Punjabi literature

ગુરુદયાલસિંહ

ગુરુદયાલસિંહ (જ. 10 જાન્યુઆરી 1933, ભૈયાનીફતેહ, સંગરુર, પંજાબ; અ. 16 ઑગસ્ટ 2016, ભટીંડા, પંજાબ) : પંજાબી વાર્તાકાર. પંજાબના પતિયાલા જિલ્લાના નાભા શહેરમાં પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ લીધેલું. ઉચ્ચશિક્ષણ અમૃતસરમાં લીધેલું. ત્યાંથી પંજાબી અને અંગ્રેજી વિષયો લઈને બી.એ. તથા એમ.એ. થયા. કૉલેજમાં હતા ત્યારથી જ જુદાં જુદાં સામયિકોમાં એમની વાર્તાઓ પ્રગટ…

વધુ વાંચો >

ગુરુબક્ષસિંહ

ગુરુબક્ષસિંહ (જ. 26 એપ્રિલ 1895, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ;  અ. 10 ઑગસ્ટ 1977) : પંજાબી લેખક. મૅટ્રિક સુધીનું શિક્ષણ વતનમાં જ લીધું. પછી અમેરિકા ગયા અને ત્યાં બી.એસસી. તથા ઇજનેરીનું શિક્ષણ લીધું. ભારત આવીને થોડાં વર્ષ રેલવેમાં નોકરી કરી, 1931માં રાજીનામું આપ્યું અને પછી ખેતી કરવા લાગ્યા. 1933માં એમણે ‘પ્રીતલડી’ નામનું…

વધુ વાંચો >

ગુરુમુખી

ગુરુમુખી : પંજાબમાં બોલાતી તથા લખાતી લિપિ. આ લિપિ ઉત્તર ભારતમાં પ્રચલિત શારદા તથા ટાકરી લિપિઓ દ્વારા પ્રચલિત બની. પંજાબમાં ધર્મગુરુઓ દ્વારા એનો ઉપયોગ થતો હોવાથી એને ‘ગુરુમુખી’ નામ મળ્યું. ‘ગુરુમુખી’ લિપિ નામનો દુરુપયોગ છે. શીખ-ગુરુઓ દ્વારા આ લિપિ યોજવામાં આવી નથી. અદ્યતન સંશોધકોએ સાબિત કર્યું છે કે વિખ્યાત સૂફી…

વધુ વાંચો >

જગતારસિંગ, ડૉ.

જગતારસિંગ, ડૉ. (જ. 6 જૂન, 1935, રાજગોમલ, જિ. જલંધર, પંજાબ; અ. 31 માર્ચ, 2010) : પંજાબી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જુગનૂ દીવા તે દરિયા’ બદલ 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર  મળ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી, ઉર્દૂ તથા પર્શિયન ભાષામાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પ્રાપ્ત કરી. 1942થી…

વધુ વાંચો >

જલકી પ્યાસ ના જાએ

જલકી પ્યાસ ના જાએ : પ્રસિદ્ધ પંજાબી સાહિત્યકાર કર્તારસિંહ દુગ્ગલની નવલકથા. 1984માં પ્રગટ થયેલી. એ નવલકથા ભારતવિભાજન થતાં, ભારત અને પાકિસ્તાનમાં જે અત્યાચારો થયા અને જે લોકો પર પારાવાર સિતમ ગુજર્યો તે પ્રસંગની હૃદયદ્રાવક કહાની છે. એની વિશેષતા એ છે કે એમાં કોઈ નાયકનાયિકા નથી. અથવા બીજી રીતે કહીએ તો…

વધુ વાંચો >

જ્ઞાનસિંગ ‘શાતિર’

જ્ઞાનસિંગ ‘શાતિર’ (જ. 1936, ડુડિયાણા કલાં, જિ. હોશિયારપુર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર અને કવિ. તેમને તેમની ઉર્દૂ નવલકથા ‘જ્ઞાનસિંગ શાતિર’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો  છે. તેઓ મિકૅનિકલ ઇજનેર છે અને તેમણે વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)માં ફાર્માસ્યુટિકલ ઇજનેર તરીકે 3 વર્ષ સુધી કામગીરી સંભાળી હતી. 1960માં તેમણે લેખનકાર્યનો…

વધુ વાંચો >

ટીવાણા, મનજિત

ટીવાણા, મનજિત (જ. 1947, પતિયાળા, પંજાબ) : પંજાબનાં જાણીતાં કવયિત્રી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઊણીંદા વર્તમાન’ માટે 1990નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અંગ્રેજી અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપાધિ મેળવી છે. તેમણે 1973માં અભિનય અને દિગ્દર્શનમાં ડિપ્લોમા કર્યો હતો. સર્જનાત્મક લેખનની પ્રક્રિયાના વિષય પર મહત્વપૂર્ણ મહાનિબંધ લખીને 1984માં મનોવિજ્ઞાનમાં…

વધુ વાંચો >

તસનીમ, નિરંજનસિંગ

તસનીમ, નિરંજનસિંગ (જ. 1929, અમૃતસર, પંજાબ) : જાણીતા પંજાબી નવલકથાકાર, વિવેચક તથા અનુવાદક. તેમને તેમની નવલકથા ‘ગવાચે અરથ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન-ક્ષેત્રમાં જોડાયા. તેઓ લુધિયાણાની સરકારી કૉલેજમાંથી સેવાનિવૃત્ત થયા. તેઓ ભારતીય ઉચ્ચતર અધ્યયન…

વધુ વાંચો >

તારાસિંગ

તારાસિંગ (જ. 1928, હુકરણ, હોશિયારપુર, પંજાબ) : પંજાબી કવિ. તારાસિંગ કામિલને નામે પણ ઓળખાય છે. તેમના કાવ્યસંગ્રહ ‘કહિકશાં’ને સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. તેમણે હાસ્ય-વિનોદપૂર્ણ તથા હળવી કાવ્યરચનાઓથી લેખનનો પ્રારંભ કર્યો હતો. ‘કવિદરબાર’માં આ રચનાઓ ખૂબ લોકપ્રિય બની રહી. ત્યારબાદ તેઓ ગાંભીર્યપૂર્ણ કાવ્યલેખન તરફ વળ્યા. તેમણે 6 ગ્રંથો…

વધુ વાંચો >

‘તાલીબ’ ગુરુબચન સિંહ

‘તાલીબ’ ગુરુબચન સિંહ (જ. 9 એપ્રિલ 1911, પતિયાલા, પંજાબ; અ. 9 એપ્રિલ 1986) : પંજાબી લેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પતિયાલામાં જ લીધું. અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં પસાર કરી તથા એ જ વિષય લઈને એમ.એ.માં પણ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું. તરત જ…

વધુ વાંચો >