Political science
સાટો ઐસાકુ
સાટો, ઐસાકુ (જ. 27 માર્ચ 1901, ટાબુસે, યામાગુચિ જિલ્લો, જાપાન; અ. 3 જૂન 1975, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનના પ્રધાનમંત્રી, વૈશ્ર્વિક સ્તર પર એક મહત્ત્વના રાષ્ટ્ર તરીકે જાપાનના રાજકીય પુનરુત્થાનના નેતા તથા ન્યૂક્લિયર શસ્ત્રોના પ્રસાર પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર જાપાન દ્વારા સહીસિક્કા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને…
વધુ વાંચો >સાત દેશોનું જૂથ
સાત દેશોનું જૂથ : વિશ્વના સાત અગ્રણી ઔદ્યોગિક દેશોનો સમૂહ. આ સમૂહમાંના સાત દેશોમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ, ઇંગ્લૅન્ડ, ઇટાલી અને કૅનેડાનો સમાવેશ થાય છે. 1975થી વિશ્વના અગ્રણી ઔદ્યોગિક દેશોની સરકારોના વડા વર્ષમાં એક વાર એકઠા થાય છે અને આર્થિક તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરે છે. તેની વાર્ષિક શિખર-બેઠકોમાં યુરોપિયન…
વધુ વાંચો >સાદ ઝઘલુલ
સાદ, ઝઘલુલ (જ. જુલાઈ 1857, બિયાના; અ. 23 ઑગસ્ટ 1937, કેરો) : ઇજિપ્તના રાજનીતિજ્ઞ પુરુષ અને રાષ્ટ્રીય આંદોલનના મહત્ત્વના નેતા. સાદ ઝઘલુલ પાશા ઇબ્ન ઇબ્રાહીમનો જન્મ ઇજિપ્તની નાઇલ ત્રિકોણ-ભૂમિમાં આવેલા બિયાના(Ibyanah)માં એક સુખી ખેડૂત-કુટુંબમાં થયો હતો. તેમણે કૅરોની અલ-અઝરની મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમજ ઇજિપ્તની કાયદાની કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત…
વધુ વાંચો >સાદત અન્વર અલ
સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા…
વધુ વાંચો >સાને ગુરુજી
સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…
વધુ વાંચો >સામંત દત્તા
સામંત, દત્તા (જ. 1950, મુંબઈ; અ. 16 જાન્યુઆરી 1997, મુંબઈ) : મુંબઈની કાપડ-મિલોના શ્રમિકોના અપક્ષ નેતા. તેઓ વ્યવસાયે ડૉક્ટર હતા. નગરના ઘાટકોપર વિસ્તારમાં વ્યાવસાયિક કાર્યક્ષેત્ર હોવાથી તેમણે મજૂર-ચળવળનું સંચાલન કર્યું. સમગ્ર શિક્ષણ મુંબઈમાં લીધું અને વૈદ્યકીય ક્ષેત્રની પદવી મેળવ્યા બાદ ખાનગી પ્રૅક્ટિસ શરૂ કરી. શોષિત વર્ગના હમદર્દ હોવાથી તેમણે મજૂર-ચળવળમાં…
વધુ વાંચો >સામૂહિક સલામતી (collective security)
સામૂહિક સલામતી (collective security) : આંતરરાષ્ટ્રીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આક્રમણખોર રાજ્ય વિરુદ્ધ સંગઠિત બની સામૂહિક પ્રયાસો દ્વારા યુદ્ધ રોકવાના અન્ય તમામ રાજ્યોના પ્રયાસો. સામૂહિક સલામતી યુદ્ધો અટકાવવાની કે બંધ કરવાની સામૂહિક પ્રયાસોની એક વ્યવસ્થા છે. સામૂહિક સલામતીનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને અંતે આરંભાયેલો વિચાર છે, જે વૈશ્ર્વિક કક્ષાએ જ કરી…
વધુ વાંચો >સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence)
સામૂહિક સંરક્ષણ (સુરક્ષા) (collective defence) : કોઈ પણ એક દેશ પર બીજા દેશનું આક્રમણ થાય તો આવા આક્રમણનો ભોગ બનેલો દેશ માત્ર પોતાની લશ્કરી અથવા રાજદ્વારી તાકાત પર પોતાનું રક્ષણ કરે તેના બદલે તેનાં મિત્રરાષ્ટ્રો ભેગાં મળીને અથવા રાષ્ટ્રસંઘ જેવી આંતરરાષ્ટ્રીય શાંતિ માટે સ્થાપવામાં આવેલી સંસ્થા તેની વહારે જાય અને…
વધુ વાંચો >સામ્યવાદ
સામ્યવાદ : કાર્લ માર્કસ (1818-1883) અને ફ્રેડરિક એંજલ્સે (1820-1895) મળીને 19મી શતાબ્દીના મધ્ય અને અંતિમ ભાગ દરમિયાન વિકસાવેલી સમાનતાલક્ષી વિચારધારા. આ વિચારધારાને ઘણા માર્કસવાદના નામે પણ ઓળખે છે. માકર્સે કેટલાક પાયાના પ્રશ્ર્નો વિચારી તેના ઉપર કામ કર્યું : માનવ-સમાજનું આજનું સ્વરૂપ આવું કેમ છે ? એમાં જે પરિવર્તનો આવે છે…
વધુ વાંચો >સામ્રાજ્યવાદ
સામ્રાજ્યવાદ : એક રાષ્ટ્ર અથવા રાજ્ય બીજાં રાષ્ટ્રો, વિસ્તારો અથવા લોકસમૂહો પર પોતાની સત્તા અથવા પ્રભાવ સ્થાપવા અને ફેલાવવા પ્રવૃત્ત થાય તેવું વલણ. તેની આ સામાન્ય અથવા વિસ્તૃત વ્યાખ્યામાં સત્તા અથવા પ્રભાવના અંકુશની વિવિધ માત્રાઓનો સમાવેશ થઈ શકે. સામ્રાજ્યવાદના કેટલાક અભ્યાસીઓ આ શબ્દનો સીમિત અર્થ કરે છે. તે અનુસાર અન્ય…
વધુ વાંચો >