Sculpture
ફિડિયાસ
ફિડિયાસ (ઈ. પૂ.ની પાંચમી સદી) : ગ્રીસનો પ્રશિષ્ટયુગનો શિલ્પી. પ્રાચીન લેખકોનાં લખાણો ફિડિયાસને નષ્ટ થઈ ચૂકેલાં 3 વિરાટકાય શિલ્પોના સર્જનનું શ્રેય આપે છે : (1) પાર્થેનન મંદિર માટે હાથીદાંત અને સોનામાંથી સર્જેલી દેવી ઍથેનાનું શિલ્પ; (2) ઑલિમ્પિયા ખાતેનું હાથીદાંત અને સોનામાંથી સર્જેલું ઝિયસ દેવનું શિલ્પ; (3) ઍક્રોપૉલિસની ટેકરી પર પ્રૉપિલિયા…
વધુ વાંચો >ફ્યૂચરિસ્ટિક કલા
ફ્યૂચરિસ્ટિક કલા : ઇટાલિયન કવિ અને વિચારક ફિલિપ્પો ટૉમ્માસો મારિનેટીના મગજમાં 1908માં ઉદભવેલ ફ્યૂચરિઝમના ખ્યાલ પર આધારિત ઇટાલિયન શિલ્પકારો અને ચિત્રકારોની કલા. આધુનિક ઔદ્યોગિક સંસ્કૃતિની નિજી કલાની રચના કરવાની મારિનેટીની નેમ હતી. 1909, 1910 તથા 1911માં બહાર પાડેલા ઢંઢેરાઓમાં મારિનેટીએ પ્રાચીન કે અન્ય કોઈ પણ પ્રણાલીના કલા-વારસા સામે બળવો પોકાર્યો…
વધુ વાંચો >ફ્રેંચ કલા
ફ્રેંચ કલા ફ્રાંસમાં પાંગરેલી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કલા. યુરોપની કલાના કેટલાક પ્રવાહો અને શૈલીઓની જન્મભૂમિ ફ્રાંસ રહ્યું છે, તો સાથે સાથે યુરોપના અન્ય દેશોમાં પાંગરેલાં કલાપ્રવાહો અને શૈલીઓએ પણ ફ્રાંસમાં મૂળિયાં જમાવ્યાં હોય એવું પણ બન્યું છે. યુરોપની કલાના સમગ્ર વિકાસમાં ફ્રાંસનો ફાળો નાનોસૂનો ન કહેવાય. કલાના 30,000 વરસ…
વધુ વાંચો >બરૉક કલાશૈલી
બરૉક કલાશૈલી : ઈ. સ. 1600થી 1750 સુધી વિસ્તરેલી પશ્ચિમ યુરોપની એક કળાપ્રણાલી. પોર્ટુગીઝ શબ્દ ‘બારોકો’ (Baroco) પરથી ઊતરી આવેલો શબ્દ ‘બરૉક’ (Baroque) મૂળમાં ફ્રેંચ ઝવેરીઓ વાપરતા હતા; તેનો અર્થ ‘ખરબચડું મોતી’ એવો થાય છે. આ કળાપ્રણાલી આમ તો નવજાગરણકાળ અને રીતિવાદનાં વલણોનો જ વિસ્તાર છે; પરંતુ ગતિમયતા અને વિગતપ્રાચુર્યના…
વધુ વાંચો >બર્નિની, જિયૉવાની લૉરેન્ઝો
બર્નિની, જિયૉવાની લૉરેન્ઝો (જ. 7 ડિસેમ્બર 1598, નેપલ્સ, ઇટાલી; અ. 28 નવેમ્બર 1680, નૅપલ્સ) : ઇટાલિયન બરૉક શૈલીના મહાન શિલ્પી તથા સ્થપતિ. ફ્લૉરેન્સ નગરના શિલ્પી પિયેત્રો બર્નિનીના પુત્ર. આજીવન રોમમાં કારકિર્દી વિતાવનાર બર્નિનીને શિલ્પ, ચિત્ર અને સ્થાપત્ય – એમ ત્રણ ર્દશ્ય કલાઓનો સફળ સમન્વય કરવા માટેનો યશ આપવામાં આવે છે.…
વધુ વાંચો >બહૂદર પશુ (વ્યાલ)
