Political science
ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999
ભારત–પાકિસ્તાન યુદ્ધ – મે 1999 : આ યુદ્ધ મુખ્યત્વે કાશ્મીરના કારગિલ અને દ્રાસ વિસ્તારમાં લડાયું. કાતિલ ઠંડીને કારણે કારગિલ વિસ્તાર સાથેનો સંપર્ક શિયાળામાં તૂટી જતો. અતિશય ઠંડીને કારણે દર વર્ષની જેમ 1998ના શિયાળામાં આ વિસ્તારમાંથી ભારતીય લશ્કરી પહેરો ખસેડી લેવાયો હતો, જેને કારણે પાકિસ્તાનની ઘૂસણખોરી માટે આ વિસ્તાર સાવ ખુલ્લો…
વધુ વાંચો >ભારતમાં અંગ્રેજી રાજ
ભારતમાં અંગ્રેજી રાજ (1929) : ભારતનું રાજ્ય મેળવવામાં અંગ્રેજોએ અમલમાં મૂકેલ કુટિલ નીતિ, દગો, શોષણ વગેરેને આલેખતો ઇતિહાસનો ગ્રંથ. ઇતિહાસવિદ પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ’ નામનું પુસ્તક હિંદી ભાષામાં અલ્લાહાબાદમાં પ્રસિદ્ધ થયું હતું. એમાં ભારતીય ર્દષ્ટિબિંદુથી ભારતમાંના બ્રિટિશ શાસનનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. આ પુસ્તકમાં પંડિત સુંદરલાલે જણાવ્યું છે તેમ,…
વધુ વાંચો >ભારતીય જનતા પક્ષ
ભારતીય જનતા પક્ષ : બહોળા અર્થમાં હિંદુત્વમાં શ્રદ્ધા ધરાવતો તથા દેશની સ્વતંત્રતા અને અખંડિતતાને વરેલો જમણેરી રાજકીય પક્ષ. તેની આગવી વિચારસરણી અને સંગઠનની વિશેષતાને લીધે ભારતીય રાજકારણમાં તે ચોક્કસ સ્થાન ધરાવે છે. આ પક્ષનો ચિંતનસ્રોત ઓગણીસમી સદીના પ્રારંભે શરૂ થયેલા પુનરુત્થાનવાદીઓના વિચારોમાં રહેલો જણાય છે. આ ચિંતકોનું માનવું હતું કે…
વધુ વાંચો >ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ : જુઓ કૉંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય)
વધુ વાંચો >ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ
ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કૉંગ્રેસ : જુઓ ઇન્ટુક
વધુ વાંચો >ભિંડરાનવાલે, જરનૈલસિંઘ
ભિંડરાનવાલે, જરનૈલસિંઘ (જ. 1947, પંજાબ; અ. 4 જૂન 1984, અમૃતસર) : પંજાબના ખાલિસ્તાનવાદી કટ્ટર નેતા. શીખ ખેડૂત કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમણે શીખ ધર્મનું શિક્ષણ દમદમી તકસાલમાં મેળવ્યું અને ત્યારબાદ ત્યાં જ શીખ ધર્મગુરુ નિમાયા. 1971માં તેઓ મુખ્ય ધર્મગુરુ બન્યા. આ સમયે તેમને ભિંડરાનવાલે અટક મળી. શીખ ધર્મ ઉત્તમ…
વધુ વાંચો >ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી
ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી (જ. 5 જાન્યુઆરી 1928, લારખાના, સિંધ; અ. 4 એપ્રિલ 1979, રાવલપિંડી) : પાકિસ્તાનના પ્રમુખ અને વડાપ્રધાન. ઝુલ્ફિકાર અલીના પિતા શાહનવાઝ ભુટ્ટો જાગીરદાર હતા. જૂનાગઢ(ગુજરાત)ના નવાબ મહોબતખાન ત્રીજા(1911–1948)ના દીવાન તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ઝુલ્ફિકારનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. ભારતના ભાગલા પછી જૂનાગઢના નવાબ મહોબતખાન પાકિસ્તાન ચાલ્યા ગયા…
વધુ વાંચો >ભુટ્ટો, બેનઝીર
ભુટ્ટો, બેનઝીર (જ. 21 જૂન 1953, કરાંચી; પાકિસ્તાન) : પાકિસ્તાન અને ઇસ્લામી દેશોનાં પ્રથમ મહિલા-વડાંપ્રધાન, રાજકારણી અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટોનાં પુત્રી. હાર્વર્ડ અને ઑક્સફર્ડમાં તેમણે અભ્યાસ કર્યો તથા ફિલૉસૉફી, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષયો સાથે 1976માં સ્નાતક બન્યાં. 1977માં ઑક્સફર્ડ યુનિયનનાં પ્રથમ એશિયન મહિલા-પ્રમુખ બન્યાં. 1977ની મધ્યમાં પાકિસ્તાન પાછાં ફર્યાં, પરંતુ…
વધુ વાંચો >ભૂરાજકારણ
ભૂરાજકારણ : વિશ્વના રાજકીય વિકાસને તથા ઘટનાઓને ભૌગોલિક અર્થમાં – ભૂમિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ. ભૂરાજકારણના સિદ્ધાંતો અનુસાર વિશ્વ મર્યાદિત પ્રમાણમાં ભૂમિ ધરાવે છે અને તમામ દેશો ભૂમિ મેળવવા સ્પર્ધા અને સંઘર્ષ કરતા હોય છે. આથી ભૂરાજકારણની ર્દષ્ટિએ વિદેશનીતિ સૌથી મહત્વની બાબત છે. ભૂરાજકારણમાં ભૂગોળવિદો, ઇતિહાસકારો ને રાજ્યશાસ્ત્રીઓ વિદેશનીતિ પરના ભૂગોળના…
વધુ વાંચો >ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચાર : નિયમ બહાર કે નિયમ વિરુદ્ધ હોદ્દા, સ્થાન કે પદનો વૈયક્તિક કે સામૂહિક ધોરણે ગેરલાભ લેવો તે. ઈ. પૂ. ચોથી સદીમાં પ્લેટોએ ‘રિપબ્લિક’માં જણાવ્યું કે જાહેર નીતિનો વ્યક્તિગત લાભ ન ઉઠાવે તેઓ જ શાસન કરવા લાયક છે. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં રાજાઓ કે અન્ય શાસકોએ તેમની સત્તાનો દુરુપયોગ કર્યાનાં…
વધુ વાંચો >