Religious mythology
કલ્યાણદાસજી
કલ્યાણદાસજી (જ. ?; અ. 1820, કહાનવા, તા. જંબુસર) : અવધૂતી સંત. ઊંડેલ(તા. ખંભાત)ના પાટીદાર કુટુંબમાં જન્મેલા આ સંતના જન્મ કે બચપણ વિશે માહિતી મળતી નથી. તેઓ અખાની શિષ્ય-પરંપરામાં ગણાતા જીતા મુનિ નારાયણના શિષ્ય અને નડિયાદવાળા સંતરામ મહારાજના ગુરુભાઈ હતા. સંપૂર્ણ વીતરાગી અવસ્થામાં રહેતા કલ્યાણદાસજી એક અલફી (કફની), એક ચીમટો અને…
વધુ વાંચો >કશ્યપ
કશ્યપ : ગોત્રકાર સપ્તર્ષિઓમાંના એક, પ્રજાપતિઓમાંના એક, મંત્રદ્રષ્ટા ઋષિ. તે મરીચિ ઋષિના પુત્ર હતા. દક્ષ પ્રજાપતિએ પ્રજાવૃદ્ધિ અર્થે અદિતિ, દિતિ, દનુ, કાલા, દનાયુ, સિંહિકા, ક્રોધા, પ્રાધા, ઇલા, વિનતા, કપિલા, મુનિ અને કદ્રુ નામની તેર કન્યાઓ કશ્યપને પરણાવી હતી. પુરાણોમાં આ તેર કન્યાઓનાં અનેક નામાંતરો મળે છે. કશ્યપને આ પત્નીઓથી આદિત્ય,…
વધુ વાંચો >કસિયા
કસિયા : ઉત્તરપ્રદેશમાં દેવરિયા જિલ્લામાં આવેલું સ્થાન. પ્રાચીન નામ કુશીનગર. બૌદ્ધ ધર્મનાં મુખ્ય સ્થાનોમાં એની ગણના થાય છે. અહીં બુદ્ધ મહાનિર્વાણ પામ્યા હતા. શયનમુદ્રાની બુદ્ધની વિશાળ પ્રતિમાનાં અહીં દર્શન થાય છે. તેની નિકટ મોટા નિર્વાણ-સ્તૂપ તથા જૂના વિહારો અને મંદિરોના ભગ્નાવશેષો નજરે પડે છે. અહીં બુદ્ધની શ્યામશિલામાં કંડારેલી મધ્યકાલીન મૂર્તિ…
વધુ વાંચો >કાકભુશુંડી
કાકભુશુંડી : કાક રૂપ ધારી પરમ રામભક્ત. કાગડાનું રૂપ ધારણ કરેલા કાકભુશુંડી પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતા પરંતુ લોમશ ઋષિના શાપને કારણે તેમને કાક-યોનિમાં જન્મ લેવો પડ્યો. તેઓ પ્રકાંડ જ્ઞાની હતા. તેઓ રામના બાલ સ્વરૂપના ઉપાસક હતા. તુલસીના ‘રામચરિતમાનસ’માં કાકભુશુંડી જ રામકથાના વક્તા છે. શંકરે હંસનું રૂપ ધારણ કરીને કાકભુશુંડી પાસેથી…
વધુ વાંચો >કાપાલિક
કાપાલિક : પાશુપત શૈવોનો એક સંપ્રદાય. એનો શાબ્દિક અર્થ છે કપાલ અર્થાત્ મનુષ્યની ખોપરીને ધારણ કરનાર. એ સંપ્રદાયવાળા પોતાનું ભિક્ષાન્ન ખોપરીમાં ગ્રહણ કરતા. કપાલ મૃત્યુનું પ્રતીક છે. એનો સંબંધ શિવના વિધ્વંસક ઘોર, રૌદ્ર રૂપ સાથે છે. કાપાલિકોનો આચાર-વ્યવહાર વામમાર્ગી શાક્તો સાથે મળતો આવે છે. ભૂતકાળમાં આ સંપ્રદાયના જૂજ અનુયાયીઓ હતા;…
વધુ વાંચો >કાબા
કાબા : વિશ્વભરના મુસ્લિમોનું સૌથી વધુ પવિત્ર સ્થળ. સાઉદી અરબસ્તાનના, નાની પહાડીઓથી ઘેરાયેલા જગવિખ્યાત મક્કા શહેરની મસ્જિદે હરમ(પવિત્ર મસ્જિદ)ની લગભગ વચ્ચોવચ આવેલી ઘનાકાર કક્ષ જેવી ઇમારત, જે ‘બૈતુલ્લાહ’ (અલ્લાહનું ઘર) કહેવાય છે. ‘કાબા’ શબ્દ મૂળ ‘ક્રઅબ’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે તેવું એક વિધાન છે. ‘બૈતુલ હરમ’ અર્થાત્ પવિત્ર ઘરના…
વધુ વાંચો >કાર્તવીર્ય સહસ્રાર્જુન
કાર્તવીર્ય સહસ્રાર્જુન : પૌરાણિક પરંપરા અનુસાર હૈહય રાજવંશી કૃતવીર્યનો પુત્ર અર્જુન. તે ચક્રવર્તી સમ્રાટ હતો. દત્તાત્રેયની સેવા કરીને હજાર હાથ મેળવ્યા તેથી તે ‘સહસ્રાર્જુન’ નામે ઓળખાયો. તેની રાજધાની માહિષ્મતી (મધ્યપ્રદેશનું ચુલી માહેશ્વર કે માંધાતા ટાપુ) હતી. નર્મદા અને સમીપના સાગરપ્રદેશ પર કાર્તવીર્ય અર્જુનનું વર્ચસ્ હતું. એ જ પ્રદેશમાં ભૃગુકુળના ઋષિઓનો…
વધુ વાંચો >કાલી
કાલી : દેવીનું ભયાવહ અને ઉગ્ર રૂપ. મંદિરમાં કાલીની પ્રતિમાની એક ભુજામાં ખડ્ગ, બીજામાં દૈત્યનું મસ્તક, ત્રીજામાં વરદ મુદ્રા અને ચોથામાં અભય મુદ્રા હોય છે. એના બન્ને કાનમાં મૃતકનાં કુંડળ, ગળામાં મુંડમાળા, જીભ હડપચી સુધી બહાર લટકતી, કમરમાં દૈત્યના અનેક હાથનો બનેલો કંદોરો હોય છે. કેશ છૂટા અને પગની પાની…
વધુ વાંચો >કુબેર
કુબેર : ધનાધ્યક્ષ અને યક્ષ-રાક્ષસ ગુહ્યકોના અધિપતિ. ઉત્તર દિશાના લોકપાલ. એનું એક નામ સોમ છે તેથી ઉત્તર દિશા સૌમ્યા કહેવાય છે. વિશ્રવા ઋષિ અને માતા ઇલવિલાના પુત્ર છે, તેથી વૈશ્રવણ અને ઐલવિલ નામોથી ઓળખાય છે. તેની પત્નીનું નામ ભદ્રા. શરીર અત્યંત બેડોળ. ત્રણ ચરણ, આઠ દાંત સાથે જન્મેલ. ડાબી આંખ…
વધુ વાંચો >