Political science
મુલરોની, બ્રાયન
મુલરોની, બ્રાયન (જ. 20 માર્ચ 1939, બાય-કોમેયુ, ક્વિબેક) : કૅનેડાના રાજનીતિજ્ઞ. તેમણે ક્વિબેકની લૉ કૉલેજમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાના ક્ષેત્રે કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના વહીવટી અધિકારી તરીકે પોતાની કારકિર્દીનો વિકાસ કર્યો ત્યાં સુધી રાજકીય જીવનમાં પ્રવેશવાનો તેમનો ઇરાદો નહોતો. 1983માં કૅનેડાની પ્રોગ્રેસિવ કન્ઝરવેટિવ પાર્ટીમાં જોડાયા અને સક્રિય…
વધુ વાંચો >મુશર્રફ, પરવેઝ
મુશર્રફ, પરવેઝ (જ. 11 ઑગસ્ટ 1943, દિલ્હી) : પાકિસ્તાનના પ્રમુખ સર્વોચ્ચ વહીવટી અધિકારી અને લશ્કરના સરસેનાધિપતિ. પિતા સઈદ મુશરફુદ્દીન ઉત્તરપ્રદેશના આઝમગઢ ખાતે સરકારી અધિકારી હતા. હિંદુસ્તાનના વિભાજન સમયે લોહિયાળ હુલ્લડો ફાટી નીકળે તે પૂર્વે સહીસલામત પસાર થયેલી છેલ્લી ટ્રેનમાં તેમનું કુટુંબ પાકિસ્તાન રવાના થયું અને કરાંચીમાં સ્થિર થયું. જૂની દિલ્હીના,…
વધુ વાંચો >મુસ્સાદિક, મોહમ્મદ
મુસ્સાદિક, મોહમ્મદ (જ. 1880, તહેરાન; અ. 5 માર્ચ 1967, તહેરાન, ઈરાન) : ઈરાનના રાજકીય નેતા અને વડાપ્રધાન. તેમણે 1914થી ’25 દરમિયાન વિવિધ સરકારી હોદ્દાઓ પર કામગીરી બજાવી હતી, પરંતુ 1925માં ઈરાનના શાહે લગભગ સરમુખત્યાર જેવી સત્તાઓ હાંસલ કરતાં સરકારી હોદ્દા પરથી તેઓ ખસી ગયા. 1942માં ઈરાનની મજલિસ(સંસદ)માં તેઓ ચૂંટાયા અને…
વધુ વાંચો >મુંદ્રા કૌભાંડ
મુંદ્રા કૌભાંડ : જીવનવીમા નિગમના નાણાભંડોળનું ગેરરીતિભર્યું મૂડીરોકાણ કરવા અંગેનું કૌભાંડ. 1956ના કાયદાથી ભારતમાં સ્વાયત્ત જીવનવીમા નિગમની રચના થઈ. એથી ખાનગી ક્ષેત્ર હેઠળ ચાલતો વીમાઉદ્યોગ જાહેર ક્ષેત્ર હેઠળ આવ્યો. વીમાદારોના પ્રીમિયમથી રચાયેલું ઘણું મોટું ભંડોળ આ નિગમ ધરાવતું; જેનાં નાણાંનું મૂડીરોકાણ અન્ય સંસ્થાઓમાં કરવામાં આવતું હતું. આ નાણાં રોકવા અંગે…
વધુ વાંચો >મૂર, ટૉમસ (સર)
મૂર, ટૉમસ (સર) (જ. 1478; અ. 1535) : અંગ્રેજ રાજનીતિજ્ઞ. લંડન અને ઑક્સફર્ડ ખાતે તેમણે શિક્ષણ મેળવ્યું, પછી 4 વર્ષ ખ્રિસ્તી મઠમાં રહ્યા. લૅટિન ભાષા પર તેઓ અસાધારણ પ્રભુત્વ ધરાવતા હતા. તેઓ નવા વિચારપ્રવાહોના સતત સંપર્કમાં રહેતા તેમજ તે યુગના અગ્રણી બુદ્ધિજીવીઓ – કૉલેટ, લીલી અને ઇરૅસ્મસ સાથે ઘનિષ્ઠ મિત્રતાને…
વધુ વાંચો >મૂળભૂત અધિકારો
મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ. મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક મનુષ્યપિંડને કેટલીક કુદરતી શક્તિઓ મળેલી છે. તેનો વિકાસ સહજ અને સ્વાભાવિક ક્રમમાં થતો હોય છે. તેને દાબવાનો કે ડામવાનો પ્રયત્ન એ મનુષ્યના વ્યક્તિત્વના વિકાસનો વધ કરવા સમાન થઈ પડે. માનવની…
વધુ વાંચો >મૂળભૂત ફરજો
મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને પણ તે તેમના અધિકારો ભોગવવાની સગવડ અને વાતાવરણ પૂરાં પાડે એવી અપેક્ષા તેની પાસેથી રખાય છે. અન્યના અધિકારનો આ વિચાર અને તે અંગેની જવાબદારી એટલે ફરજ યા કર્તવ્ય. આ અર્થમાં…
વધુ વાંચો >મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન
મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન (જ. 17 એપ્રિલ 1882, સ્ટૉર્નોવે, સ્કૉટલૅન્ડ; અ. 15 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : ખ્યાતનામ રાજ્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને એબર્ડિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. 1915માં તેઓ કૅનેડાના ટોરાન્ટો નગર ગયા અને ત્યાં પણ અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. 1927થી કોલંબિયા…
વધુ વાંચો >મેકડૉનાલ્ડ, (જેમ્સ) રામસે
મેકડૉનાલ્ડ, (જેમ્સ) રામસે (જ. 12 ઑક્ટોબર 1866, લૉસીમાઉથ, સ્કૉટલૅન્ડ; અ. 9 નવેમ્બર 1937, દક્ષિણ અમેરિકાના દરિયાઈ પ્રવાસ દરમિયાન) : બ્રિટિશ રાજનીતિજ્ઞ અને વડાપ્રધાન. એક અનૌરસ સંતાન તરીકે તેમણે 12 વર્ષની વયે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને તે જ શાળામાં વિદ્યાર્થીશિક્ષક (pupil teacher) તરીકે છ વર્ષ કામ કર્યું. 1885માં તેઓ કામની…
વધુ વાંચો >મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ
મૅકનામેરા, રૉબર્ટ સ્ટ્રેન્જ (જ. 7 જૂન, 1916, લૉસ ઍન્જેલસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.; અ. 6 જુલાઈ 2007 વૉશિંગ્ટન ડી.સી. યુ.એસ.) : ડેમૉક્રૅટિક પક્ષના રાજકારણી. 1943–46 દરમિયાન હવાઈ દળમાં સેવા બજાવી. પછી તેઓ ફૉર્ડ મૉટર કંપનીમાં જોડાયા અને ઉત્તરોત્તર પ્રગતિ સાધી. 1960માં તે કંપનીના પ્રમુખ બન્યા. 1961માં કેનેડીના વહીવટી તંત્રમાં સંરક્ષણમંત્રી (ડિફેન્સ-સેક્રેટરી) તરીકે…
વધુ વાંચો >