Religious mythology

જુહૂ બ્રહ્મજાયા

જુહૂ બ્રહ્મજાયા : ઋગ્વેદની એક ઋષિકા. તેણે દસમા મંડળના 107મા સૂક્તનું દર્શન કર્યું છે. સૂક્તના નિર્દેશ અનુસાર તે બૃહસ્પતિની પત્ની હતી. આ સૂક્તના આરંભમાં કહ્યું છે કે સૃષ્ટિના આરંભમાં સર્જનહારે ઉગ્ર તપ કરી ઋતનું દર્શન કર્યું અને તદનુસાર સર્વપ્રથમ જલનું સર્જન કર્યું. સૂક્તમાં એક અનુશ્રુતિનો પણ નિર્દેશ છે કે ‘‘સહુથી…

વધુ વાંચો >

જૂપિટર 

જૂપિટર  : પ્રાચીન રોમ અને ઇટાલીના મુખ્ય દેવ. તેનો અર્થ ‘તેજસ્વી’ થાય છે. તેમનું સૌથી પ્રાચીન નામ-વિશેષણ ‘પ્રકાશ લાવનાર’ હતું. આકાશ ઉપરાંત તે વરસાદ, વીજળી અને ગર્જનાના પણ દેવ હતા. દુષ્કાળ નિવારવા અને વરસાદ લાવવા માટે તેમની પૂજા કરી બલિ તરીકે સફેદ બળદ આપવામાં આવતો. સમગ્ર ઇટાલીમાં ટેકરીઓના શિખરે અને…

વધુ વાંચો >

જેસુઇટ સંઘ

જેસુઇટ સંઘ : લોયોલાના સંત ઇગ્નાસ દ્વારા સ્થાપિત, ખ્રિસ્તી ધર્મના કૅથલિક યા સનાતની સંપ્રદાયમાં નવચેતન રેડવામાં મોટો ફાળો આપનાર ‘ઈસુ સંઘ’ નામના પાદરીઓનો સંઘ. 1540માં સ્થપાયેલ આ સંઘના સાધુઓ દુનિયાભરમાં શિક્ષણ, ધર્મ અને માનવસેવાનાં કાર્યો કરે છે. ખ્રિસ્તી ધર્મના સ્વીકૃત સંન્યાસી- જીવનરીતિની આ સંઘ કાયાપલટ કરે છે. ઈશ્વરના મહત્તર મહિમાર્થે…

વધુ વાંચો >

જૈન આગમસાહિત્ય

જૈન આગમસાહિત્ય : મૂલ વૈદિક શાસ્ત્રો જેમ ‘વેદ’ કહેવાય છે, બૌદ્ધ શાસ્ત્રો જેમ ‘પિટક’ કહેવાય છે તેમ જ જૈનશાસ્ત્રો ‘શ્રુત’, ‘સૂત્ર’ કે આગમ કહેવાય છે. સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આમ્નાય અને જિનવચન એ બધાયે ‘આગમ’ના પર્યાયવાચી શબ્દો છે. આપ્તનું વચન તે આગમ. જૈનર્દષ્ટિએ…

વધુ વાંચો >

જૈન કર્મસાહિત્ય

જૈન કર્મસાહિત્ય : કર્મવાદને લગતું વિપુલ જૈન સાહિત્ય. ભારતીય તત્વજ્ઞાનની ત્રણે મુખ્ય ધારા — વૈદિક, બૌદ્ધ અને જૈન પરંપરા — ના સાહિત્યમાં કર્મવાદનો વિચાર કરાયો છે. વૈદિક અને બૌદ્ધ સાહિત્યમાં કર્મ સંબંધી વિચાર એટલો ઓછો છે કે તેમાં કર્મવિષયક કોઈ વિશેષ ગ્રંથ નજરે પડતો નથી. તેનાથી ઊલટું, જૈન સાહિત્યમાં કર્મ…

વધુ વાંચો >

જૈન ધર્મ

જૈન ધર્મ જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટકોના આધારે જણાય છે કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મપરંપરાઓ હતી – બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા હતી. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને…

વધુ વાંચો >

જૈન પુરાણ સાહિત્ય :

જૈન પુરાણ સાહિત્ય : ‘પુરાણ’ એટલે પુરાતન કથાનક. રામાયણ-મહાભારતની કથાઓ અને 63 શલાકાપુરુષો તથા અન્ય મહાપુરુષોનાં ચરિત્રોનો આમાં સમાવેશ થવાથી આ સાહિત્યખંડ અતિવિપુલ અને સમૃદ્ધ બન્યો છે. જૈન મહાકાવ્યોનું વસ્તુ પૌરાણિક હોઈ તે પણ આમાં સમાવિષ્ટ થાય છે. ધાર્મિક સાહિત્ય હોઈ તેમાં આચારોનું પ્રતિપાદન તથા નૈતિક જીવનની ઉન્નતિ અર્થે આદર્શોની…

વધુ વાંચો >

જૈન વ્રતો

જૈન વ્રતો : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી મન, વચન અને કાયા વડે નિવૃત્ત થવું તે વ્રત. જૈન સાધુ હિંસા આદિમાંથી સંપૂર્ણ નિવૃત્ત થાય છે તેથી તેમનાં આ પાંચ વ્રતો મહાવ્રતો કહેવાય છે. એથી ઊલટું, ગૃહસ્થાવસ્થાની મર્યાદાને કારણે જૈન ગૃહસ્થ હિંસા આદિમાંથી થોડા નિવૃત્ત થાય છે, તેથી તેમનાં આ…

વધુ વાંચો >

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ

જૈમિનીય ઉપનિષદ બ્રાહ્મણ : સામવેદીય જૈમિનીય શાખાનું આરણ્યક સર્દશ બ્રાહ્મણ. તે તલવકાર ઉપનિષદ-બ્રાહ્મણ તરીકે પણ જાણીતું છે. તેને તલવકાર (જૈમિનીય) શાખાનું આરણ્યક ગણવામાં આવે છે. હેન્સ ઓએર્ટલે આ ગ્રંથ, તેનું ભાષાન્તર અને ટિપ્પણ Journal of American Oriental Society, New Haven – JAOS, Vol. XVI, Part I(1894)માં પ્રસિદ્ધ કર્યાં છે, જે…

વધુ વાંચો >

જૈમિનીય બ્રાહ્મણ

જૈમિનીય બ્રાહ્મણ : સામવેદની જૈમિનીય શાખાનું બ્રાહ્મણ. આ બ્રાહ્મણ વૈદિક સાહિત્યના અગત્યના અને બૃહત્કાય ગ્રંથો (દા. ત., શતપથ બ્રાહ્મણ) પૈકી એક વિખ્યાત બ્રાહ્મણ ગ્રંથ છે; તે ‘તલવકાર બ્રાહ્મણ’ તરીકે પણ જાણીતું છે. સામગોના ગૂંચવણભર્યા આયોજનને સમજવા માટે ગ્રંથ ઘણો ઉપયોગી છે. બ્રાહ્મણના સંકલનકાર આચાર્ય જૈમિનિ અને તલવકાર ઋષિ છે. આ…

વધુ વાંચો >