Political science
સંભાજી (શંભુજી)
સંભાજી (શંભુજી) (જ. 1657, મહારાષ્ટ્ર; અ. 11 માર્ચ 1689, કોરેગાંવ) : છત્રપતિ શિવાજીનો જ્યેષ્ઠ પુત્ર. શિવાજી સાથે ઔરંગઝેબના દરબારમાં તે આગ્રા ગયો હતો અને શિવાજી તેને લઈને નાસી આવ્યો હતો. ત્યારબાદ થયેલ સંધિ મુજબ ઔરંગાબાદમાં દખ્ખણની મુઘલ છાવણીમાં તેને મોકલવામાં આવ્યો હતો. મુઘલ સરકારમાં ઉત્કર્ષની લાલચનો ભોગ બની મુઘલ સેનાપતિ…
વધુ વાંચો >સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates)
સંયુક્ત આરબ અમીરાત (United Arab Emirates) નૈર્ઋત્ય એશિયાનાં સાત સ્વતંત્ર આરબ રાજ્યોનો સંઘ. ભૌ. સ્થાન : આ રાજ્યો 21o 30’ થી 26 o 15’ ઉ. અ. અને 51o 00o થી 56o 15’ પૂ. રે. વચ્ચેનો આશરે 83,600 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેમનું પૂર્વ-પશ્ચિમ અંતર 563 કિમી. અને ઉત્તર-દક્ષિણ…
વધુ વાંચો >સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO)
સંયુક્ત રાષ્ટ્રો – સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો) (UNO) વિશ્વના સ્વતંત્ર દેશો માટે અને તેમની વચ્ચે વિવિધ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય વિકાસ, સહકાર અને સંકલન અર્થે કામ કરતી સંસ્થા. સંયુક્ત રાષ્ટ્રસંઘ કે સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થાને યુદ્ધની સંસ્થા જોડે ગહેરો સંબંધ છે. કિનીથ વાલ્ટ્ઝ (Kenneth Walts) યુદ્ધના અસ્તિત્વ માટે જવાબદાર ત્રણ સિદ્ધાંતોની ચર્ચા કરે છે.…
વધુ વાંચો >સંસદ (ભારતીય)
સંસદ (ભારતીય) ભારતીય સંઘની કાયદા ઘડનારી કેન્દ્રીય ધારાસભા. તે દ્વિગૃહી છે અને તેની રચનામાં ભારતના રાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા (ઉપલું ગૃહ) અને લોકસભા(નીચલું ગૃહ)નો સમાવેશ થાય છે. કાયદાઘડતરની બાબતમાં બંને ગૃહો લગભગ સમાન સત્તાઓ ધરાવે છે. તેમાં મહત્ત્વનો અપવાદ નાણાખરડો છે. નાણાખરડો સૌપ્રથમ લોકસભામાં જ રજૂ કરી શકાય છે, વળી રાજ્યસભા નાણાખરડાને…
વધુ વાંચો >સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ
સાઉદ, રાજા ઇબ્ન અબ્દ અલ અઝીઝ (જ. 15 જાન્યુઆરી 1902, કુવૈત; અ. 23 ફેબ્રુઆરી 1969, એથેન્સ) : સાઉદી અરેબિયાના રાજા. સાઉદી અરેબિયાના મૂળ રાજા ઇબ્ન સાઉદના તેઓ બીજા પુત્ર હતા. તેમણે કુવૈતમાં શિક્ષણ લીધું હતું. તેમના મોટાભાઈના અવસાનને કારણે મે, 1933માં તેઓ રાજા બન્યા. વ્યક્તિગત ધોરણે આ હિંમતબાજ શાસકમાં અરેબિયાને…
વધુ વાંચો >સાટો ઐસાકુ
સાટો, ઐસાકુ (જ. 27 માર્ચ 1901, ટાબુસે, યામાગુચિ જિલ્લો, જાપાન; અ. 3 જૂન 1975, ટોકિયો) : બીજા વિશ્વયુદ્ધ પછીના જાપાનના પ્રધાનમંત્રી, વૈશ્ર્વિક સ્તર પર એક મહત્ત્વના રાષ્ટ્ર તરીકે જાપાનના રાજકીય પુનરુત્થાનના નેતા તથા ન્યૂક્લિયર શસ્ત્રોના પ્રસાર પર પ્રતિબંધ મૂકતી આંતરરાષ્ટ્રીય સંધિ પર જાપાન દ્વારા સહીસિક્કા કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર અને…
વધુ વાંચો >સાત દેશોનું જૂથ
સાત દેશોનું જૂથ : વિશ્વના સાત અગ્રણી ઔદ્યોગિક દેશોનો સમૂહ. આ સમૂહમાંના સાત દેશોમાં અમેરિકા, જાપાન, જર્મની, ફ્રાંસ, ઇંગ્લૅન્ડ, ઇટાલી અને કૅનેડાનો સમાવેશ થાય છે. 1975થી વિશ્વના અગ્રણી ઔદ્યોગિક દેશોની સરકારોના વડા વર્ષમાં એક વાર એકઠા થાય છે અને આર્થિક તેમજ રાજકીય બાબતોની ચર્ચા કરે છે. તેની વાર્ષિક શિખર-બેઠકોમાં યુરોપિયન…
વધુ વાંચો >સાદ ઝઘલુલ
સાદ, ઝઘલુલ (જ. જુલાઈ 1857, બિયાના; અ. 23 ઑગસ્ટ 1937, કેરો) : ઇજિપ્તના રાજનીતિજ્ઞ પુરુષ અને રાષ્ટ્રીય આંદોલનના મહત્ત્વના નેતા. સાદ ઝઘલુલ પાશા ઇબ્ન ઇબ્રાહીમનો જન્મ ઇજિપ્તની નાઇલ ત્રિકોણ-ભૂમિમાં આવેલા બિયાના(Ibyanah)માં એક સુખી ખેડૂત-કુટુંબમાં થયો હતો. તેમણે કૅરોની અલ-અઝરની મુસ્લિમ યુનિવર્સિટીમાં તેમજ ઇજિપ્તની કાયદાની કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. કારકિર્દીની શરૂઆત…
વધુ વાંચો >સાદત અન્વર અલ
સાદત, અન્વર અલ (જ. 25 ડિસેમ્બર 1918, મિત અબુલ કોમ, ઇજિપ્ત; અ. 6 ઑક્ટોબર 1981, કૅરો) : પ્રજાસત્તાક ઇજિપ્તના પૂર્વ રાષ્ટ્રપતિ તથા અરબ રાષ્ટ્રો અને ઇઝરાયલ વચ્ચે સુમેળ સાધવાની દિશામાં હકારાત્મક અને સાહસિક પગલાં લેવાં માટે 1978ના વિશ્વશાંતિ માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. ઔપચારિક શિક્ષણ લીધા બાદ 1936-1939 દરમિયાન ઇજિપ્તના અબ્બાસિયા…
વધુ વાંચો >સાને ગુરુજી
સાને ગુરુજી (જ. ઈ. સ. 1899, પાલગડ, જિ. રત્નાગીરી, મહારાષ્ટ્ર; અ. 11 જૂન 1950, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસુધારક અને લેખક. આખું નામ પાંડુરંગ સદાશિવ સાને. લાડકું નામ પંઢરી. ચિતપાવન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. આર્થિક સ્થિતિ સાધારણ. 1918માં મૅટ્રિક તથા પુણેની તત્કાલીન ન્યૂ પૂના કૉલેજ(હાલનું નામ સર પરશુરામ ભાઉ કૉલેજ)માંથી 1922માં સંસ્કૃત…
વધુ વાંચો >