Sanskrit literature

ઍલેગરી

ઍલેગરી : જુઓ રૂપકગ્રંથિ.

વધુ વાંચો >

એશિયાટિક સોસાયટી

એશિયાટિક સોસાયટી (1784) : ભારતીય કલા, શાસ્ત્રો, પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ અને પ્રાચીન અવશેષો અને સંસ્કૃત ભાષાના જ્ઞાનભંડારોનો શાસ્ત્રીય પદ્ધતિથી અભ્યાસ કરવા માટે 1784માં સ્થપાયેલી સોસાયટી. એશિયાટિક સોસાયટીની સ્થાપના સૌપ્રથમ કોલકાતામાં વિલિયમ જૉન્સ નામના કાયદાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદે (1746-94) ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્સના પ્રોત્સાહનથી કરી હતી. વિલિયમ ચેમ્બર્સ, ગ્લૅડવિન,…

વધુ વાંચો >

એળુતચન કે. એન.

એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…

વધુ વાંચો >

ઐક્ષ્વાકુ વંશ

ઐક્ષ્વાકુ વંશ : વૈવસ્વત મનુના જ્યેષ્ઠ પુત્ર ઇક્ષ્વાકુમાંથી નીકળેલો રાજવંશ. એની રાજધાની અયોધ્યા હતી. આ વંશમાં શશાદ, કકુત્સ્થ, શ્રાવસ્ત, માંધાતા, ત્રિશંકુ, હરિશ્ચંદ્ર, સગર, ભગીરથ, અંબરીષ, ઋતુપર્ણ, દિલીપ, રઘુ, અજ અને દશરથ જેવા અનેક પ્રતાપી રાજાઓ થયા. દશરથના પુત્ર રામ ભગવાન વિષ્ણુના અવતાર ગણાયા. રામના પુત્ર કુશના વંશમાં પાંડવોના સમયમાં બૃહદબલ…

વધુ વાંચો >

ઐતરેય ઉપનિષદ

ઐતરેય ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >

ઐતરેય બ્રાહ્મણ

ઐતરેય બ્રાહ્મણ : વૈદિક સાહિત્યનો એક ગ્રંથ. સમગ્ર વૈદિક સાહિત્યને (1) સંહિતા, (2) બ્રાહ્મણ, (3) આરણ્યક અને (4) ઉપનિષદ – એવા ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે. ચાર વેદનાં કુલ અઢાર બ્રાહ્મણો આજે મુદ્રિત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમાં ઋગ્વેદનાં (1) ઐતરેય બ્રાહ્મણ, (2) કૌષિતકી બ્રાહ્મણ અને (3) શાંખાયન બ્રાહ્મણ મુદ્રિત…

વધુ વાંચો >

ઐલ વંશ

ઐલ વંશ : વૈવસ્વત મનુની પુત્રી ઇલામાંથી ઉદભવેલો રાજવંશ. ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ આ વંશ આગળ જતાં ચંદ્રવંશ તરીકે ઓળખાયો. બુધ-ઇલાનો પુત્ર પુરુરવા પ્રતિષ્ઠાનપુરમાં રાજ્ય કરતો હતો. એના બીજા પુત્ર અપાવસુથી કાન્યકુબ્જ શાખા નીકળી. પુરુરવાના મોટા પુત્ર આયુના પુત્ર નહુષે હજાર યજ્ઞ કરી ઇન્દ્રપદ પ્રાપ્ત કર્યું. નહુષના નાના…

વધુ વાંચો >

ઔચિત્યવિચારચર્ચા

ઔચિત્યવિચારચર્ચા : ક્ષેમેન્દ્ર (અગિયારમી શતાબ્દી) દ્વારા વિરચિત કાવ્યસમીક્ષાને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ. તેમાં કાવ્યના આત્મારૂપ રસની ચર્વણામાં સહાયક બનતા ‘ઔચિત્ય’નો વિચાર કરાયો છે. ગુણ, અલંકાર આદિના ઉચિત સન્નિવેશને લીધે રસચર્વણામાં ચમત્કૃતિ લાવનાર રસના જીવિતભૂત તત્વને ક્ષેમેન્દ્રે ઔચિત્ય કહ્યું છે. પદ, વાક્ય, પ્રબન્ધાર્થ, ગુણ, અલંકાર, રસ, ક્રિયા, લિંગ, વચન, ઉપસર્ગ, કાલ, દેશ…

વધુ વાંચો >

કઠસંહિતા : જુઓ યજુર્વેદ

કઠસંહિતા : જુઓ યજુર્વેદ.

વધુ વાંચો >

કઠોપનિષદ : જુઓ ઉપનિષદ

કઠોપનિષદ : જુઓ ઉપનિષદ.

વધુ વાંચો >