Sociology

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ

દેસાઈ, અક્ષયકુમાર રમણલાલ (જ. 16 એપ્રિલ 1915, નડિયાદ; અ. 12 ઑક્ટોબર 1994, વડોદરા) : ભારતના પ્રખર માર્કસવાદી કર્મશીલ સમાજશાસ્ત્રી. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈ તેમના પિતા. તેમના બાળપણમાં જ માતા કૈલાસબહેનનું અવસાન થયેલું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હડતાળ પડાવવાને કારણે તેમને યુનિવર્સિટી છોડવી પડી અને વડોદરાથી મુંબઈ જવું પડ્યું. મુંબઈમાં…

વધુ વાંચો >

દેસાઈ, અરુણાબહેન

દેસાઈ, અરુણાબહેન (જ. 13 મે 1924, જૂનાગઢ; અ. 16 ફેબ્રુઆરી 2007, વઢવાણ, જિ. સુરેન્દ્રનગર) : સ્ત્રીઓનાં રક્ષણ અને સ્વાતંત્ર્ય માટે જીવન સમર્પિત કરનાર સમાજસેવિકા. પિતા શંકરપ્રસાદ. માતા ઇન્દિરાબહેન. અરુણાબહેને પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું હતું. 1946માં માનસશાસ્ત્રના વિષય સાથે તેઓ ગ્રૅજ્યુએટ થયાં હતાં. માત્ર ત્રણ જ વર્ષની…

વધુ વાંચો >

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’

દેસાઈ, અંબાલાલ સાકરલાલ, ‘એક ગુર્જર’ (જ. 25 માર્ચ 1844; અ. 12 સપ્ટેમ્બર 1914) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર અને સ્વદેશીના હિમાયતી, ઉદ્યોગપતિ. અંબાલાલનો જન્મ, ગુજરાતની બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેમનું વતન અલીણા. તેમના પિતા અમદાવાદના વિખ્યાત વકીલ હતા. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમણે તેમનું જીવન ખૂબ જ નિયમિત બનાવેલું. 1864માં મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ

દેસાઈ, ઈશ્વરલાલ પ્રાગજીભાઈ (જ. 31 જુલાઈ 1911, પરુજણ, નવસારી; અ. 26 જાન્યુઆરી 1985) : ગુજરાતના જાણીતા સમાજશાસ્ત્રી. પ્રોફેસર જી. એ. ઘુર્યેના માર્ગદર્શન હેઠળ તેમણે 1942માં ‘ગુનાનાં સામાજિક પરિબળો’ વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે (1952 થી 1966) એમણે શિક્ષણકાર્ય કર્યું…

વધુ વાંચો >

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર

દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી…

વધુ વાંચો >

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય

દેસાઈ, પ્રીતમરાય વ્રજરાય (જ. 6 નવેમ્બર 1890, સાણંદ; અ. 18 મે 1948, અમદાવાદ) : ગુજરાતની સૌપ્રથમ સહકારી ગૃહમંડળીના સ્થાપક અને પિતા. તેઓ ગાંધીવાદી નેતા અને પ્રખ્યાત સેવાભાવી ડૉક્ટર હરિપ્રસાદ દેસાઈના લઘુબંધુ હતા. તેમનું કુટુંબ ખાડિયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં ભાડે રહેતું હતું. પ્રીતમરાય ઈ. સ. 1908માં મૅટ્રિક થયા. એ જ…

વધુ વાંચો >

ધોરણભંગ

ધોરણભંગ : જુઓ, સામાજિક ધોરણો

વધુ વાંચો >

ધોળકિયા, નવનીત (લૉર્ડ)

ધોળકિયા, નવનીત (લૉર્ડ) (જ. 4 માર્ચ 1937, ટાન્ઝાનિયા) : બ્રિટનની પાર્લમેન્ટના હાઉસ ઑવ્ લૉર્ડ્ઝના સન્માનનીય લૉર્ડ મેમ્બર અને બ્રિટનમાં વસતા મૂળ ભારતીય સમુદાયના બ્રિટનની લિબરલ પાર્ટીના સંસદીય નેતા. મૂળ વતન ભાવનગર, પિતા પરમાનંદદાસ અને માતા શાંતાબહેનના મેધાવી પુત્ર. જ્ઞાતિએ વાળંદ. બી.એસસી. સુધીનો અભ્યાસ. શ્રી અને શ્રીમતી ધોળકિયાની બે પુત્રીઓ છે;…

વધુ વાંચો >

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ

ધ્રુ, ગટુલાલ ગોપીલાલ (જ. 10 મે 1881, અમદાવાદ; અ. 24 મે 1968, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સમાજસુધારક, લેખક અને પત્રકાર. નાજર ગોપીલાલ મણિલાલને ત્યાં માતા બાળાબહેન ભોળાનાથની કૂખે વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મ. નરસિંહરાવ દિવેટિયાના ભાણેજ તથા વિદ્યાગૌરી નીલકંઠના નાના ભાઈ થાય. વતન ઉમરેઠ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠ તથા અમદાવાદમાં અને…

વધુ વાંચો >

નશાખોરી

નશાખોરી : કેફી કે માદક પદાર્થનો વારંવાર નશો કરવાની વૃત્તિ. કેફી પદાર્થ લેવાથી વ્યક્તિના ચેતાતંત્ર ઉપર અસર થાય છે અને તેની અસર વ્યક્તિની મનોદૈહિક પ્રક્રિયા ઉપર પડે છે. આને કારણે કાં તો પ્રક્રિયા ઉત્તેજિત થાય છે અને શિથિલ પડે છે. આ ઉત્તેજના અથવા શિથિલતાના વિશિષ્ટ અનુભવને નશો કહેવામાં આવે છે.…

વધુ વાંચો >