Political science
હિરોહિટો
હિરોહિટો (જ. 29 એપ્રિલ 1901, ટોકિયો; અ. 7 જાન્યુઆરી 1989, ટોકિયો) : જાપાનના રાજા અને શાસક, તેમણે સતત 62 વર્ષ સુધી આ હોદ્દો ધરાવ્યો હતો. વિશ્વની એક સૌથી જૂની રાજાશાહીના પારિવારિક સભ્ય. તેઓ જાપાનના સૌપ્રથમ શાસક જિમ્મુના 124મા પરંપરાગત વારસદાર હતા. ટોકિયોના એઓયામા મહેલમાં જન્મેલા આ શાસકે ‘પીયર્સ’ શાળા અને…
વધુ વાંચો >હિલેરી એડમન્ડ (સર)
હિલેરી, એડમન્ડ (સર) (જ. 1919, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ; અ. 11 જાન્યુઆરી 2008) : વિશ્વના સૌથી ઊંચાપર્વત માઉન્ટ એવરેસ્ટ ગૌરીશંકર શિખર પર સૌપ્રથમ પદાર્પણ કરનાર માનવબેલડીમાંના એક પર્વતખેડુ. બીજા હતા શેરપા તેનસિંગ નોરગે. 1953માં સર એડમન્ડ હિલેરી અને ભારતના શ્રી શેરપા તેનસિંગ નોરગેએ 29 મે 1953, સવારના 11–30 વાગ્યે આ શિખર પર…
વધુ વાંચો >હિંદુ મહાસભા
હિંદુ મહાસભા : હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે સ્થપાયેલું સંગઠન. હિંદુ મહાસભાનો ઉદભવ મુખ્યત્વે એક રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક સંગઠન તરીકે, હિંદુ અસ્મિતા અને અધિકારોના રક્ષણાર્થે થયો હતો. અંગ્રેજોની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિથી 20મી સદીનો આરંભ થયો. મુસલમાનો અને ખ્રિસ્તી ચર્ચ પ્રત્યે સ્પષ્ટ પક્ષપાત અને હિંદુઓની અવગણના વધી. મજહબી…
વધુ વાંચો >હીથ એડવર્ડ
હીથ, એડવર્ડ (જ. 9 જુલાઈ 1916, બ્રૉડસ્ટેર્સ કેન્ટ, ઇંગ્લૅન્ડ; અ. 17 જુલાઈ, 2005) : બ્રિટનના વડાપ્રધાન અને રાજનીતિજ્ઞ. સુથાર પિતાના પુત્ર. શાલેય અભ્યાસને અંતે શિષ્યવૃત્તિ મેળવીને ઑક્સફર્ડમાં પ્રવેશ મેળવેલો, ત્યાંના અભ્યાસકાળ દરમિયાન તેઓ રૂઢિચુસ્ત પક્ષમાં રસ લેતા થયા. 1937માં ઑક્સફર્ડ યુનિવર્સિટીના કન્ઝર્વેટિવ ઍસોસિયેશનના પ્રમુખ બન્યા. તે સમયે નેવિલ ચેમ્બરલીન બ્રિટનના…
વધુ વાંચો >હુઆ-કુઓ ફેંગ
હુઆ-કુઓ ફેંગ (જ. 16 ફેબ્રુઆરી 1918, શાન્સી પ્રાંત, ચીન; અ. 20 ઑગસ્ટ 2008) : ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ. 1949માં ચીનનું ગૃહયુદ્ધ પૂરું થયું ત્યારે તેઓ શાન્સી પ્રાંતના સામ્યવાદી પક્ષના સ્થાનિક મંત્રી હતા. 1955માં તેઓ હુનાન પ્રાંતના સામ્યવાદી પક્ષના મંત્રી બન્યા. 1958-66 દરમિયાન તેઓ હુનાન પ્રાંતના રાજ્યપાલ બન્યા. હુઆ-કુઓ ફેંગ 1966-69ના…
