના નામે વધારે જાણીતા. ગ્રામ-વિસ્તારોમાં દરિદ્રતા અને નિરક્ષરતાનિવારણ અર્થે નિ:સ્વાર્થ સેવા આપનાર છગનલાલ ક. પારેખનો જન્મ થયો ત્યારે ગુજરાત વ્યાપક રીતે ગાંધીજીના સમાજસેવાના સંસ્કારોથી પ્રભાવિત હતું. છગનલાલે પાડોશી મહિલાઓથી સમાજસેવાનો આરંભ કર્યો. તેમણે…

વધુ વાંચો >

પારેખ મંગળદાસ ગિરધરદાસ

પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની…

વધુ વાંચો >

પાલ બિપિનચંદ્ર રામચંદ્ર

પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…

વધુ વાંચો >