Political science

હૂ યાઓ પેંગ (અથવા હૂ યાઓ બેંગ)

હૂ યાઓ પેંગ (અથવા હૂ યાઓ બેંગ) (જ. 1915, લીઉયાંગ, હુનાન પ્રાંત, ચીન; અ. એપ્રિલ 1989) : 1981થી 1987 સુધી ચાઇનીઝ કૉમ્યૂનિસ્ટ પાર્ટીના મહામંત્રી. 1982 પહેલાં મહામંત્રી અધ્યક્ષ કહેવાતા હતા. તે ગરીબ ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને ખાસ ભણ્યા ન હતા. 1933માં તે સામ્યવાદી પક્ષમાં જોડાયા. 1934–35ની સામ્યવાદી પક્ષની ‘લૉંગ…

વધુ વાંચો >

હૂવર જે. (જ્હૉન) એડગર

હૂવર, જે. (જ્હૉન) એડગર (જ. 1 જાન્યુઆરી 1895, વૉશિંગ્ટન ડી.સી.; અ. 2 મે 1972, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાના વહીવટદાર અને તેની ફેડરલ બ્યૂરો ઑવ્ ઇન્વેસ્ટિગેશનના અધ્યક્ષ, જેમણે સતત 48 વર્ષ સુધી અને આઠ પ્રમુખોના કાર્યકાળ દરમિયાન આ હોદ્દો ભોગવ્યો હતો. જે. (જ્હૉન) એડગર હૂવર તેમણે જ્યૉર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ…

વધુ વાંચો >

હેગડે રામકૃષ્ણ

હેગડે, રામકૃષ્ણ (જ. 29 ઑગસ્ટ 1926, ઉત્તર કન્નડ જિલ્લો, કર્ણાટક; અ. 12 જાન્યુઆરી 2004, બૅંગાલુરુ) : કર્ણાટકના કરિશ્માતી રાજનીતિજ્ઞ અને પ્રથમ બિનકૉંગ્રેસી મુખ્યમંત્રી. ઉત્તર ક્ન્નડ જિલ્લાના સિદ્ધાપુરાના ખ્યાતનામ ‘દાદામણિ’ કુટુંબનું તેઓ સંતાન હતા. આ શ્રીમંત કુટુંબ 1930ની ‘ના-કર’ની લડતમાં સક્રિય બન્યું અને બ્રિટિશ સરકારને કરવેરો ભરવાનો વિરોધ કર્યો. આથી બ્રિટિશ…

વધુ વાંચો >

હેન્ડરસન આર્થર

હેન્ડરસન, આર્થર (જ. 13 સપ્ટેમ્બર 1863, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 20 ઑક્ટોબર 1935, લંડન, ઇંગ્લૅન્ડ) : બ્રિટનની લેબર પાર્ટીના અગ્રણી, ઇંગ્લૅન્ડના પૂર્વ ગૃહ તથા વિદેશમંત્રી અને નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા. કારકિર્દીની શરૂઆતનાં વર્ષો દરમિયાન તેઓ રેલવે-એન્જિનો બનાવતા લોખંડ અને પોલાદના કારખાનામાં મોલ્ડર તરીકે કામ કરતા તથા ત્યાંના શ્રમસંગઠનને સેક્રેટરી તરીકે નેતૃત્વ…

વધુ વાંચો >

હેપતુલ્લા, નજમા

હેપતુલ્લા, નજમા (જ. 13 એપ્રિલ 1940, ભોપાલ, મધ્યપ્રદેશ) : સાંસદ, રાજ્યસભાના પૂર્વ ઉપસભાપતિ અને મહિલા રાજકારણી. કેમ્બ્રિજ સ્કૂલ, ભોપાલમાં શિક્ષણ મેળવી તેઓ પ્રાણીશાસ્ત્ર વિષય સાથે વિજ્ઞાનના વિષયમાં અનુસ્નાતક થયાં અને સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને રહ્યાં. 22 વર્ષની વયે તેમણે કાર્ડિયાક એનૅટોમી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. નજમા હેપતુલ્લા મૌલાના અબુલ…

