Religious mythology

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ

ગાંધી, લાલચંદ્ર ભગવાનદાસ (જ. 23 ઑગસ્ટ 1894, દાઠા, ગોહિલવાડ; અ. 29 માર્ચ 1976) : પ્રસિદ્ધ જૈન પંડિત. પ્રાથમિક શિક્ષણ વતનમાં, પછી વારાણસીની યશોવિજય જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં આશરે આઠ વર્ષ સુધી સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ તથા વ્યાકરણ, ન્યાય, કાવ્ય આદિનો ઊંડો અભ્યાસ કર્યો. પાછા ફરી ચારેક વર્ષ અધ્યાપન-સંશોધનની છૂટક નોકરીઓ કરી. થોડો સમય બિકાનેરમાં…

વધુ વાંચો >

ગિરિપ્રવચન

ગિરિપ્રવચન : બાઇબલના ઉત્તરાર્ધ, નવા કરારમાં પહેલા પુસ્તક માથ્થીના શુભસંદેશમાંનાં પાંચથી સાત સુધીના ત્રણ અધ્યાયો. ગિરિપ્રવચન બાઇબલના ધર્મસંદેશનો અર્ક અને સાર છે. તેમાં માનવજીવન વિશેની સર્વોત્કૃષ્ટ ભાવના, ઉચ્ચ આદર્શો તથા પ્રભુમય જીવન વિશે પ્રેરક ઉપદેશ આપવામાં આવ્યો છે. સાદી, સચોટ અને મર્મવેધક ભાષામાં અપાયેલો આ સંદેશ નીતિમત્તા, ધર્મ અને આધ્યાત્મિકતાનો…

વધુ વાંચો >

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ)

ગીતા (ભગવદગીતા અને અન્ય ગીતાઓ) ભગવદગીતા સ્વસ્થ જીવન જીવવાની અને સંસાર તરી જવાની કળા શીખવતો ગ્રંથ. મહાભારતના ભીષ્મ પર્વમાં તેનો સમાવેશ કરાયો છે. 700 શ્લોકનો આ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને પાંડવ ભાઈઓમાંના અર્જુનને યુદ્ધભૂમિ પર પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં હતાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારી હતી ત્યારે આપ્યો…

વધુ વાંચો >

ગીતારહસ્ય

ગીતારહસ્ય (1915) : લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ભગવદગીતા વિશે મરાઠીમાં લખેલું સુપ્રસિદ્ધ ભાષ્ય. ભારતના સ્વાતંત્ર્યના સંઘર્ષમાં તેમનો જેટલો મહત્વનો ફાળો છે તેટલું જ ઉજ્જ્વળ તેમનું વિદ્યાક્ષેત્રે પણ પ્રદાન છે. તેમણે આર્યોની મૂળ ભૂમિ, વેદાંગ જ્યોતિષ અને વેદોની પ્રાચીનતા વગેરે વિષયો પર ઘણું સંશોધનાત્મક લખાણ આપ્યું છે તેમજ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન તેમને…

વધુ વાંચો >

ગુજરાત (ધર્મ અને સંસ્કૃતિથી ગુજરાતી ભાષા અને સાહિત્ય)

ગુજરાત ધર્મ અને સંસ્કૃતિ ધર્મ–સંપ્રદાય ગુજરાતમાં આનર્ત, સુરાષ્ટ્ર, લાટ અને તેની દક્ષિણે અપરાન્ત સુધીના પ્રદેશનો સમાવેશ થતો હતો. ભારતની પશ્ચિમેથી આથર્વણો અને પશ્ચિમોત્તર દિશામાંથી શર્યાતો અહીં આવ્યા ત્યારે સંભવત: વૈદિક ધર્મનાં છૂટાંછવાયાં કેન્દ્રો ઉત્તર ગુજરાત, લાટ અને નર્મદાતટ તથા કચ્છ-સુરાષ્ટ્રમાં હતાં. શર્યાતિએ તેના પુત્ર આનર્તને આ પ્રદેશનું રાજ્ય સોંપ્યું ત્યારથી…

