Political science

ચલીહા, બિમલાપ્રસાદ

ચલીહા, બિમલાપ્રસાદ (જ. 26 માર્ચ 1912, શિવસાગર; અ. 8 ફેબ્રુઆરી 1971, ગુવાહાટી) : અસમના અગ્રણી રાજનીતિજ્ઞ તથા સ્વાધીનતાસેનાની. પિતા કાલીપ્રસાદ જાણીતા વકીલ તથા ચાના બગીચાના માલિક. શિક્ષણ વતનમાં તથા કોલકાતામાં. આઝાદીની લડતમાં સક્રિય બનતાં શિક્ષણ પડતું મૂક્યું. સવિનય કાનૂનભંગની ચળવળમાં ભાગ લેવા બદલ કારાવાસ ભોગવ્યો (1921). સ્વયંચાલિત ચરખાની શોધ કરી;…

વધુ વાંચો >

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ

ચવાણ, યશવંતરાવ બળવંતરાવ (જ. 12 માર્ચ 1914, દેવરાષ્ટ્રે, જિલ્લો સાતારા; અ. 25 નવેમ્બર 1984, નવી દિલ્હી) : મહારાષ્ટ્રના અગ્રણી મુત્સદ્દી, રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી (1960) તથા ભારતના સંરક્ષણપ્રધાન. સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મ. પ્રાથમિક શિક્ષણ કરાડમાં લીધું. ઉચ્ચ શિક્ષણ કોલ્હાપુર તથા પુણેમાં લીધું. બી.એ.; એલએલ.બી. સુધી અભ્યાસ કર્યો. 1930માં સવિનય કાનૂનભંગની ચળવળ…

વધુ વાંચો >

ચંગીઝખાન

ચંગીઝખાન (જ. 1167, મોંગોલિયા; અ. 25 જૂન 1227, જિ. ચિંગશુઈ, ચીન) : વિશ્વવિજેતા તરીકે અપ્રતિમ યુદ્ધકૌશલ અને પરાક્રમથી ધરા ધ્રુજાવનાર મૉંગોલ સમ્રાટ. મૂળ નામ ટેમુજીન કે ઝેંગીસ. મૉંગોલિયાની સરહદે આવેલ ઑનાન નદીના જમણા કાંઠે આવેલ ગામ જન્મસ્થળ. બોરજીન જાતિના રાજવંશી પિતા યેગુસીનું ઝેરથી મૃત્યુ થયું ત્યારે ચંગીઝખાનની વય 9 વરસની…

વધુ વાંચો >

ચંદાવરકર, સર નારાયણ ગણેશ

ચંદાવરકર, સર નારાયણ ગણેશ (જ. 2 ડિસેમ્બર 1855, હોનાવર, કર્ણાટક; અ. 14 મે 1923, બૅંગાલુરુ) : અગ્રણી સમાજસુધારક, ધારાશાસ્ત્રી તથા રાજનીતિજ્ઞ. 1871માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક તથા 1876માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. તે જ કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. 1881માં સરકારી લૉ કૉલેજમાંથી એલએલ.બી. થયા અને વકીલાત શરૂ કરી.…

વધુ વાંચો >

ચંદ્રચૂડ ધનંજય

ચંદ્રચૂડ ધનંજય (જ. 11 નવેમ્બર  1959, મુંબઈ, મહારાષ્ટ્ર) :  ભારતના  50મા મુખ્ય ન્યાયાધીશ. માતા પ્રભા ચંદ્રચૂડ શાસ્ત્રીય સંગીતમાં માહિર હતાં. પિતા યશવંત ચંદ્રચૂડ કાનૂનના મહારથી. ધનંજય ચંદ્રચૂડે મુંબઈના કેથેડ્રેલ અને જ્હોન કેનન શાળામાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું. દિલ્હીસ્થિત સેન્ટ કોલંબિયા સ્કૂલમાં અભ્યાસ આગળ વધાર્યો. ત્યાર બાદ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરવા માટે  દિલ્હીની…

