Sociology

જૈન, શ્રેયાંસપ્રસાદ

જૈન, શ્રેયાંસપ્રસાદ (જ. 3 નવેમ્બર 1908, નાજીબાબાદ; અ. 17 માર્ચ 1992, મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ તથા અગ્રણી સમાજસેવક. જાણીતા જમીનદાર શાહુ કુટુંબમાં જન્મેલા શ્રેયાંસપ્રસાદને નાનપણથી કુટુંબની મિલકતના વહીવટની જવાબદારી ઉઠાવવી પડી. સાથોસાથ યુવાન વયે નાજીબાબાદ નગરપાલિકાના ઉપપ્રમુખ તથા બિજનોર જિલ્લા બોર્ડની શિક્ષણ સમિતિના અધ્યક્ષની કામગીરી માથે લીધી. લાહોરની એક…

વધુ વાંચો >

જૌહર

જૌહર : દુશ્મનો સામે હાર નિશ્ચિત જણાય ત્યારે આક્રમણખોરોથી સ્વધર્મ અને શીલની રક્ષા માટે થતો સ્ત્રીઓનો સામૂહિક અગ્નિપ્રવેશ. ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ જૌહર કરતી તેના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જૌહરની પ્રથા માત્ર રાજપૂતોમાં જ પ્રચલિત હતી; પરંતુ રાજપૂત ઇતિહાસ પૂર્વે પણ જૌહરના બનાવના…

વધુ વાંચો >

જ્ઞાતિ

જ્ઞાતિ : હિંદુઓની સમાજરચના અંગેની એક વ્યવસ્થા. માનવ- ઇતિહાસના કોઈ પણ તબક્કાને તપાસીએ તો સમાજનું કોઈ ને કોઈ રીતે વિભાગીકરણ થયેલું જણાશે. આ વિભાગીકરણ સામાન્ય રીતે સામાજિક અને આર્થિક સંદર્ભે થયું છે. ભારતીય સંદર્ભમાં ખાસ કરીને હિંદુ સમાજ જ્ઞાતિના આધારે અસમાન રીતે વિભાજિત રહ્યો છે. જ્ઞાતિવ્યવસ્થાના મૂળમાં રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને…

વધુ વાંચો >

જ્યોતિસંઘ

જ્યોતિસંઘ : સ્ત્રીઓના સર્વાંગી વિકાસની ભાવનાથી સ્થપાયેલી સંસ્થા. સ્થાપના 1934. 1930ની સ્વાતંત્ર્ય-લડતમાં ગાંધીજીએ ભારતીય નારીને સામેલ કરી. અમદાવાદના ઉદ્યોગપતિ અંબાલાલ સારાભાઈનાં મોટાં દીકરી મૃદુલા લડતમાં જોડાયાં. 1933માં લડત સમેટાઈ ત્યાં સુધી બહેનોમાં ઉત્સાહનો જુવાળ ચાલુ રહ્યો. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત, અજ્ઞાન અને વહેમથી પીડાતો હતો. સ્ત્રીઓની સ્થિતિ દયનીય હતી. લડત સમેટાતાં…

વધુ વાંચો >

ઝિમેલ, જ્યોર્જ

ઝિમેલ, જ્યોર્જ (જ. 1 માર્ચ 1858, બર્લિન; અ. 28 સપ્ટેમ્બર 1918) : સમાજશાસ્ત્રના જર્મન સ્થાપક. તેમણે સમાજશાસ્ત્રના અભ્યાસને સંરચનાવાદ (structuralism) નામનું નવું પરિમાણ આપ્યું. માનવસમાજનો અભ્યાસ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. પણ, છેક ઓગણીસમી સદીના પ્રારંભ સુધી તેને શાસ્ત્ર કે વિજ્ઞાન ગણવામાં આવતું નહોતું. આ સમયે ફ્રેન્ચ ચિંતક ઑગુસ્ત કૉમ્તે…