વધુ વાંચો >હુકર રિચાર્ડ
હુકર, રિચાર્ડ (જ. ? માર્ચ 1554, હેવિત્રી, દેવન, ઇંગ્લૅન્ડ; અ. 2 નવેમ્બર 1600, બિશપસોબોર્ન, કેન્ટબરી નજીક) : ઇંગ્લૅન્ડના ચર્ચના પાદરી, ધર્મશાસ્ત્રી અને વિદ્વાન લેખક. ગરીબ પરિવારનું સંતાન હોવા છતાં અભ્યાસમાં આગળ વધ્યા. ઑક્સફર્ડની કૉર્પસ ક્રિસ્ટી કૉલેજમાં અભ્યાસ કરી તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટી ખાતે અધ્યાપનકાર્ય કર્યું. 1579માં ત્યાં જ હિબ્રૂ ભાષાના ઉપપ્રાધ્યાપક…
વધુ વાંચો >હુ ચિંતાઓ
હુ ચિંતાઓ (જ. 1942, નિક્સી, અનહુઈ પ્રાંત, ચીન) : ચીન ગણરાજ્યના રાષ્ટ્રાધ્યક્ષ. સમગ્ર શિક્ષણ ચીનમાં. 1965માં હાઇડ્રૉઇલેક્ટ્રિક ઇજનેરીમાં પદવી પ્રાપ્ત કરી; પરંતુ તે પૂર્વે એક વર્ષ 1964માં તેમણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીમાં સક્રિય કામકાજની શરૂઆત કરી હતી. દસ વર્ષ સુધી જલસંચાલન મંત્રાલયમાં સેવાઓ આપ્યા પછી 1980ના પૂર્વાર્ધમાં કમ્યુનિસ્ટ યૂથ લીગનું નેતૃત્વ…
વધુ વાંચો >હુજી
હુજી (હરકત-ઉલ-જિહાદ-અલ-ઇસ્લામી – બાંગ્લાદેશ, HUJAI – BD) : બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન. ભારતમાં છેલ્લાં થોડાંક વર્ષોથી સક્રિય બનેલું સંગઠન. આ કટ્ટર ઇસ્લામવાદી સંગઠન ભારતમાં અન્ય આતંકવાદી સંગઠનો સાથે તાલમેલ રાખી આતંકની પ્રવૃત્તિઓને અંજામ આપે છે. હુજીની ગતિવિધિઓ વધવા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા’ સાથે તે સક્રિય બની રહ્યું છે. 1984માં ફઝલુર…
વધુ વાંચો >હુલ્લડ
હુલ્લડ : અનિયંત્રિત ટોળાંઓ દ્વારા થતો ઉપદ્રવ. સશસ્ત્ર વિદ્રોહ એ તેનું ચિહન છે. રાજકીય સ્વરૂપ ધારણ કરે ત્યારે તે વિપ્લવ નામથી ઓળખાય છે. 1857નો બળવો સામાન્ય રીતે વિપ્લવ નામથી ઓળખાય છે. તેવી જ રીતે 1973–74ના વર્ષમાં ગુજરાતમાં નવનિર્માણના નામે જે ચળવળ થઈ ગઈ તે પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત તત્કાલીન રાજ્ય…
વધુ વાંચો >હુ શાહ
હુ શાહ (જ. 17 ડિસેમ્બર 1891, શાંઘાઈ, ચીન; અ. 24 ફેબ્રુઆરી 1962, તાઇવાન, ફોર્મોસા ચીન) : ચીનના રાષ્ટ્રવાદી મુત્સદ્દી અને વિદ્વાન, ચીની વિચારધારાના અગ્રણી નેતા. પિતા અધિકારી અને વિદ્વાન વ્યક્તિ. તેમણે પોતાની ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા સીધીસાદી ગૃહિણી; પરંતુ બાળકના શિક્ષણ અંગે ભારે આગ્રહી હોવાથી ઘણી…
વધુ વાંચો >