વધુ વાંચો >

ગુડ ફ્રાઇડે

ગુડ ફ્રાઇડે : ઈસુની પીડા અને મરણની યાદગીરીમાં પવિત્ર રવિવાર (ઈસ્ટર સન્ડે) પહેલાંનો શુક્રવાર. ખ્રિસ્તીઓ તેને સાધના-ઉપાસના દિન તરીકે માને છે. તેને અંગ્રેજીમાં ‘ગુડ ફ્રાઇડે’ અને ગુજરાતીમાં ‘પવિત્ર શુક્રવાર’ કહેવામાં આવે છે. આ ‘ગુડ ફ્રાઇડે’નો દિવસ ઈસ્ટરની તૈયારી માટેના ચાળીસ દિવસના તપની ટોચ ગણાય છે. મોટા ભાગના તહેવારોમાં સામાજિક, સાંસ્કૃતિક…

વધુ વાંચો >

ગુરુદ્વારા (ગુરદ્વાર)

ગુરુદ્વારા (ગુરદ્વાર) : શીખોનું ધર્મમંદિર. દસ ગુરુમાંથી કોઈ એકે ધર્મપ્રચાર માટે જેની સ્થાપના કરી હોય અથવા જ્યાં ગુરુ ગ્રંથસાહિબનો આવિર્ભાવ થયો હોય એવું સ્થાન. શીખોના પહેલા ગુરુ નાનકદેવથી પાંચમા ગુરુ અર્જુનદેવ સુધી આ ધર્મમંદિરોને ‘ધર્મશાળા’ કહેતા હતા. ગુરુ અર્જુનદેવજીએ સૌપ્રથમ અમૃતસરના ધર્મમંદિરને ‘હરિમંદિર’ નામ આપ્યું અને છઠ્ઠા ગુરુ હરિગોબિંદજીએ આવાં…

વધુ વાંચો >

ગુરુ નાનકદેવ

ગુરુ નાનકદેવ (જ. 15 એપ્રિલ 1469, રાયભોઈ દી તલવંડી [વર્તમાન નાનકાના સાહિર, લાહોર પાસે, પાકિસ્તાન]; અ. 22 સપ્ટેમ્બર 1539, કરનારપુર, પંજાબ) : શીખ ધર્મપ્રવર્તક અને આદ્યગુરુ. એમનો જન્મ કાલુરામ વેદીને ત્યાં તલવંડી(પશ્ચિમ પંજાબ)માં થયો હતો. એમણે પંડિત તથા મૌલાના પાસે શિક્ષણ લીધું હતું. અઢારમે વર્ષે એમનાં લગ્ન સુલક્ષણાદેવી સાથે થયાં.…

વધુ વાંચો >

ગુરુવાયુર મંદિર

ગુરુવાયુર મંદિર : ભારતમાં અત્યંત પવિત્ર ગણાતાં મંદિરોમાંનું એક મંદિર. તે કેરળ રાજ્યના ત્રિચુર જિલ્લાના ગુરુવાયુર નામક ગામમાં આવેલું છે. મંદિરમાં શ્રીકૃષ્ણની મૂર્તિ સૌથી વધારે પૂજનીય ગણવામાં આવે છે. ભગવાન કૃષ્ણ ટટ્ટાર અવસ્થામાં ઊભા છે અને તેમના ચાર હાથમાં અનુક્રમે શંખ, સુદર્શનચક્ર, કમળનું ફૂલ અને ગદા છે. શ્રીકૃષ્ણના જીવનની જુદી…

વધુ વાંચો >

ગોકર્ણ

ગોકર્ણ : શિવનો એક અવતાર. સિદ્ધના પ્રસાદથી ગાયના પેટે જન્મેલ એક સિદ્ધ પુરુષ. તે નામનું એક પ્રસિદ્ધ જ્યોતિર્લિગ તીર્થ કર્ણાટકમાં કારવાર અને તંદ્રી બંદરોની વચ્ચે આવેલું છે. સૃષ્ટિના આરંભે પ્રજાપતિ બ્રહ્માએ શિવને સૃષ્ટિ રચવાનું કામ સોંપ્યું, પણ તેમણે તે કામ કર્યું નહિ. તેથી સ્વયં બ્રહ્માએ પૃથ્વી રચી. શિવને એ ગમ્યું…

વધુ વાંચો >