Sociology
નીલકંઠ, મહીપતરામ રૂપરામ
નીલકંઠ, મહીપતરામ રૂપરામ (જ. 3 ડિસેમ્બર 1829, સૂરત; અ. 3 સપ્ટેમ્બર 1891) : ગુજરાતના લેખક તથા સમાજસુધારક. તેઓ પરદેશગમન કરનાર સૌપ્રથમ ગુજરાતી વડનગરા નાગર ગૃહસ્થ હતા. પ્રાર્થનાસમાજના ઉત્કર્ષમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તે ભોળાનાથના ઉત્તરાધિકારી અને પ્રાર્થનાસમાજના પ્રમુખ પણ હતા. તેમણે ‘બુદ્ધિવર્ધક સભા’ તથા ‘જ્ઞાનપ્રસારક’ જેવી સંસ્થાઓમાં રસ લીધો હતો.…
વધુ વાંચો >નેની, પિયેત્રો સાન્ડ્રો
નેની, પિયેત્રો સાન્ડ્રો (જ. 9 ફેબ્રુઆરી 1891, ફાઇનઝા, ઇટાલી; અ. 1 જાન્યુઆરી 1980, રોમ) : ઇટાલીના અગ્રણી મુત્સદ્દી, પત્રકાર, સમાજવાદી નેતા તથા દેશના નાયબ વડાપ્રધાન. 7થી 18 વર્ષની વય સુધી આ ખેડૂતપુત્રનો અનાથાલયમાં ઉછેર થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે લશ્કરમાં કામગીરી કરી અને ત્યારબાદ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને…
વધુ વાંચો >ન્યેરેરે, જુલિયસ કે.
ન્યેરેરે, જુલિયસ કે. (જ. 13 એપ્રિલ 1922, બુટિયામા, ટાન્ઝાનિયા અ. 14 ઑક્ટોબર 1999, લંડન, યુ. કે.) : ટાન્ઝાનિયાની સ્વાધીનતા- ચળવળના પિતા, તે દેશના નિવૃત્ત પ્રમુખ, આફ્રિકાના નિર્ભીક સ્વતંત્ર વિચારક તથા આફ્રિકન સમાજવાદના પ્રણેતા. તેમનો જન્મ વિક્ટોરિયા સરોવરના પૂર્વ કિનારા તરફના બુટિયોના નગરની બાજુના ગામડામાં થયો હતો. પિતા ઝાંકી આદિમ લોકજાતિના…
વધુ વાંચો >પકવાસા, પૂર્ણિમાબહેન
પકવાસા, પૂર્ણિમાબહેન (જ. 1 ઑક્ટોબર 1913, સુરેન્દ્રનગર; અ. 25 એપ્રિલ 2016, ડાંગ) : ગુજરાતના આદિવાસીઓ માટે કામ કરનાર મહિલા સેવિકા અને ઋતંભરા વિશ્વવિદ્યાપીઠનાં આદ્યસ્થાપક. ગાંધીયુગે દેશની મહિલાઓમાં અનન્ય ખુમારી પેદા કરેલી. આવાં એક સેવિકા પૂર્ણિમાબહેન પકવાસા, નિરાડંબરી, નિર્ભીક અને સેવાની લગન ધરાવતાં મહિલા. નાની વયે આઝાદીની લડતનું મનોબળ કેળવી, દારૂબંધી…
વધુ વાંચો >પટવર્ધન, અચ્યુત સીતારામ
પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…
વધુ વાંચો >પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ
પટેલ, ઊર્મિલાબહેન ચીમનભાઈ (જ. 5 માર્ચ 1932, વડોદરા; અ. 21 એપ્રિલ 2016, અમદાવાદ) : ગુજરાતનાં જાણીતાં સામાજિક કાર્યકર, કેન્દ્રીય મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય તથા રાજ્યસભાનાં સભ્ય. પિતા પ્રેમાનંદ વ્યવસાયે ડૉક્ટર. માતાનું નામ નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ વીસનગર તથા મહેસાણા ખાતે અને માધ્યમિક શિક્ષણ ટી. જે. હાઈસ્કૂલ, વડોદરામાં લીધું. એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય…
વધુ વાંચો >પટેલ, એચ. એમ.
પટેલ, એચ. એમ. (જ. 27 ઑગસ્ટ 1904, મુંબઈ; અ. 30 નવેમ્બર 1993, વલ્લભવિદ્યાનગર) : દક્ષ વહીવટકર્તા, સમાજસેવક અને રાજકીય નેતા. તેમનું આખું નામ હીરુભાઈ મૂળજીભાઈ પટેલ. વતન ખેડા જિલ્લામાં ધર્મજ. પિતા મૂળજીભાઈ પ્રાથમિક શાળાના શિક્ષક અને પછી મુંબઈમાં એસ્ટેટ બ્રોકર. કાકા ભૂલાભાઈએ વિદ્યાવ્યાસંગના સંસ્કાર આપ્યા. ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષક કરુણાશંકર માસ્તરથી…
વધુ વાંચો >પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા)
પટેલ, છગનલાલ પીતાંબરદાસ (છગનભા) (જ. 11 નવેમ્બર 1863; અ. 22 ડિસેમ્બર 1940, સરઢવ, જિ. ગાંધીનગર) : ઉત્તર ગુજરાતના અગ્રણી સામાજિક કાર્યકર. તેઓ કુરૂઢ માનસનાબૂદી, અસ્પૃશ્યતાનિવારણ, વ્યસનમુક્તિના પ્રખર હિમાયતી, કેળવણીના પ્રહરી, આજીવન ભેખધારી, હતા. શિક્ષણ જેવું અન્ય કોઈ પ્રભાવક બળ ન હોવાની તેમની સમજ હતી. તેથી, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, શિક્ષણની…
વધુ વાંચો >પટેલ, જગદીશ
પટેલ, જગદીશ (જ. 5 સપ્ટેમ્બર 1928, વિરસદ, જિ. ખેડા; અ. 31 માર્ચ 1999, અમદાવાદ) : અંધજનોના ઉત્કર્ષ માટે જીવનભર કાર્યરત રહેલા ગુજરાતના અગ્રણી સમાજસેવક. પિતાનું નામ કાશીભાઈ. તેઓ ડૉક્ટર હતા. માતાનું નામ લલિતાબહેન. ત્રણ ભાઈઓ અને બે બહેનો ધરાવતા પરિવારમાં જગદીશભાઈ સૌથી મોટા. માત્ર આઠ વર્ષના હતા ત્યારે મૅનેન્જાઇટિસ રોગના…
વધુ વાંચો >પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ
પટેલ, ત્રિભુવનદાસ કીશીભાઈ (જ. 22 ઑક્ટોબર 1903, આણંદ; અ. 3 જૂન 1994, આણંદ) : અગ્રણી સ્વાતંત્ર્યસેનાની તથા ગુજરાતમાં ડેરીઉદ્યોગ-ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિના પ્રણેતા. ખેડૂત-પરિવારમાં જન્મ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ આણંદમાં. 1919માં આણંદ સેવક સમાજની સ્થાપના કરી અને તે દ્વારા જાહેર જીવનમાં પ્રવેશ. 1921માં સરકારી શાળાનો ત્યાગ કર્યો અને મહાત્મા ગાંધીજીએ સ્થાપેલ…
વધુ વાંચો >