વધુ વાંચો >

ચંદ્રશેખર

ચંદ્રશેખર (જ. 1 ઑગસ્ટ 1927, ઇબ્રાહીમ પટ્ટી, બલિયા, ઉ. પ્ર.; અ. 8 જુલાઈ 2007, નવી દિલ્હી) : ભારતના જાણીતા સમાજવાદી નેતા તથા 1990–91ના ટૂંકા સમય માટેના ભારતના વડાપ્રધાન. યુવાવસ્થાથી જ સમાજવાદી આંદોલન સાથે સક્રિય નાતો ધરાવતા હતા. 1951માં અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી રાજ્યશાસ્ત્રના વિષય સાથે એમ.એ. થયા બાદ ટૂંક સમયમાં જ એમણે…

વધુ વાંચો >

ચંપારણ સત્યાગ્રહ (1917)

ચંપારણ સત્યાગ્રહ (1917) : ગાંધીજીના ભારત આગમન પછીનો દેશવ્યાપી મહત્વ ધરાવતો પ્રથમ સત્યાગ્રહ. 1916માં ગાંધીજી કૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગયા હતા ત્યારે તેમને બિહારમાં આવેલા ચંપારણના ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ગરીબ ખેડૂતો અને ગોરા જમીનદારો વચ્ચેની સમસ્યાનો અભ્યાસ કરવાનો પ્રસંગ આવ્યો. 1917માં ગાંધીજી ચંપારણ જવા માટે મોતીહારી પહોંચ્યા ત્યારે તેમને તે…

વધુ વાંચો >

ચાઉ એન-લાઈ

ચાઉ એન-લાઈ (જ. 5 માર્ચ 1898, હુઆઈન, કિયાંગ્સુ પ્રાંત; અ. 8 જાન્યુઆરી 1976, બેજિંગ) : સામ્યવાદી ચીનના પ્રથમ વડાપ્રધાન. તેમનો જન્મ શિક્ષિત અને ધનિક કુટુંબમાં થયો હતો. તેમને પાશ્ચાત્ય શિક્ષણનો લાભ મળ્યો હતો, 1920માં વધુ અભ્યાસ માટે ફ્રાન્સ પણ મોકલવામાં આવેલ. જોકે તે ફ્રાન્સમાં વધુ સમય રહ્યા નહિ. ચીનમાં પાછા…

વધુ વાંચો >

ચાઉ કુંગ

ચાઉ કુંગ : પ્રાચીન ચીનના પ્રખ્યાત અને સૌથી લાંબા ચાલેલા રાજવંશ(ઈ. પૂ. 1122–249)ના સ્થાપક સમ્રાટ વુ-વાંગના નાના ભાઈ. આ બંને ભાઈઓ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતના શાસક હતા. (ચાઉ કુંગનો અર્થ થાય છે : ‘ચાઉ પ્રાંતનો ઉમરાવ–શાસક’). તેમણે શાંગ વંશના છેલ્લા સમ્રાટ ચાઉ સીનને ઉથલાવવામાં પોતાના મોટા ભાઈને મદદ કરી હતી.…

વધુ વાંચો >

ચાઉ વંશ

ચાઉ વંશ (ઈ. પૂ. 1122 – ઈ. પૂ. 249) : પ્રાચીન ચીનનો સૌથી વધુ લાંબો સમય ચાલેલો રાજવંશ. તેનો સ્થાપક હતો વુ-વાંગ. તેનો પિતા વેન-વાંગ પશ્ચિમ ચીનના ચાઉ પ્રાંતનો શાસક હતો. તે સમયે ચીન ઉપર શાંગ વંશનું શાસન હતું. શાંગ વંશનો છેલ્લો સમ્રાટ ચાઉ સીન ઘણો જુલમી અને વિલાસી હતો.…

વધુ વાંચો >