Russian literature
માયકૉવ્સ્કી, વ્લાદિમિર
માયકૉવ્સ્કી, વ્લાદિમિર (જ. 19 જુલાઈ 1893, બકાદાદી, કુતૈસી; અ. 14 એપ્રિલ 1930) : રશિયન કવિ અને નાટ્યકાર. પિતા કૉન્સ્તાન્તિનોવિચ. માતાનું નામ ઍલેક્ઝાન્દ્રા, પિતા વનસંરક્ષક હતા. પ્રારંભની કેળવણી કુતૈસીમાં. પિતાના મૃત્યુ બાદ માતા અને બહેનો સાથે મૉસ્કોમાં સ્થળાન્તર. અહીં સહપાઠીઓ સાથે રહી ક્રાન્તિકારી તરીકેની પ્રાથમિક તાલીમ લીધી. બૉલ્શેવિકો સાથે જોડાઈને મૉસ્કોના…
વધુ વાંચો >મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ
મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ (જ. 14 ઑગસ્ટ 1865, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ડિસેમ્બર 1941) : રશિયાના નવલકથાકાર, કવિ તથા વિવેચક. તેઓ રશિયન પ્રતીકવાદના એક સ્થાપક લેખાય છે. તેમણે પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી લેખનની કારકિર્દી અપનાવી. તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ ટૉલ્સ્ટૉય, ઇબ્સન, ગૉગોલ, દૉસ્તોયેવ્સ્કી તથા દાન્તે જેવા કેટલાક મહાન…
વધુ વાંચો >યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ)
યેવ્તુશેંકો, યેવજની (ઍલેક્ઝાન્ડ્રોવિચ) (જ. 18 જુલાઈ 1933, ઝિમા, રશિયા) : નામી રશિયન કવિ. 1944માં તેઓ મૉસ્કો આવી વસ્યા; ત્યાં ગૉર્કી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ લિટરેચરમાં અભ્યાસ કર્યો. પ્રારંભિક કાવ્યસંગ્રહ ‘ધ થર્ડ સ્નો’ 1955માં પ્રગટ થયો અને તે સાથે જ અનુ-સ્ટાલિન સમયની નવી પેઢીના તેઓ અગ્ર પ્રવક્તા તરીકે ઊભરી આવ્યા. ‘ઝિમા જંક્શન’ (1961)…
વધુ વાંચો >રશિયન ભાષા અને સાહિત્ય
રશિયન ભાષા અને સાહિત્ય રશિયાની સત્તાવાર ભાષા અને તેમાં રચાયેલું સાહિત્ય. રશિયન સામ્રાજ્ય અને પૂર્વ સોવિયેત યુનિયનની તે લોકભાષા (lingua franka) કહેવાતી. જૂનાં સોવિયેત પ્રજાસત્તાકોમાં હજુ પણ તે માતૃભાષા ઉપરાંતની બીજી ભાષા તરીકે ભણાવાય છે. તે ‘ગ્રેટ રશિયન’ તરીકે પણ ઓળખાય છે, સ્લાવિક ભાષાઓની પૂર્વ શાખાની બેલારુશિયન અને યુક્રેનિયનની જેમ…
વધુ વાંચો >રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ
રેમીઝૉવ, ઍલેક્સી મિખાઇલોવિચ (જ. 6 જુલાઈ 1877; અ. 28 નવેમ્બર 1957) : રશિયન કવિ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જ તેમની ગણના રશિયાના એક સૌથી મૌલિક કવિ તરીકે થઈ ચૂકી હતી. તેઓ પ્રતીકવાદી ઝુંબેશના વારસદાર હતા. કવિતાની બાનીમાં તેમણે વીસરાઈ ગયેલી ભાષા-અભિવ્યક્તિ તેમજ નવતર શબ્દપ્રયોગો પુનર્જીવિત કર્યાં. 1917માં સામ્યવાદીઓએ સત્તાસૂત્રો સંભાળી લીધાં…
વધુ વાંચો >લેરમનટૉવ, મિખેલ
લેરમનટૉવ, મિખેલ (જ. 3 ઑક્ટોબર 1814, મૉસ્કો; અ. 15 જુલાઈ 1841) : રશિયાના એક મહાન કવિ. 29 વર્ષની વયે જ દ્વન્દ્વયુદ્ધમાં તેમનું અવસાન થયું, પણ તેમની ટૂંકી જિંદગીમાં તેમણે રશિયાના સૌથી અગ્રણી રોમૅન્ટિક કવિ તથા ગદ્યસાહિત્યના અગ્રેસર તરીકેની દૃઢ પ્રતિભા ઉપસાવી તેમજ 1825ના નિષ્ફળ બળવા પછીની પ્રગતિવિરોધી નીતિઓના અણનમ વિરોધી…
વધુ વાંચો >લેસ્કોલ, નિકોલે એસ.
