Sanskrit literature

કાત્યાયન

કાત્યાયન (ઈ. પૂ. 400થી ઈ. પૂ. 350) : પાણિનિ પછી વ્યાકરણશાસ્ત્રમાં બીજું મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર વાર્તિકકાર. અન્ય નામ વરરુચિ. જોકે તેમનાં જન્મ, જીવન અને કાર્યસ્થળ અંગે કોઈ પ્રમાણભૂત સામગ્રી મળતી નથી, છતાં તે અંગેની કેટલીક દન્તકથાઓ ‘કથાસરિત્સાગર’ જેવા ગ્રંથોમાં મળી આવે છે. કાત્યાયન એ ગોત્ર-નામ છે. દક્ષિણ ભારતના આ વિદ્વાને…

વધુ વાંચો >

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી

કાત્યાયનની ઋક્સર્વાનુક્રમણી : કાત્યાયને સંકલિત કરેલી ઋગ્વેદની શાકલશાખીય સંહિતાની સર્વગ્રાહી અનુક્રમણી. આ સર્વાનુક્રમણીના બે વિભાગ છે. બાર કંડિકાના પ્રથમ વિભાગમાં ગ્રંથપ્રયોજન અને ઋષિ, દેવતા અને છંદ અંગેના પારિભાષિક નિયમો આપ્યા છે. સૂક્તપ્રતીક, ઋક્સંખ્યા, ઋષિ, દેવતા, છંદ આદિ વિગતો એકત્ર આપી હોઈ તેનું ‘સર્વાનુક્રમણી’ નામ યથાર્થ છે. ઐતરેયાદિ બ્રાહ્મણ અને આરણ્યકો,…

વધુ વાંચો >

કાત્યાયન શુલ્બસૂત્ર

કાત્યાયન શુલ્બસૂત્ર : ઘરમાં કે ઘર બહાર કરવાના યજ્ઞો માટે મંડપ, વિવિધ વેદિઓ, ચિતિઓ આદિના નિર્માણ માટેનું શાસ્ત્ર. વૈદિક ધર્માચરણ યજ્ઞપ્રધાન છેåå. શ્રૌત અને ગૃહ્ય કલ્પોમાં વિવિધ હવિર્યજ્ઞો અને પાકયજ્ઞોનાં નિરૂપણ છે. શુલ્બસૂત્ર કલ્પનું એક અંગ છે. કાત્યાયન શુલ્બસૂત્ર તેના શ્રૌતસૂત્ર સાથે સંબદ્ધ છે. તેમાં ભૂમિમાપન, તેનાં સાધનો અને તેમના…

વધુ વાંચો >

કાત્યાયન શ્રાદ્ધકલ્પ

કાત્યાયન શ્રાદ્ધકલ્પ : પારસ્કર ગૃહ્યસૂત્રના પરિશિષ્ટ રૂપે સંગૃહીત ગ્રંથ. કાત્યાયન શ્રાદ્ધકલ્પ, શૌચસૂત્ર, સ્નાનસૂત્ર અને ભોજનસૂત્ર એકત્રિત મળે છે. આ સૂત્રોની પુષ્પિકાઓમાં તેમને કાત્યાયનપ્રોક્ત કહ્યાં છે તેથી સમજાય છે કે તે સ્વયં કાત્યાયને રચ્યાં નથી પણ કાત્યાયનબોધિત પરંપરાનાં અને પાછળથી શબ્દબદ્ધ થયેલાં છે. શ્રાદ્ધકલ્પ ઉપર કર્કોપાધ્યાયની ટીકા છે તેથી વિક્રમની બારમી…

વધુ વાંચો >

કાત્યાયન શ્રૌતસૂત્ર

કાત્યાયન શ્રૌતસૂત્ર : શ્રૌતકલ્પનું નિરૂપણ કરનારું શુક્લ યજુર્વેદનું સૂત્ર. તેમાં અગ્ન્યાધાનથી આરંભી અશ્વમેધ, પુરુષમેધ અને સોમયાગ પર્યન્તના યાગોનું વિગતે નિરૂપણ છે. યજુર્વેદ અધ્વર્યુવેદ છે તેથી આ શ્રૌતસૂત્રમાં અધ્વર્યુકર્મોનું વિશેષે નિરૂપણ છે. સામવેદીય કલ્પોમાં નિરૂપિત કેટલાંક કર્મોનો નિર્દેશ યત્રતત્ર છે. વિગતોની ર્દષ્ટિએ આ શ્રૌતસૂત્ર અન્ય વેદોનાં સૂત્રો કરતાં વિસ્તૃત છે. કાત્યાયન…