વધુ વાંચો >

હૅરિમેન ઍવરેલ (વિલિયમ)

હૅરિમેન ઍવરેલ (વિલિયમ) (જ. 1891, ન્યૂયૉર્ક; અ. 26 જુલાઈ 1986, યૉર્ક ટાઉન, ન્યૂયૉર્ક) : અમેરિકાના જાણીતા રાજકારણી અને વિદેશમંત્રી. અમેરિકાના પ્રમુખીય સરકારી તંત્રનાં બે લક્ષણો છે : (1) સરકારી તંત્રમાં વેપારીઓ, ખાનગી કંપનીના સંચાલકો, ઉદ્યોગપતિઓ એમ ખાનગી ક્ષેત્રની કાબેલ વ્યક્તિઓની સેવાનો ઉપયોગ થઈ શકે છે. એથી વિપરીત પણ સાચું છે.…

વધુ વાંચો >

હેરિસ, કમલા (કમલા હેરિસ)

હેરિસ, કમલા (કમલા હેરિસ) ( જ. 20 ઑક્ટોબર, 1964, ઓકલેન્ડ, કૅલિફૉર્નિયા) : અમેરિકાના યુવા રાજકારણી અને વ્યવસાયે એટર્ની. હાલ અમેરિકાનાં 49મા ઉપરાષ્ટ્રપ્રમુખ. વળી અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપ્રમુખ અને સર્વોચ્ચ પદ ધરાવતાં મહિલા અધિકારી તેમજ પ્રથમ આફ્રિકન-અમેરિકન અને પ્રથમ એશિયન-અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ. ડેમૉક્રૅટિક પક્ષના સભ્ય હેરિસ વર્ષ 2011થી 2017 સુધી કૅલિફૉર્નિયાના…

વધુ વાંચો >

હેરિસન સેલિગ

હેરિસન, સેલિગ (જ. ?) : અમેરિકાની વિદેશનીતિના એક સૌથી દૃષ્ટિવંત વિચારપુરુષ. અમેરિકાની વિદેશનીતિના અઠંગ અભ્યાસી આગાહીકાર તરીકે તેમની વિશિષ્ટ છબી રાજકીય ક્ષેત્રે ઘડાયેલી છે. તેઓ દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાનો છેલ્લાં પચાસ વર્ષથી અભ્યાસ કરતા રહ્યા હોવાથી તેના વિદેશ સંબંધોના નિષ્ણાત ગણાય છે. આ વિદેશનીતિના સંદર્ભમાં આવનારી કટોકટી બાબતે આગોતરી…

વધુ વાંચો >

હેરિંગ્ટન જેમ્સ

હેરિંગ્ટન, જેમ્સ (જ. 7 જાન્યુઆરી 1611, અપટોન, નૉર્થમ્પટન શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર 1677, લંડન) : અંગ્રેજ રાજકીય ચિંતક. તેમણે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં ઉચ્ચતર અભ્યાસ માટે પ્રવેશ લીધો, પણ સ્નાતક બન્યા વિના અભ્યાસ અધૂરો છોડ્યો હતો. યુરોપ ખંડનો વ્યાપક પ્રવાસ તેમણે કર્યો. તેમના જીવનકાળ દરમિયાન ઇંગ્લૅન્ડમાં 1642–46નો પ્રથમ આંતરવિગ્રહ ચાલ્યો…

વધુ વાંચો >

હેલસિન્કી

હેલસિન્કી : ફિનલૅન્ડનું પાટનગર અને મોટામાં મોટું શહેર. સ્વીડિશ નામ હેલસિંગફોર્સ. તે ફિનલૅન્ડના દક્ષિણ કાંઠે ફિનલૅન્ડના અખાત પર આવેલું છે. ભૌગોલિક સ્થાન : 60° 10´ ઉ. અ. અને 24° 58´ પૂ. રે.. તે દેશનાં મુખ્ય બંદરો પૈકીનું એક છે તેમજ વેપાર-વાણિજ્યનું અને સાંસ્કૃતિક મથક પણ છે. આ શહેરની આજુબાજુનો અખાત…

વધુ વાંચો >