બહૂદર પશુ (વ્યાલ) : ભારતીય શિલ્પકલામાં અલંકરણ રૂપે પ્રયોજાતું વિશિષ્ટ રૂપ પ્રતીક. ‘વ્યાલ’ નામથી જાણીતા થયેલાં વ્યાલશિલ્પો કે ઇહામૃગોની ભારતીય પરંપરા ઋગ્વેદ (7-104-22) જેટલી જૂની છે. ત્યાં મનુષ્યસ્વભાવનું વર્ણન કરતાં એના છ પ્રકારો ઉલૂક, શુશુલૂક, શ્વા, કોક, સુપર્ણ, ગૃદ્ધ વર્ણવ્યા છે. મનુષ્યમાં રહેલ કામ, ક્રોધાદિ વિકારોને કારણે એની અનુક્રમે જે…
વધુ વાંચો >બાઉહાઉસ
બાઉહાઉસ (1919) : જર્મનીના વાઇમાર નગરમાં શરૂ થયેલી સ્થાપત્ય, ડિઝાઇન, ચિત્રકલા અને શિલ્પકલાની વીસમી સદીની સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત કલાશાળા. તેનું પૂરું નામ ‘સ્ટાટલિચેસ બાઉહાઉસ’ હતું; તેનો જર્મન ભાષામાં અર્થ થાય : રાજ્ય સ્થાપત્યશાળા. જર્મનીના વાઇમાર નગરમાં 1919માં વૉલ્ટર ગ્રૉપિયસ દ્વારા તેની સ્થાપના થયેલી અને તેઓ આ શાળાના સ્થાપક-નિયામક…
વધુ વાંચો >બાયઝૅન્ટાઇન કળા
બાયઝૅન્ટાઇન કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્ર) : ઈ. સ. 390માં મહાન રોમન સામ્રાજ્ય પૂર્વ અને પશ્ચિમ – એવા બે વિભાગમાં વિભાજિત થયા પછી બાયઝૅન્ટાઇન તરીકે ઓળખાતા વિસ્તારમાં પાંગરેલી સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રની કળા. પશ્ચિમ વિસ્તારમાં બર્બર જાતિઓનાં આક્રમણો થતાં રહ્યાં, તો પૂર્વ વિસ્તાર ખ્રિસ્તી કળાનું કેન્દ્ર બન્યો. ત્યાં પંદરમી સદી…
વધુ વાંચો >બાર્લાખ, અર્ન્સ્ટ
બાર્લાખ, અર્ન્સ્ટ (જ. 2 જાન્યુઆરી 1870; અ. 24 ઑક્ટોબર 1938) : જર્મન અભિવ્યક્તિવાદી શિલ્પી અને મુદ્રણક્ષમ કલાના નિષ્ણાત. આધ્યાત્મિક અને વિશિષ્ટ દુ:ખી મનોદશાનું નિરૂપણ કરવા માટે તેઓ જાણીતા હતા. આ માટે જરૂરી વિકૃતિઓ અને કઢંગા આકારોને પણ તેઓ પોતાનાં શિલ્પોમાં ઉતારતા હતા. 1883થી 1891 સુધી તેમણે હૅમ્બર્ગ સ્કૂલ ઑવ્ આર્ટમાં…
વધુ વાંચો >બૈજ, રામકિંકર
બૈજ, રામકિંકર (જ. 1910, બાંકુડા, પ. બંગાળ; અ. 1980) : આધુનિક ભારતીય શિલ્પકાર. તેમનો જન્મ સાંથાલ આદિવાસી કુટુંબમાં થયો હતો. બચપણથી જ કલાનો નાદ લાગ્યો હતો અને ગામની ગારાની ભીંતો પર તેઓ ચિત્રો કરતા હતા. 1925માં ‘મૉડર્ન રિવ્યૂ’ના સ્થાપક રામાનંદ ચૅટર્જીએ એમની પ્રતિભા પિછાણી અને શાંતિનિકેતનના કલાભવનમાં બૈજને ઉચ્ચ શિક્ષણ…
વધુ વાંચો >