વધુ વાંચો >

કાદમ્બરી (ઈસુની સાતમી સદી)

કાદમ્બરી (ઈસુની સાતમી સદી) : ભારતવર્ષના છેલ્લા ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન(606-647)ના રાજકવિ બાણે રચેલી કથા. સંસ્કૃત લલિત ગદ્યસાહિત્યની તે શિરમોર કૃતિ છે. સંસ્કૃત લલિત ગદ્યના બે મુખ્ય પ્રકારો  કલ્પિત વૃત્તાન્તાત્મક ‘કથા’ અને સત્ય વૃત્તાન્તાત્મક ‘આખ્યાયિકા’ – માં બાણરચિત ‘કાદમ્બરી’ને આદર્શ કથા તરીકેની અને તેણે રચેલ ‘હર્ષચરિત’ને આદર્શ આખ્યાયિકા તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત…

વધુ વાંચો >

કામન્દકીય નીતિશાસ્ત્ર

કામન્દકીય નીતિશાસ્ત્ર : હિન્દુ રાજનીતિ ઉપરનું પુસ્તક. ‘કામન્દકીય નીતિસાર’ના સાતમી કે આઠમી સદીમાં થઈ ગયેલા લેખકે કૌટિલ્યના અર્થશાસ્ત્રનો ઉલ્લેખ કર્યો છે. કૌટિલ્યને તે આ વિષયમાં ગુરુ ગણી અનુસર્યા હોય તેમ જણાય છે. ‘દશકુમારચરિત’ના અને ‘માલતીમાધવ’ના લેખકો અનુક્રમે દંડી તથા ભવભૂતિએ તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના ગ્રંથમાં પદ્યમાં લખાયેલા વીસ સર્ગો…

વધુ વાંચો >

કામસૂત્ર

કામસૂત્ર (ઈ. ત્રીજી કે ચોથી સદી) : મહર્ષિ વાત્સ્યાયન-પ્રણીત કામશાસ્ત્રનો ઉપલબ્ધ પ્રાચીનતમ ગ્રંથ. માનવજીવનના લક્ષ્યભૂત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. પહેલા ત્રણ ‘ત્રિવર્ગ’ નામથી પ્રસિદ્ધ છે. ત્રિવર્ગના ત્રણેય પુરુષાર્થોનું ગૃહસ્થજીવનમાં સમાન મહત્વ હોઈ પ્રત્યેક પુરુષાર્થનું વિશદ વિવેચન કરતા અનેક ગ્રંથો સંસ્કૃત ભાષામાં ઉપલબ્ધ છે. ‘કામ’ વિશે…

વધુ વાંચો >

કામાયની (1935)

કામાયની (1935) : કવિ જયશંકર ‘પ્રસાદ’(1889-1937)નું મહાકાવ્યની ગરિમા ધરાવતું રૂપકકાવ્ય. ઋગ્વેદસંહિતા તથા શતપથ બ્રાહ્મણને આધારે મનુ, ઈડા તથા શ્રદ્ધાનું કથાનક લઈને, કવિએ એની પર કલ્પનાનો પુટ ચડાવી એમની લાક્ષણિક શૈલીમાં રૂપકકાવ્યની રચના કરી છે. એ કાવ્યની રચનાના સમયે બુદ્ધિવાદનું પ્રાબલ્ય હતું અને શ્રદ્ધાનું અવમૂલ્યન થતું જતું હતું. એથી આ કથાનક…

વધુ વાંચો >

કારક

કારક : પ્રાતિપદિક (નામ આદિ શબ્દો) અને આખ્યાત (ક્રિયાપદ) વચ્ચેનો સંબંધ. વ્યુત્પત્તિ અનુસાર ‘કારક’ એટલે ક્રિયાવ્યાપારનો કર્તા. (कृ + ण्वुल्). વ્યાકરણશાસ્ત્રમાં ‘કારક’ શબ્દ ક્રિયાનું નિમિત્ત, ક્રિયાનો હેતુ, ક્રિયાનો નિર્વર્તક એવા પારિભાષિક અર્થમાં વપરાયો છે. અર્થાત્ પ્રાતિપદિક શબ્દનો (નામ, સર્વનામ, વિશેષણનો) ક્રિયાનિર્વૃતિ અર્થે એટલે કે ક્રિયા પૂર્ણ કરવા માટેના અનેક અવાન્તર…

વધુ વાંચો >