Religious mythology
શકુનિકાવિહાર
શકુનિકાવિહાર : પ્રાચીન કાળમાં શ્રીલંકાની રાજકુમારીએ ભરુકચ્છમાં બંધાવેલ જૈનમંદિર. શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધતીર્થમાં ‘શકુનિકાવિહાર’ નામે જૈનમંદિર બંધાવ્યું હતું એવી અનુશ્રુતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથોમાં નોંધાઈ છે, અને એનો નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગનો ચોક્કસ સમય-નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજયે શ્રીલંકામાં વસાહત…
વધુ વાંચો >શક્તિ
શક્તિ : હિંદુ ધર્મમાં સ્ત્રી સ્વરૂપે ઉપાસાતી ઈશ્વરી શક્તિ; સમગ્ર સંસારનું નિયમન કરનારી આદ્યાશક્તિ – મા ભવાની, જગન્માતા, જગદંબા. આ આદ્યાશક્તિ તે જ મહામાયા કે મા દુર્ગા તરીકે જાણીતી છે. તે મૂળ પ્રકૃતિરૂપ અદિતિ છે અને ભગવતી, દેવી, શક્તિ, અંબિકા, પાર્વતી, દુર્ગા આદિ આ દૈવી વિભૂતિના જ અવતારો હોવાનું મનાય…
વધુ વાંચો >શચી
શચી : દાનવરાજ પુલોમાની પુત્રી, જેનાં લગ્ન ઇંદ્ર સાથે થયાં હતાં. જયંત શચીનો જ પુત્ર હતો. પુલોમાએ દેવાસુર સંગ્રામમાં પહેલાં અગ્નિ સાથે મળીને અને પછી વૃત્રાસુર સાથે મળીને ઇંદ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને હાથે પુલોમાનો વધ થતાં શચી ઇંદ્રને પ્રાપ્ત થઈ હતી. એક વાર દેવતાઓએ નહુષને ઇંદ્રપદ આપી…
વધુ વાંચો >શતકત્રય
શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં…
વધુ વાંચો >શતપથ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ : શુક્લ યજુર્વેદનો બ્રાહ્મણગ્રંથ. આ બ્રાહ્મણગ્રંથ બૃહત્કાય છે. शतं पन्थानः यत्र शतपथः। ततुल्यः शतपथः। ‘સો માર્ગો મળે એવો ‘ભૂમિભાગ’). એના જેવો (વિશાળ ગ્રંથ તે) શતપથ. અધ્યાય- સંખ્યા પણ લગભગ 100 છે. શુક્લ યજુર્વેદની બે શાખા છે : માધ્યંદિની અને કાણ્વ. બંનેમાં આ બ્રાહ્મણનું બાહ્ય સ્વરૂપ આ પ્રમાણે છે…
વધુ વાંચો >શત્રુઘ્ન
શત્રુઘ્ન : દશરથ અને સુમિત્રાનો પુત્ર અને લક્ષ્મણનો સહોદર ભાઈ. વાલ્મીકિ રામાયણમાં તેને ભરતનો અભિન્ન સાથી કહ્યો છે. આથી પ્રાચીન સાહિત્યમાં રામ-લક્ષ્મણ અને ભરત-શત્રુઘ્નનો જોડી તરીકે ઉલ્લેખ થતો જોવામાં આવે છે. મોસાળમાંથી આવીને રામના વનવાસ અંગેના નિશ્ચયનો ભરતની જેમ શત્રુઘ્ને પણ ભારે વિરોધ કર્યો હતો. મંથરાને એ મારવા દોડ્યો હતો.…
વધુ વાંચો >શત્રુંજય પરનાં મંદિરો
શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…
વધુ વાંચો >શમીક
શમીક : અંગિરસ કુલના એક ઋષિ, શૃંગી ઋષિના પિતા. આ ઋષિ સદા મૌન ધારણ કરી રહેતા, ગૌશાળામાં નિવાસ કરતા અને દૂધ પીવાને સમયે વાછડાના મોંમાંથી નીકળતા ફીણને ચાટીને તપ કરતા. એક દિવસ રાજા પરીક્ષિત મૃગયા માટે નીકળ્યા હતા જે ભાગ્યવશ શમીક ઋષિની ગૌશાળાએ પહોંચી ગયા. ઋષિ સ્વભાવતઃ આજીવન મૌનવ્રત ધારણ…
વધુ વાંચો >શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન
શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (જ. ?; અ. ઈ. સ. 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને…
વધુ વાંચો >શર્મિષ્ઠા
શર્મિષ્ઠા : દૈત્યરાજ વૃષપર્વાની પુત્રી, ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાનીની સખી. એક દિવસ કોઈ કારણવશ શર્મિષ્ઠાએ દેવયાનીને કૂવામાં ધકેલી દીધી. રાજા યયાતિએ દેવયાનીને બહાર કાઢી અને બંનેનાં લગ્ન થયાં. શુક્રાચાર્યના આગ્રહથી અસુર જાતિના હિત માટે શર્મિષ્ઠાએ દેવયાનીની દાસી બનીને સાથે જવાનું સ્વીકાર્યું. ત્યાં યયાતિ શર્મિષ્ઠાના પ્રેમમાં પડ્યા અને તેની સાથેના સંબંધથી…
વધુ વાંચો >