Physics

રેસા પ્રકાશિકી (fiber optics)

રેસા પ્રકાશિકી (fiber optics) : ટેલિવિઝન અને રેડિયો-સંકેતો લઈ જતા પ્લાસ્ટિક કે કાચના કેબલ અથવા પ્રકાશના નિર્દેશક કે પ્રતિબિંબો મોકલનાર એક જ કે સંખ્યાબંધ પ્લાસ્ટિક કે કાચના રેસાવાળું પ્રકાશીય તંત્ર. યોગ્ય પ્રકારના પારદર્શક પદાર્થના પાતળા રેસા પ્રકાશ-કિરણનું તેમની અંદર એવી રીતે વહન કરવાની ક્ષમતા ધરાવે છે કે જે દરમિયાન (આદર્શ…

વધુ વાંચો >

રૉટબ્લાટ, જોસેફ

રૉટબ્લાટ, જોસેફ (જ. 1908, વૉર્સો; અ. ) : પોલૅન્ડના નામાંકિત અણુશાસ્ત્ર-વિરોધી આંદોલનકાર, પદાર્થવિજ્ઞાની અને શાંતિ માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે પોલૅન્ડ ખાતે અભ્યાસ કર્યો. 1939માં તેઓ લિવરપૂલ યુનિવર્સિટી ખાતે ગયા. ત્યારબાદ અમેરિકામાં અણુબૉંબ પ્રૉજેક્ટમાં કાર્ય કર્યું. યુદ્ધ પછી તેઓ બ્રિટિશ નાગરિક બન્યા. 1945–49 દરમિયાન તેમણે લિવરપૂલ ખાતે અને 1950થી 1976…

વધુ વાંચો >

રોધક (insulator)

રોધક (insulator) : વિદ્યુત-પ્રવાહના માર્ગમાં ખૂબ વધારે અવરોધ પેદા કરતો પદાર્થ. તેમાં મુક્ત રીતે ગતિ કરી શકે તેવા સંવાહક વિદ્યુતભારોનો બિલકુલ અભાવ હોય છે; તેથી વિદ્યુત-પ્રવાહનું વહન થતું નથી. રોધક પદાર્થ ઉપર વિદ્યુત-ક્ષેત્રને લીધે વિદ્યુતભારો પારમાણ્વિક અવધિ(range)ના ક્રમ જેટલું સ્થાનાંતર કરી શકતા હોય છે. કોઈ પણ વાહકના બે છેડા વચ્ચેનો…

વધુ વાંચો >

રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ

રૉન્ટજન, વિલ્હેલ્મ કૉન્રાડ (જ. 27 માર્ચ 1845, લિન્નેપ, નિમન રહાઇન પ્રાંત, જર્મની; અ. 10 ફેબ્રુઆરી 1923, મ્યૂનિક) : જેમનાથી ભૌતિકવિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવાની શરૂઆત થઈ તેવા X-કિરણોના શોધક જર્મન નાગરિક. આ કિરણો શોધાયાં તે વેળાએ તેમની આસપાસ રહસ્ય ઘૂંટાતું રહ્યું હતું; માટે તેને X-(અજ્ઞાત)કિરણો તરીકે ઓળખાવવામાં આવ્યાં. જોકે…

વધુ વાંચો >

રોહરર, હેન્રિક

રોહરર, હેન્રિક (Rohrer Heinrich) (જ. 6 જૂન 1933, બૉક્સ, સેટ ગૅલેન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 16 મે 2013 વોલેરો, સ્વીટ્ઝર્લૅન્ડ) : ક્રમવીક્ષણ ટનેલીંગ (scanning tunneling) માઇક્રોસ્કોપની રચના માટે ગર્ડ બિનિંગ સાથે 1986ના વર્ષનો નોબેલ પુરસ્કારનો અર્ધભાગ મેળવનાર સ્વિસ ભૌતિકવિજ્ઞાની. બાકીનો અર્ધભાગ અર્ન્સ્ટ રુસ્કાને ફાળે ગયો હતો. રોહરરે સ્વિસ ફેડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી…

વધુ વાંચો >

લમેત્ર જ્યૉર્જ

લમેત્ર જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ.ના ખગોળવિદ એડ્વિન હબલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લમેત્રે જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…

વધુ વાંચો >

લાઉઆની વિવર્તન-આકૃતિઓ

લાઉઆની વિવર્તન-આકૃતિઓ : એક્સ-કિરણોની તરંગપ્રકૃતિ નિશ્ચિત કરતી એક્સ-કિરણોના વિવર્તનની આકૃતિઓ – ભાત (pattern). એક્સ-કિરણોની તરંગલાક્ષણિકતા નક્કી કરવા માટે પ્રો. લાઉઆ અને તેમના સહકાર્યકરોને પ્રાયોગિક નિર્દેશન દ્વારા સફળતા મળી. તેમાં તેમણે સ્ફટિક વડે એક્સ-કિરણોનું વિવર્તન મેળવ્યું. સ્ફટિકમાં પરમાણુઓની ગોઠવણી અત્યંત નિયમિત હોય છે. આવા પરમાણુઓ વડે વિવિધ દિશામાં સમાંતર સમતલો મળે…

વધુ વાંચો >

લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન

લાઉ, મૅક્સ થિયોડૉર ફેલિક્સ ફૉન [જ. 9 ઑક્ટોબર 1879,  ફૅફેનડૉર્ટ (Pfaffendort), ફે બ્લેન્ઝ પાસે; અ. 24 એપ્રિલ 1960, બર્લિન] : સ્ફટિક વડે એક્સ-કિરણોના વિવર્તનની શોધ કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. એક્સ-કિરણોના વિવર્તનથી એક્સ-કિરણોની તરંગ-પ્રકૃતિ નિશ્ચિત થઈ શકી. આ શોધ માટે તેમને 1914માં ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ફૉન લાઉએ યુનિવર્સિટી ઑવ્…

વધુ વાંચો >

લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function)

લાગ્રાન્જિયન વિધેય (Lagrangean function) : વ્યાપ્તિકૃત નિર્દેશાંકો (generalised coordinates) અને વ્યાપ્તિકૃત વેગોના વિધેય તરીકે ગતિ-ઊર્જા (kinetic energy) અને સ્થિતિ-ઊર્જા(potential energy)નો તફાવત. અહીં ગતિ-ઊર્જાને Ekin = T,  સ્થિતિ-ઊર્જાને Epot = V, વ્યાપ્તિકૃત યામોને qk તથા વ્યાપ્તિકૃત વેગોને તરીકે દર્શાવવામાં આવે છે. સરળતા ખાતર લાગ્રાન્જિયન વિધેયને L = T–V તરીકે આપવામાં આવે…

વધુ વાંચો >

લાપ્લાસ, પિયર સાયમન દ

લાપ્લાસ, પિયર સાયમન દ (જ. 28 માર્ચ 1749, નૉર્મન્ડી; અ. 5 માર્ચ 1827, પૅરિસ) : ફ્રેન્ચ ગણિતી અને ભૌતિકશાસ્ત્રી. 1799થી 1825 દરમિયાન ખગોલીય યાંત્રિકી અંગે પ્રગટ થયેલા પાંચ ગ્રંથો માટે જાણીતા છે. લાપ્લાસની શૈક્ષણિક કારકિર્દી તેજસ્વી હતી. તેઓ ઓગણીસ વર્ષના હતા, ત્યારે દ’ એલમ્બર્ટ ઇકોલના મિલીટેરમાં પ્રાધ્યાપક થવા માટેનું નિમંત્રણ…

વધુ વાંચો >