વધુ વાંચો >

ઝૂંપડપટ્ટી

ઝૂંપડપટ્ટી : આર્થિક કંગાલિયતની કાયમી પરિસ્થિતિમાં જીવતા લોકોના વસવાટોનો સમૂહ. વિશ્વમાં માનવજીવનના પ્રારંભથી આશ્રયસ્થાન, રહેઠાણ કે આવાસ વ્યક્તિ અને કુટુંબના કેન્દ્રમાં રહેલ છે. સામંતશાહીનો અસ્ત, વિશ્વભરના મૂડીવાદી દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ત્રીજા વિશ્વના દેશોમાં શહેરીકરણને કારણેઝૂંપડપટ્ટીનો ઉદભવ એક અનિવાર્ય ઘટના બની. તેણે અનેક સમસ્યાઓ સર્જી છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની વ્યાખ્યા પ્રમાણે…

વધુ વાંચો >

ટિળક, બાળ ગંગાધર

ટિળક, બાળ ગંગાધર (જ. 23 જુલાઈ 1856, રત્નાગિરિ; અ. 1 ઑગસ્ટ 1920, મુંબઈ) : જહાલ રાષ્ટ્રવાદી નેતા અને પ્રાચ્યવિદ્યાના વિદ્વાન. મધ્યમવર્ગના રૂઢિપૂજક ચિત્પાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. મૂળ નામ કેશવ, પરંતુ ‘બાળ’ નામથી તેઓ વધારે જાણીતા થયા. વડવા નાના જાગીરદાર હતા. અંગ્રેજ સરકાર આવતાં જ ટિળકના પરદાદા કેશવરાવે  પેશ્વા સરકારના ઉચ્ચ…

વધુ વાંચો >

ટોડા

ટોડા : કર્ણાટક રાજ્યની નીલગિરિની પહાડીઓમાં વસતી આદિવાસી જાતિ. તે અંશત: નિગ્રિટો લક્ષણો ધરાવે છે. તે દ્રવિડભાષી છે. અલ્પ વસ્તી ધરાવતી આ આદિવાસી જાતિનો પશુપાલન મુખ્ય વ્યવસાય છે. દંતકથા અનુસાર દેવી તિથાર્કિજીએ વિશ્વની અને સાથોસાથ ભેંસ તથા તેના પૂછડે લટકતા માણસની રચના કરી છે. આ માણસ ટોડા હતો. ત્યાંના પુરુષો…

વધુ વાંચો >

ટ્રસ્ટીશિપ

ટ્રસ્ટીશિપ : ટ્રસ્ટીશિપ એટલે વાલીપણું. ટ્રસ્ટ એટલે વિશ્વાસ. મનુષ્ય મનુષ્ય વચ્ચેના સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક વગેરે સર્વસામાન્ય વ્યવહારો વિશ્વાસના પાયા પર ગોઠવાય છે. વિનોબાજીના કથન અનુસાર જીવનમાં જે સ્થાન શ્વાસનું છે તે સ્થાન સમાજમાં  વિશ્વાસનું છે. એટલે વિનોબાજીએ ટ્રસ્ટીશિપને ‘વિશ્વસ્ત વૃત્તિ’ નામ આપ્યું અને એને શિક્ષણથી પરિપુષ્ટ કરવાની વાત કરી.…

વધુ વાંચો >

ઠક્કર, અનુબહેન

ઠક્કર, અનુબહેન (જ. 6 સપ્ટેમ્બર 1944, અંજાર, કચ્છ; અ. 18 ડિસેમ્બર 2001, ? વલસાડ જિલ્લો) : સેવાની ધખના ધરાવતી અને જીવતરનો ઊજળો હિસાબ દેનારી એકલપંડ મહિલા-સમાજસેવિકા. પિતા ગોવિંદજી અને માતા ભગવતી – બંને ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતાં અને સેવાપરાયણ રહેવા ઉત્સુક રહેતાં હતાં. કસ્ટમ-અધિકારી પિતાની બદલી સાણંદ ખાતે થતાં, મોસાળના…

વધુ વાંચો >