લેસ્કોલ, નિકોલે એસ. (જ. 16 ફેબ્રુઆરી 1831, ગૉરોખૉવો, રશિયા; અ. 5 માર્ચ 1895, સેંટ પીટર્સબર્ગ) : રશિયન નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પોતાનાં દાદીમા સાથે રશિયન ધાર્મિક મઠોમાં રહેલા, તે જ તેમનો શિક્ષણકાળ હતો. લેસ્કોલે પોતાની કારકિર્દી સરકારી નોકર તરીકે શરૂ કરેલી. ફોજદારી કૉર્ટમાં કારકુન તરીકે ઓરેલ અને કીવમાં જોડાયેલા.…
વધુ વાંચો >લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich)
લોમોનોસૉવ, મિખાઇલ વાસિલ્યેવિચ (Lomonosov, Mikhail Vasilyevich) (જ. 19 નવેમ્બર 1711, ખોલ્મોગોરી પાસે, રશિયા; અ. 15 એપ્રિલ 1765, સેંટ પીટર્સબર્ગ, રશિયા) : રશિયન કવિ, વ્યાકરણશાસ્ત્રી અને વૈજ્ઞાનિક. તેઓ પહેલા રશિયન ભાષાકીય સુધારાવાદી ગણાય છે. પ્રાકૃતિક વિજ્ઞાનમાં સારો એવો ફાળો આપવા ઉપરાંત તેમણે સેંટ પીટર્સબર્ગ ઇમ્પીરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝનું પુનર્ગઠન કર્યું. મૉસ્કોમાં…
વધુ વાંચો >શોલોખૉવ મિખાઇલ
શોલોખૉવ મિખાઇલ (જ. 24 મે 1905, વેશેન્સ્કાયા, રશિયા; અ. 21 ફેબ્રુઆરી 1984, વેશેસ્કાયા, રશિયા) : રશિયન નવલકથાકાર અને 1965ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. રશિયાના કાઝાક્ષ પ્રદેશમાં જન્મ. 1918 સુધીમાં જુદી જુદી શાળાઓમાં અભ્યાસ. રશિયામાં થયેલ આંતરયુદ્ધ દરમિયાન ક્રાન્તિકારીઓને પડખે રહી લડતમાં ભાગ લીધો. 1922માં પત્રકાર થવાના ઉદ્દેશથી મૉસ્કો તરફ…
વધુ વાંચો >સોલ્ઝેનિત્સીન ઍલેક્ઝાન્ડર ઇસ્યેવિક
સોલ્ઝેનિત્સીન ઍલેક્ઝાન્ડર ઇસ્યેવિક (જ. 11 ડિસેમ્બર 1918, કિસ્લોવોદ્સ્ક, બ્લૅક ઍન્ડ કાસ્પિયન સમુદ્રની વચ્ચે, ઉત્તર કોકેસસ પહાડોની નજીક, રશિયા; અ. 3 ઑગસ્ટ 2008, મૉસ્કો) : રશિયન નવલકથાકાર. 1970ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. પિતાનું મૃત્યુ તેમના જન્મ પહેલાં થયું હતું. બૌદ્ધિક કોઝેક કુટુંબમાં ટાઇપિસ્ટ માતા દ્વારા ઉછેર. શિક્ષણ રૉસ્તૉવ-ના-દોનુ યુનિવર્સિટીમાં. ગણિત,…
વધુ વાંચો >