Political science
રાજકીય આજ્ઞાધીનતા
રાજકીય આજ્ઞાધીનતા : રાજ્ય અને શાસકોની સત્તા તથા આદેશોનું પાલન. રાજ્યશાસ્ત્રનું કેન્દ્રબિંદુ સત્તા છે. આ સત્તાનો ઉપયોગ પ્રજા કે આમજનતા માટે કરવામાં આવે છે. એટલે કે રાજ્યની આજ્ઞાઓનું પાલન રાજકીય જીવનની અનિવાર્યતા છે. રાજકીય આજ્ઞાપાલન કે આજ્ઞાધીનતા વિના પ્રજાવ્યવહારને ગોઠવી ન શકાય યા કાયદો અને વ્યવસ્થા સ્થાપી શકાય નહીં. આથી…
વધુ વાંચો >રાજકીય આદર્શ વિભાવના (Utopia)
રાજકીય આદર્શ વિભાવના (Utopia) : આદર્શ રાજ્યનો પરિચય કરાવતી કાલ્પનિક વિભાવના. આદર્શ રાજ્ય કે સમાજ વિશેના વિચારો માનવ ઇતિહાસના વિવિધ તબક્કે અભિવ્યક્તિ પામ્યા છે. આ અંગેની સર્વસાધારણ કલ્પના એવી છે કે આદર્શ રાજ્યમાં દુ:ખ નથી, સંઘર્ષ નથી, સર્વ ચીજોની છત છે. બધું જ સામુદાયિક માલિકીનું છે. માનવતાવાદથી અતિરિક્ત કશુંક એવું…
વધુ વાંચો >રાજકીયકરણ (politicisation)
રાજકીયકરણ (politicisation) : રાજકારણ અંગે સભાન અને સક્રિય બનવાની પ્રક્રિયા. જ્યારે લોકો રાજકારણ પ્રત્યે માહિતગાર અને સભાન હોય; જાગરુકતા અને અમુક માત્રામાં સક્રિયતા ધરાવતા હોય ત્યારે તેમનું રાજકીયકરણ થયું છે એમ કહી શકાય. રાજકીય સત્તાની આસપાસ ચાલતી પ્રવૃત્તિને, સામાન્ય રીતે રાજકારણ તરીકે ઓળખવામાં આવે છે. રાજકારણ, તેના વિશાળ અર્થમાં, વિવિધ…
વધુ વાંચો >રાજકીય ચિંતન
રાજકીય ચિંતન : રાજ્યશાસ્ત્રના આધારરૂપ પાયાની મૂળભૂત વિચારણા. વ્યક્તિ અને તેની આસપાસના જગતને સમજવાની મથામણ માનવજાત કરતી રહી છે. તે સાથે માનવરચિત સંસ્થાઓ સમાજ, રાજ્ય અને તે સંદર્ભમાં સમગ્ર વિશ્વને સમજવાનો અને જોડવાનો સતત પ્રયાસ પરાપૂર્વથી માનવો કરતા રહ્યા છે. રાજ્ય અને તેના પરિવેશને સમજવાના પરાપૂર્વથી ચાલતા આ અવિરત પ્રયાસો…
વધુ વાંચો >રાજકીય પક્ષ
રાજકીય પક્ષ : રાજકીય જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતાં અને સત્તાપ્રાપ્તિ ઇચ્છતાં સંગઠિત જૂથો. એક રાજકીય એકમ તરીકે વર્તીને તે સરકાર પર પ્રભુત્વ ધરાવવા ઉત્સુક હોય છે. આ સંગઠનો ભાગ્યે જ અધિકૃત (official) સરકારી સંગઠનો તરીકે કામ કરે છે. વિવિધ શાસનવ્યવસ્થામાં તે વિવિધ સ્વરૂપો ધરાવે છે. પ્રત્યેક દેશમાં, પ્રત્યેક સમયે અને…
વધુ વાંચો >રાજકીય સંસ્થાકરણ (political institutionalisation)
