Political science
મૌલાના અબુલ કલામ આઝાદ
મૌલાના અબુલ કલામ આઝાદ : જુઓ આઝાદ, અબુલ કલામ (મૌલાના).
વધુ વાંચો >મ્યાનમાર
મ્યાનમાર : અગ્નિ એશિયામાં આવેલો ભારતનો પડોશી દેશ. અગાઉ તે બ્રહ્મદેશ (બર્મા) તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 00´થી 28° 30´ ઉ. અ. અને 92° 00´થી 101° 00´ પૂ. રે. વચ્ચેનો 6,76,553 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેનો આકાર પતંગને મળતો આવે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ…
વધુ વાંચો >મ્યૂનિક કરાર
મ્યૂનિક કરાર : યુરોપમાં સંભવિત યુદ્ધ નિવારવા માટે જર્મનીના મ્યૂનિક શહેર ખાતે યુરોપની મુખ્ય સત્તાઓ વચ્ચે થયેલો નિષ્ફળ કરાર. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચેના વીસીના ગાળામાં જર્મની મજબૂત રાષ્ટ્ર બનવા ઉત્સુક હતું. આથી તેણે પશ્ચિમ ચેકોસ્લોવાકિયામાં આવેલ સુદાતનલૅન્ડ વિસ્તાર પર પ્રદેશલાલસાભરી નજર દોડાવી, કારણ કે આ વિસ્તારમાં 30,00,000 જર્મન-મૂળ ધરાવતા…
વધુ વાંચો >મ્યૂનિક પુત્શ
મ્યૂનિક પુત્શ (Munich Putsch) : મ્યૂનિક ખાતે હિટલરની આગેવાની હેઠળ યોજાયેલો બળવો. આ નિષ્ફળ બળવો મ્યૂનિક ખાતેના બિયર-હૉલમાં 8 નવેમ્બર, 1923ની રાતે યોજાયેલો. તેની પાછળ બવેરિયન સરકારને અને તેના પગલે છેવટે જર્મનીની રાષ્ટ્રીય સરકારને નૅશનલ સોશિયાલિસ્ટ (નાઝી) પાર્ટીના નિયંત્રણ હેઠળ લાવવાનો હેતુ હતો. બવેરિયાની રાજધાની મ્યૂનિક તે સમયે નાઝી ચળવળનું…
વધુ વાંચો >યંગ બૅંગાલ
યંગ બૅંગાલ : ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન કોલકાતાની ‘હિંદુ કૉલેજ’(સ્થા. 1817)ના નવયુવક બંગાળી બૌદ્ધિકો દ્વારા નવીન અને મૂલગામી વિષયોના પ્રચાર માટે ચાલેલું આંદોલન. ઉક્ત આંદોલનના મૂળ પ્રવર્તક અને પહેલ કરનાર ‘હિંદુ કૉલેજ’ના જ ઍંગ્લો-ઇન્ડિયન શિક્ષક હેન્રી લુઈ વિવિયન દેરોજિયો (1809–1831) હતા. તેઓ સ્વતંત્ર ચિંતક, હેતુવાદી અને ભારતીય ધર્મોના ટીકાકાર હતા.…
વધુ વાંચો >યાજ્ઞિક, ઇન્દુલાલ
યાજ્ઞિક, ઇન્દુલાલ (જ. 22 ફેબ્રુઆરી 1892, નડિયાદ; અ. 17 જુલાઈ 1972, અમદાવાદ) : પ્રજાકીય આંદોલનોના પ્રણેતા અને ગુજરાતના નિ:સ્પૃહ રાજકીય નેતા. પિતા કનૈયાલાલ અને માતા મણિગૌરી. 1903માં 11 વર્ષની વયે જ્ઞાતિની સભામાં અંગ્રેજીમાં વ્યાખ્યાન આપી તેમણે તેમની પ્રતિભાનો ચમકારો દર્શાવ્યો હતો. મુંબઈમાં પ્લેગ ફેલાતો અટકાવવાની જાહેર સેવા દરમિયાન પિતાએ પ્રાણ…
વધુ વાંચો >યાદવ, લાલુપ્રસાદ
યાદવ, લાલુપ્રસાદ (જ. 2 જૂન 1948, ફુલવારિયા, ગોપાલગંજ, જિ. બિહાર) : આધુનિક ભારતના રાજકારણમાં દાવપેચની રાજનીતિમાં માહેર બનેલા બિહારના પૂર્વ મુખ્યમંત્રી. વિદ્યાર્થી-અવસ્થામાં વિદ્યાર્થી- ચળવળમાં સક્રિય બન્યા ત્યારથી રાજકારણના રંગે રંગાયા. પટણા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી પ્રાપ્ત કર્યા બાદ લોકનાયક જયપ્રકાશ નારાયણે 1974માં શરૂ કરેલ જનઆંદોલન દ્વારા બિહાર રાજ્યમાં રાજનેતાઓનો જે…
વધુ વાંચો >યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ)
યામાગાટા, આરીટોમો કોશાકુ (ડ્યૂક અથવા પ્રિન્સ) (જ. 3 ઑગસ્ટ 1838, હૅગી, જાપાન; અ. 1 ફેબ્રુઆરી 1922, ટોકિયો) : જાપાનના લશ્કરી નેતા, વિચક્ષણ રાજકારણી અને વડાપ્રધાન. તેમની દીર્ઘર્દષ્ટિ અને તેમના સુનિશ્ચિત સાંગોપાંગ આયોજનને પરિણામે જાપાન વીસમી સદીમાં વિશ્વની લશ્કરી સત્તા તરીકે ઊપસી આવ્યું. તેઓ ‘જાપાની સેનાના પિતામહ’નું બિરુદ પામ્યા હતા. તેઓ…
વધુ વાંચો >યુનો
યુનો : જુઓ સંયુક્ત રાષ્ટ્રો– સંયુક્ત રાષ્ટ્રસંઘ
વધુ વાંચો >યૂલ, જ્યૉર્જ
યૂલ, જ્યૉર્જ : ડિસેમ્બર 1888માં અલ્લાહાબાદ મુકામે ભરાયેલા ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસના ચોથા અધિવેશનના પ્રમુખ. તેઓ કૉલકાતાના આગેવાન બ્રિટિશ વેપારી હતા. તેઓ ભારતના લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોવાથી તેમને કૉંગ્રેસના પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પ્રમુખપદ હેઠળ ભારતની ધારાસભાઓનો વિસ્તાર કરવો, સનદી પરીક્ષાઓ ભારતમાં અને ઇંગ્લૅંડમાં એકસાથે લેવી, જ્યુરીની…
વધુ વાંચો >