Political science
મેહદી નવાજ જંગ
મેહદી નવાજ જંગ (જ. 14 મે 1894, હૈદરાબાદ; અ. 28 જૂન 1967, હૈદરાબાદ) : ગુજરાતના પ્રથમ રાજ્યપાલ, અરબી-ફારસીના વિદ્વાન તથા હૈદરાબાદના નિઝામ પરિવારના સભ્ય. પિતા સૈયદ અબ્બાસસાહેબ. ત્રણ સો વર્ષ પૂર્વે ઈરાનથી દિલ્હી આવી વસેલા ખાનદાન અને ખમીરવંતા કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ હૈદરાબાદમાં. 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા પસાર કરી.…
વધુ વાંચો >મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ)
મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ) (જ. 16 નવેમ્બર 1896, લંડન; અ. 3 ડિસેમ્બર 1980, પૅરિસ નજીકનું ઓર્સે) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. 1918થી 1931 સુધી સાંસદ તરીકે કામગીરી કર્યા બાદ તેમણે 1932માં બ્રિટિશ યુનિયન ઑવ્ ફાસિસ્ટની સ્થાપના કરી. આ સંસ્થા સેમેટિક જાતિઓ વિરુદ્ધ પ્રચાર કરતી અને લડાયક દેખાવો યોજી, નાઝી-વિચારનો પ્રચાર કરવા માટે જાણીતી…
વધુ વાંચો >મૉડેલ, વાલ્ટર
મૉડેલ, વાલ્ટર (જ. 1891; અ. 21 એપ્રિલ 1945) : જર્મનીના નાઝી લશ્કરના બાહોશ સેનાપતિ અને હિટલરના વિશ્વાસુ સાથી. નાઝી શાસન હેઠળ લશ્કરના જે અધિકારીઓને ઉચ્ચ હોદ્દાઓ પર વિશેષ બઢતીઓ આપવામાં આવી હતી તેમાં જનરલ મૉડેલનો સમાવેશ થયો હતો. લશ્કરના વરિષ્ઠ અધિકારી તરીકે તેમની કારકિર્દી બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ધ્યાનાર્હ રહી…
વધુ વાંચો >મોદી, નરેન્દ્ર
મોદી, નરેન્દ્ર (જ. 17 સપ્ટેમ્બર 1950, વડનગર, જિ. મહેસાણા) : ભારતના 14મા વડાપ્રધાન. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પક્ષના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી. 26મી મે 2014ના રોજ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. 2019મા બીજી ટર્મ માટે ફરીથી ચૂંટાયા છે. 1965માં પંદર વર્ષની વયે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા અને 1972માં…
વધુ વાંચો >મોદી, પીલુ
મોદી, પીલુ (જ. 14 નવેમ્બર 1926; અ. 29 જાન્યુઆરી 1983, દિલ્હી) : જાણીતા રાજકારણી, સાંસદ અને સ્થપતિ. પિતા હોમી મોદી અને માતા જરબાઈ. પ્રારંભિક અને કૉલેજ-શિક્ષણ મુંબઈમાં મેળવ્યું અને ત્યારબાદ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી સ્થાપત્યના વિષયમાં એમ.આર્ચ.ની પદવી હાંસલ કરી. ભારત આવી 1951થી ’53નાં વર્ષો દરમિયાન વિશ્વના જાણીતા ફ્રેંચ સ્થપતિ…
વધુ વાંચો >મોદી, સુશીલકુમાર
મોદી, સુશીલકુમાર (જ. 5 જાન્યુઆરી 1952, ચેન્નાઈ; અ. 13 મે 2024) : બિહારમાં સૌથી લાંબો સમય એટલે કે 10 વર્ષ અને 316 દિવસ સુધી ઉપમુખ્યમંત્રી રહેનાર બીજા નેતા. રાજ્યમાં સૌથી લાંબો સમય એટલે 11 વર્ષ અને 94 દિવસ નાયબ મુખ્યમંત્રી રહેવાનો રેકૉર્ડ કૉંગ્રેસના અનુરાગ નારાયણ સિંહાના નામે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક…
વધુ વાંચો >મૉને, ઝ્યાં
મૉને, ઝ્યાં (જ. 9 નવેમ્બર 1888; અ. 16 માર્ચ 1979) : ફ્રેંચ વ્યાપારી, રાજનીતિજ્ઞ અને યુરોપિયન એકતાના પુરસ્કર્તા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1918) સમયે મિત્ર દેશોને યુદ્ધ-પદાર્થો, ખાદ્ય પદાર્થો તથા વહાણવટાની સગવડો પૂરી પાડતા ઇન્ટર ઍલાઇડ મેરિટાઇમ કમિશનમાં તેમણે સેવાઓ આપી હતી. 1919થી 1923 દરમિયાન તેમણે લીગ ઑવ્ નેશન્સના નાયબ મંત્રી તરીકે…
વધુ વાંચો >મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ
મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ…
વધુ વાંચો >મૉન્તેસ્ક, ચાર્લ્સ લુઈ
મૉન્તેસ્ક, ચાર્લ્સ લુઈ (જ. 18 જાન્યુઆરી 1689; અ. 10 ફેબ્રુઆરી 1755) : ફ્રેંચ રાજકીય ચિંતક, ઇતિહાસકાર અને કાયદાના તજ્જ્ઞ. તેમનું મૂળ નામ ચાર્લ્સ-દ-સેકોન્ટેડ હતું અને તેમને દ-લા-બ્રેડેટ-દ-મૉન્તેસ્કને ખિતાબ મળ્યો હતો. આર્થિક રીતે સમૃદ્ધ કુટુંબના સભ્ય હોવાથી તેમજ કાયદાનો અભ્યાસ કૌટુંબિક પરંપરા હોવાથી, પ્રારંભથી જ તેમનામાં અભ્યાસ માટેની લગની હતી. તેમણે…
વધુ વાંચો >મોબૂટૂ, જૉસેફ (જનરલ)
મોબૂટૂ, જૉસેફ (જનરલ) (જ. 14 ઑક્ટોબર 1930, લીસાલા, ડેમૉક્રૅટિક રિપબ્લિક ઑવ્ કૉંગો, ઝાયર; અ. 7 સપ્ટેમ્બર, 1997) : કૉંગોના અગ્રણી રાજકીય નેતા અને પ્રમુખ. તેમણે બ્રસેલ્સમાં અભ્યાસ કર્યો અને બાદમાં કૉંગો પાછા ફર્યા. 1956માં ત્યાંના જાણીતા નેતા પેટ્રિસ લુમુમ્બા સાથે રાષ્ટ્રીય લડતમાં જોડાયા અને તેમના અત્યંત નિકટના રાજકીય કાર્યકર બની…
વધુ વાંચો >