Physics

સેગ્રે એમિલિયો જીનો

સેગ્રે, એમિલિયો જીનો (જ. 1 ફેબ્રુઆરી 1905, રિવોલી, રોમ; અ. 25 એપ્રિલ 1989, બર્કલી, કૅલિફૉર્નિયા) : મૂળભૂત કણ પ્રતિપ્રોટૉન(antiproton)ની શોધ કરવા બદલ ચેમ્બરલેઇન ઓવેનની ભાગીદારીમાં 1959નો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર અમેરિકન ભૌતિકશાસ્ત્રી. તેમણે શાલેય શિક્ષણ રિવોલીમાં લીધું. તે પછી રોમમાં તે પૂરું કર્યું. પિતા ઉદ્યોગપતિ હતા, તે નાતે ઇજનેરીમાં…

વધુ વાંચો >

સોલેનૉઇડ (Solenoid)

સોલેનૉઇડ (Solenoid) : જેની લંબાઈ તેના વ્યાસની સરખામણીમાં ઘણી વધારે હોય તેવું તારનું ચુસ્ત ગૂંચળું. સોલેનૉઇડમાં થઈ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે પેદા થતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકપટ્ટી(bar magnet)ના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. તેનો અંતર્ભાગ (core) નરમ લોખંડનો હોય તો તેને વિદ્યુતચુંબક તરીકે વાપરી શકાય છે. સોલેનૉઇડની અક્ષ ઉપર તેની…

વધુ વાંચો >

સૌર ઊર્જા

સૌર ઊર્જા : સૂર્ય દ્વારા મળતી ઊર્જા. તેમાં પ્રકાશ, ઉષ્મા તથા વિદ્યુત-ચુંબકીય વિકિરણનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. સૂર્યની અંદર નિરંતર ચાલતી રહેતી ન્યૂક્લિયર પ્રક્રિયા [ખાસ કરીને સંલયન-(fusion)] ને કારણે આટલી વિપુલ ઊર્જા પેદા થાય છે. આખાય વર્ષ દરમિયાન પૃથ્વીના બધા જ લોકો જેટલી ઊર્જાનો ઉપયોગ કરે છે તેટલી ઊર્જા…

વધુ વાંચો >

સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ

સ્કાઉલો, આર્થર લિયૉનાર્દ (Schawlow, Arthur Leonard) (જ. 5 મે, 1921, માઉન્ટ વર્નોન, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.; અ. 28 એપ્રિલ, 1999, પાલો આલ્ટો, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : લેસરના ઉપયોગથી પરમાણુના ઊર્જા સ્તરોનું અત્યંત ચોક્સાઈપૂર્વક માપન કરવા માટે 1981નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમની તથા નિકોલાસ બ્લૂમ્બર્ગન અને સિગમાન કેઈ માન બૉર્જ…

વધુ વાંચો >

સ્ટર્ન ઑટો

સ્ટર્ન, ઑટો (જ. 17 ફેબ્રુઆરી 1888, સોહરાઉ (Sohrau), અપર સિલેસિયા, જર્મની (હવે ઝોરી, પોલૅન્ડ); અ. 17 ઑગસ્ટ 1969, બર્કલી, કૅલિફૉર્નિયા) : આણ્વિક-કિરણ-પદ્ધતિના વિકાસમાં આપેલ ફાળા તથા પ્રોટૉનની ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ની શોધ બદલ 1943ના વર્ષે ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન વિજ્ઞાની. 1892માં તે પોતાનાં માતા-પિતા સાથે બ્રેસ્લૌ (Breslau) ગયા. ત્યાં…

વધુ વાંચો >

સ્ટર્ન–ગર્લાકનો પ્રયોગ

સ્ટર્ન–ગર્લાકનો પ્રયોગ : ખાસ કરીને પ્રચક્રણ(spin)ને કારણે પેદા થતી ઇલેક્ટ્રૉનની ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ના અસ્તિત્વનું નિર્દેશન કરતો પ્રયોગ. સ્ટર્ન અને ગર્લાકે આને લગતો પ્રયોગ 1921માં કર્યો હતો. ત્યારબાદ ઘણાએ તેના ઉપર શોધન-વર્ધન કર્યું છે. તેને આધારે સદિશ-પરમાણુ-નમૂના(vector atom model)નાં કેટલાંક લક્ષણોની ચકાસણી થઈ શકી છે. આ પ્રયોગનું સૈદ્ધાંતિક મહત્વ તો ખરું…

વધુ વાંચો >

સ્ટાઇનબર્ગર, જૅક

સ્ટાઇનબર્ગર, જૅક (Steinberger, Jack) (જ. 25 મે, 1921, બાડ કિસિંગન, જર્મની; અ. 12 ડિસેમ્બર, 2020, જિનીવા, સ્વિટ્ઝર્લૅન્ડ) : ન્યુટ્રિનો પુંજ કાર્યપદ્ધતિ માટે તથા મ્યુઑન ન્યુટ્રિનોની શોધ દ્વારા લેપ્ટૉનના યુગ્મમાળખા(જોડકા)નો પ્રયોગો દ્વારા નિર્દેશ કરવા માટે 1988નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. મેલ્વિન શ્વૉર્ટ્ઝ અને લેડરમૅન લિયૉન મૅક્સ સાથે સંયુક્ત રીતે આ…

વધુ વાંચો >

સ્ટાર્ક-અસર

સ્ટાર્ક-અસર : વર્ણપટીય રેખાઓ (spectral lines) ઉપર વિદ્યુત-ક્ષેત્રની અસર. ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશને લંબ રૂપે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લાગુ પાડતાં પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થાય છે. અહીં વર્ણપટીય રેખાઓ તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઘટકોમાં વિભાજિત થાય છે. મુખ્ય રેખા અવિસ્થાપિત રહે છે. વિભાજિત રેખાઓ તેની આસપાસ સમમિતીય (symmetrically) રીતે ગોઠવાયેલ હોય…

વધુ વાંચો >

સ્ટાર્ક જોહાન્નિસ

સ્ટાર્ક, જોહાન્નિસ [જ. 15 એપ્રિલ 1874, શુકનહૉફ (Schickenhof), બેવેરિયા, જર્મની; અ. 21 જૂન 1957, ટ્રૉએનસ્ટેઇન (Trauenstein)] : કેનાલ-કિરણોની અંદર ડૉપ્લર ઘટનાની તથા વિદ્યુતક્ષેત્રમાં વર્ણપટીય (spectral) રેખાઓના વિપાટન-(splitting)ની શોધ બદલ 1919ના વર્ષનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન ભૌતિકશાસ્ત્રી. તેમણે શરૂઆતમાં શાલેય શિક્ષણ બેરૂથ(Bayreuth)ની જિમ્નેસિયમ(ગ્રામર સ્કૂલ)માં અને પછીથી રૅગન્સબર્ગ(Regens-burg)માં લીધું. 1894માં તેમણે…

વધુ વાંચો >

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ : તાપમાન T હોય તેવા કોઈ ક્ષેત્રફળ A વડે એકમ સમયમાં ઉત્સર્જિત ઉષ્મીય ઊર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. અથવા કાળા પદાર્થ વડે એકમ ક્ષેત્રફળદીઠ ઉત્સર્જિત વિકિરણી અભિવાહ (radiant flux) અને તાપમાન વચ્ચેનો સંબંધ વ્યક્ત કરતું સૂત્ર. કોઈ નિશ્ચિત તાપમાન T (≠ Ok) એ કોઈ પદાર્થ વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય ઊર્જાને…

વધુ વાંચો >