રાજકીય સંસ્થાકરણ (political institutionalisation) : રાજકીય સંસ્થાઓના નિર્માણની પ્રક્રિયા અને તેનો અભ્યાસ. કોઈ પણ રાજકીય પ્રથાના વિકાસનો આધાર તે સંસ્થા-નિર્માણનો પડકાર કઈ રીતે ઝીલે છે અને સંસ્થાને કેટલી સક્ષમ કે કાર્યક્ષમ બનાવે છે તેના પર રહેલો છે. સંસ્થાના નિર્માણ માત્રથી સંસ્થાકરણ સફળ થઈ જતું નથી. આ પ્રયોગમાં સક્ષમ, મજબૂત, અસરકારક…
વધુ વાંચો >રાજકીય હિંસા
રાજકીય હિંસા : સત્તા હસ્તગત કરવાના કે સત્તાધીશોને નુકસાન પહોંચાડવાના આશયથી કરવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ. હિંસાનો જન્મ માનવસમાજ જેટલો જ પુરાણો અને વ્યાપક છે. મોટેભાગે સામાજિક કે રાજકીય પરિવર્તન લાવવાનો, સત્તા હાથ કરવાનો કે સત્તાધીશોને રંજાડવાનો હેતુ તેમાં મુખ્ય હોય છે. આવી હિંસા બિનઅધિકૃત કે ગેરકાયદેસરના માર્ગો અખત્યાર કરે છે.…
વધુ વાંચો >રાજકુમારી અમૃતકૌર
રાજકુમારી અમૃતકૌર (જ. 2 ફેબ્રુઆરી 1889, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 6 ફેબ્રુઆરી 1964, દિલ્હી) : સ્વાતંત્ર્યસેનાની, મહિલા-નેત્રી અને ભારતનાં પ્રથમ અને મહિલા સ્વાસ્થ્ય-મંત્રી. તેઓ કપૂરથલાના રાજવી કુટુંબનાં સભ્ય હતાં. પિતા હરનામસિંહને સાત પુત્રો અને આ એક-માત્ર પુત્રી હતાં. રાજા હરનામસિંહે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને તેઓ ‘પવિત્ર અને શુદ્ધ’ ખ્રિસ્તી…
વધુ વાંચો >રાજગોપાલાચારી, ચક્રવર્તી
રાજગોપાલાચારી, ચક્રવર્તી (જ. ડિસેમ્બર 1878, હોસૂર, જિલ્લો સેલમ, તમિલનાડુ; અ. 25 ડિસેમ્બર 1972) : રાજનીતિજ્ઞ, મુત્સદ્દી અને સ્વતંત્ર ભારતના એકમાત્ર ગવર્નર-જનરલ. પિતા નલ્લન ચક્રવર્તી આયંગર, માતા સિંગરામ્મલ. તેમના કુટુંબના કેટલાક પૂર્વ સભ્યો મૈસૂરના શાહી દરબારના પંડિતો હતા, જ્યારે પિતા હોસૂર તાલુકાના થોરાપલ્લીમાં મુનસફ હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ હોસૂરમાં અને કૉલેજશિક્ષણ…
વધુ વાંચો >રાજધર્મ
રાજધર્મ : રાજા અથવા શાસકનો ધર્મ. તેમાં શાસકના પદ ઉપર બેઠેલાનું પ્રજાની રક્ષાનું તથા પ્રજાની સુખશાંતિ જાળવવાનું કર્તવ્ય મુખ્યત્વે સમાવિષ્ટ થાય છે. પ્રાચીન કાળથી ધર્મશાસ્ત્રોમાં રાજધર્મ વિશે ચર્ચા થતી આવી છે. પ્રાચીન ભારતીય ચિંતનમાં ‘ધર્મ’ શબ્દ સર્વગ્રાહી અર્થ ધરાવે છે અને તેનો સહુપ્રથમ પ્રયોગ વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. અંગ્રેજી…
વધુ વાંચો >